________________
સમ્રાટ અકબર
પુષ્પો વડે ઉદ્યાન (બગિચ) જેમ ઉછું ખવભાવ ધારણ કરે, તેમ આ પડાવે પણ ગંભીર ભયકારક રૂપ ધારણ કર્યું હતું. એક બાળક કે જેના ચહેરા ઉપર બળ અને વીર્યની પ્રભાઓ સ્પષ્ટપણે પ્રતીત થઈ આવતી હતી તે બાળક, એક ઐરાવત જેવા મદોન્મત્ત હાથીને ગળા ઉપર બેસી હાથમાં અંકુશ ગ્રહણ કરી હાથીને પિતાની ઈચ્છાનુસાર ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બિહારમલ તથા તેની સાથેના અન્ય રાજપૂતકુમારો બાળકનું આવું સાહસ જોઈ સ્વાભાવિક રીતે જ તે તરફ જવાને આકર્ષાયા. કુદરતી રીતે જ સાહસ અને બળને માટે અસાધારણ પક્ષપાત ધરાવનાર રાજપૂતને આ સાહસપૂર્ણ દશ્ય આકર્ષે એમાં આશ્ચર્ય નથી. ગજરાજ જાણે કે પેલા આરે હી બાળકના પ્રહારને મશ્કરીમજ ઉરાડી દેતો હોય તેમ તે પ્રહારની લેશ પણ પરવા કર્યા વિના બાળકને પિતાની પીઠ ઉપર રાખી, પોતાની ઈચ્છા પ્રમાણે આનંદ અને વેગપૂર્વક દોડી રહ્યો હતો. હાથીને આમ વેચ્છાપૂર્વક દોડતે જોઈ આસપાસના મુસલમાન સૈનિકે પ્રાણના ભયથી ચોતરફ નાસી જવા લાગ્યા. દેડતા દેડતા અનેક મુસલમાન સૈનિકે તંબુઓનાં દેરડાંમાં ગુંચવાઈ પડી જવા લાગ્યા. તેમની પાછળ દેડી આવતા બીજા મુસલમાન સૈનિકે પણ ભયમાં ને ભયમાં ઉપરાઉપરિ પડવા લાગ્યા, જાણે કે પિતતાને જીવ કેટલે વહાલો છે, તે બતાવવાની પરસ્પરમાં હરીફાઈજ ન કરી રહ્યા હોય ! પુનઃ પેલા વીરબાળકે અંકુશવડે આસ્તેથી હસ્તીને પ્રહાર કરી પિતાના કાબુમાં આપ્યો અને ધીરે ધીરે ઈચ્છિત સ્થાને હાંકી જવા માંડે; પરંતુ એટલામાં તે એ હસ્તી ફરીથી મદોન્મત્ત બની, બાળકના પ્રહારને તૃણવત લેખી, પેલા નવા આવેલા રાજપૂતની સામે તીવ્ર વેગે દોડવા લાગ્યા. પલાયન કેવી રીતે કરવું એ રાજપૂતે જાણતા નથી; પ્રાણુના ભયથી ડરીને કેવી રીતે નાસી છૂટવું, એ વિચાર પણ તેમના મગજમાં આવતો નથી; તેઓ અતિ દઢભાવે ગર્વપૂર્વક પિતાના સ્થાને ઉભા રહ્યા. સમસ્ત મોગલસેના આશ્ચર્યપૂર્વક આ દશ્ય જોઈ રહી અને હમણુંજ-આજ ક્ષણે આ બિચારા રાજપૂતે મરી જશે, એવી આશંકા સર્વત્ર પ્રસરી ગઈ ! હસ્તી પણ જાણે હિંદુઓને પગવડે ચગદી નાખવા ઉતાવળા થઈ રહ્યો હોય, તેમ તે ઉતાવળે ઉતાવળો મહાપરાક્રમપૂર્વક નાસવા લાગ્યા. હિંદુઓ તે સ્થિર અને અચળભાવે જ્યાંના ત્યાંજ ઉભા થઇ રહ્યા. ગજરાજે તેમની સન્મુખ આવી પહોંચી તેમને દાબી દેવાને ઇરાદે કર્યો, પણ કોણ જાણે શામાટે તે તુરતજ ચમક અને એકાએક ઉભો થઈ રહ્યો ! જાણે કે પોતે રાજપૂતની સ્થિરતા તથા સાહસિકતા જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હોયને અથવા તે જાણે કે પેલા બાળકને હિંદુ તથા મુસલમાન વચ્ચે મહાન ભેદ બતાવવા માટે જ આટલે સુધી આવીને અટકી ગયો હેયને! બાળક ઉકત રાજપૂતોનું સાહસ પ્રત્યક્ષ નિહાળો બહુજ આનંદમુગ્ધ થયો. તે મનમાં ને મનમાં જ રાજપૂત -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com