________________
નક્ષત્ર-મંડળ
હૃદયે જાય છે અને તે દેશના સક્ષમ સફેદ કંકરને કુસુમમાળાની માફક સમાધિ ઉપર સ્થાપી મૃત વીરબાળા પ્રત્યેની પોતાની ભકિત તથા શ્રદ્ધા પ્રદર્શિત કરે છે. રાણી દુર્ગાવતીના કીર્તિકલાપ ઉપર થઈને અનેક શતાબ્દીઓ પસાર થઈ ગઈ, અનેક નવા નવા વિશો ઉત્પન્ન થઈને પુનઃ વિલીન થઈ ગયા; તથાપિ મધ્યભારતની પ્રજા રાણી દુર્ગાવતીના વિરત્વને હજીસુધી વિસરી શકી નથી. તેઓ આજપર્યત તેનું વીરત્વપૂર્ણ યશગાન આલાપી, શતમુખે તેની કીર્તિનું કીર્તન કરે છે ! તેઓ હજી પણ પોતાના સ્મૃતિમંદિરમાં રાણીના અતીત ગૈરવને સાચવી રહ્યા છે. તેઓ હજુ પણ પ્રસંગોપાત એ સ્મૃતિમંદિરનાં દ્વાર ઉઘાડી, ગત કાળનાં સુખમય ચિત્ર ઉપર અથુજળ વહેવડાવી અર્ચના કરવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે ! વાચક ! પુષ્પમાળા કરતાં પણ એ અશ્રુમાળા સહસ્રગણું મૂલ્યવાન છે, એમ કહેવાની જરૂર છે ?
अष्टम अध्याय-नक्षत्र-मंडळ
બધાં માણસે સાથે સાચી સમજથી વર્તવું એ મારું કર્તવ્ય છે. તેઓ જે ઈશ્વરની ઇચ્છાને પથે ચાલતાં હોય તો તેમની વચ્ચે માથું મારવું એજ દેશપાત્ર છે; અને જે તેથી ઉલટાં ચાલતાં હોય તો તેઓ અજ્ઞાની છે અને તેથી મારી દયાને પાત્ર છે.”
અકબર દીર્ધકાળની ઘનઘેર ઘટા હવે ભારતીય આકાશમાંથી લુપ્ત થઈ ગઈ છે; લાંબા સમય પછી ઉજજવળ નક્ષત્ર તિઓ વડે અકબરરૂપી ચંદ્રની શોભામાં વૃદ્ધિ કરવાને નીલાકાશ ક્રમે ક્રમે પ્રકાશિત થઈ રહ્યું છે.
હુમાયુ શેરશાહદ્વારા પરાજિત થઈને નાસી ગયે હતો, તે સમયે તેને રાજસ્થાનના અંબરાધિપતિ બિહારીમલે આશ્રય તથા સહાયતા આપી હતી. સમ્રાટ અકબરે ભૂતકાળના ઉપકારનું સ્મરણ કરી પિતે રાજા બિહારીમલને નિમંત્રણ મેકહ્યું હતું. હેમુ પરાજિત થયો તે પછી બે દિવસે રાજા બિહારીમલ અકબર પાસે પહોંચે. બરાબર તે પ્રસંગે દિલ્હીથી થોડે દૂર એક મોટો પડાવ નાખવામાં આવ્યો હતા. અંબરાધિપતિએ પિતાની સાથેના અનેક અનુચરો સાથે એ પડાવમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને તેણે જોયું તે ચોતરફ અનેક છાવણીઓ ગોઠવાઈ ગઈ હતી. સંખ્યાબંધ સૈનિક તથા નોકરે પિતાનાં કાર્યો કરવા આમતેમ દેડી રહ્યા હતા. કેટલાએ ઘોડેસ્વારે તથા ગજારોહી વરાપૂર્વક દેડાડ કરી રહ્યા હતા. બંદુ, તે તથા યુદ્ધનાં બીજાં અસંખ્ય ઉપકરણે વિવિધ સ્થાને પડયાં હતાં. વર્ષાઋતમાં પવનના સખ્ત તેફાનના અતે પડી ગયેલાં વૃક્ષ-ડાળીઓવતાઓ
www.umaragyanbhandar.com
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat