________________
સમ્રાટ અકબર
લે છે, તેને તેમને બરાબર ખ્યાલ આવ્યો ! કિંતુ હવે પિતાના નસીબને દેવ આપવા સિવાય બીજું કાંઈ થઈ શકે તેમ નહોતું. જોતજોતામાં મોગલસેનારાજ. પૂત સેના ઉપર આક્રમણ કરવા આગળ વધી. રાણી દુર્ગાવતી પુનઃ પોતાનું અમાનષિક વિરત્વ દર્શાવતી યુદ્ધાર્થે બહાર પડી. અમે પૂર્વે જ કહી ચૂક્યા છીએ કે મેગલસેનામાં એવી તે શું શક્તિ હતી કે તે આ સાક્ષાત યુદ્ધદેવીની સામે ઉભા રહેવાનું અને લડવાનું સાહસ કરી શકે ? મેગલસેના રાણીનું ભયંકર પરાક્રમ જોઈને વળી પણ રણક્ષેત્રમથિી નાસવા લાગી. મેગલ સેનાપતિઓ નાસી જતા સૈનિકોને એકત્રિત કરી, બની શકે તેટલે ઉત્સાહ આપી, રાણીના સૈન્ય સામે લડવાને ઉશ્કેરવા લાગ્યા. બંને વીરજાતિઓ વચ્ચે પુનઃ તુમુલ યુદ્ધ થયું. મેગલની મેટી સંખ્યા જમીનદોસ્ત થઈ. અને પિતાને પ્રાણ બચાવવા રણમાંથી નાસી છૂટયા. આ પ્રમાણે વિપુલ મોગલસેના એક હિંદુલલનાના વીરત્વ પાસે ઉપરાઉપરિ પરાજિત થઈને યુદ્ધક્ષેત્રમાંથી નાસી ગઇ !
વયોવૃદ્ધ અને સુદક્ષ મોગલ સેનાપતિઓ હવે, અકબર પાસે મુખ બતાવી શકે એમ રહ્યું નહિ. એક હિંદુ રમણીકાશ પરાજિત થઈને જગતમાં કેવી રીતે મુખ બતાવવું, એને વિચાર આવતાં તેમની નસમાંનું લેહી ઉછળવા લાગ્યું. હવે તેમણે નિશ્ચય કર્યો કે આ યુદ્ધમાં દેહપાત કરવું પડે તે પણ કબૂલ છે, પરંતુ એક રમણીથી પરાજિત થઈને અમે કદાપિ પાછી ફરીશું નહિ. એકવાર ફરીથી મેગલ સેનાએ દઢ પ્રતિજ્ઞા કરી મરણીયા થકને યુદ્ધાર્થે સજજ થવાને નિર્ણય કર્યો. સાહસથી ઉત્તેજિત બનેલી મેગલસેના પુનઃ હિંદુ સૈન્ય સામે યુદ્ધ કરવા આગળ વધી. મેગલેના ભયંકર હુંકારરવથી દિશાઓ ભેદાવા લાગી. તેમની ગતિના આઘાતથી મેદિની કંપવા લાગી. નાની નાની ટુકડીઓમાં વહેંચાઈ તેમણે રાજપૂતને સંહાર કરવા માંડ્યો. પિતાના દેહનું ભાન ભૂલી જઇને એકવાર નષ્ટ થયેલું ગૌરવ પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. મોગલનું આ ભયંકર આક્રમણ જેને હિંદુઓ દંગ થયા. રાણી દુર્ગાવતીને પુત્ર સિંહસમાન પરાક્રમ દર્શાવતે શણુ સામે ધસી ગયે. રાજકુમારનું પરાક્રમ જોઈ હિંદુ સૈનિકોના અતઃકરણમાં વળી પણ આશા અને સાહસને સંચાર થવા લાગ્યા. ફરીથી તેમણે અતુલ પરાક્રમ દાખવી મોગલસૈન્યનો વંસ કરવા કમ્મર કસી; પરંતુ કમનસીબે થોડા જ સમયમાં રાજકુમાર ઘવાયે અને મૂછ ખાઈને ધરણી ઉપર ઢળ્યો. રાણીને આ સમાચાર મળતાં જ તેણે તેને રણક્ષેત્રમાંથી નિર્ભય સ્થાને લઈ જવાની આજ્ઞા કરી. રાજકુમારને રણક્ષેત્રમાંથી પાછા વળતે જોઈને હિંદી સેના એક ક્ષણવાર પણ યુદ્ધમાં ઉભી રહે ખરી? એ સમયના હિંદુ સૈનિકે મોટામાં મોટા દોષ જો કોઈ હોય તો તે એજ કે તેઓ સેનાધ્યક્ષના પતન પછી એક ક્ષણવાર પણ
Shree Suharmaswami "Gyanbhand
www.umaragyanbhandar.com