________________
૪૦
સમ્રાટ અકબર
વિપુલ મેગલદળ વીર રમણીના આઘાતવડે છેવટે પરાજિત થઈ રણાંગણમાંથી નાસવા લાગ્યું. મેગલની સેનાને મેટો ભાગ મરણને શરણ થયે; અને બીજે ઘાયલ થઈને રણભૂમિમાં રગદેળાવા લાગે. મોગલસેનાને નાસી જતી જોઈને બલા ગઈ એમ ધારીને રાણી વિશ્રામ લેવા તૈયાર થાય એવી નિર્બળ નહતી. ફરીથી પણ કેઈ કાળે મોગલે મુખ ન બતાવી શકે, એટલા માટે તેણીએ સૈન્ય સહિત શત્રુને પીછો પકડે, અને જ્યાં સુધી સમસ્ત મોગલ સૈનિકે વિનષ્ટ કિંવા કેદી ન થાય ત્યાંસુધી આગળ વધવાને હુકમ આપો.
ક્રમે ક્રમે સૂર્યદેવ પણ ભારતલલનાનું આવું અનુપમ વીરત્વ નિહાળી સહાયવદને અસ્તાચળ તરફ ગતિ કરવા લાગ્યો. જાણે કે ભારતીય વીરબાળાનું મનહર વિરત્વ તે પિતાની પ્રિયતમાને પણ બતાવવા ઈચ્છતે હેય તેમ તે (સૂર્ય) જલદી અંતઃપુરમાં દાખલ થઈ, સંધ્યાદેવીનું આવાહન કરવા લાગ્યું. યથાસમયે સૂર્યના આમંત્રણને માન આપી સંધ્યાદેવી રણક્ષેત્રમાં હાજર થઈ. નીલાકાશમાં મનહર તેરણ રચીને અને તેની મધ્યમાં પૂર્ણચંદ્રને દિવ્ય દીપક પ્રકટાવીને, તેમજ - તરફ નક્ષત્રરૂપી અસંખ્ય દીપમાળાઓ રચીને મહાદેવી સંધ્યા, વીરરમણીને સન્માન આપવા લાગી ! અગણિત ખદ્યોતે પણ જાણે કુસુમમાળાઓ લઈને રાણીને વધાવી લેવા તત્પર થઈ રહ્યા હોય, તેમ ઉત્સાહથી નાચવા લાગ્યા ! સંધ્યા સમયનો શંખનાદ પણ જાણે કે તે વીર આર્ય બાળાની કીર્તિને દિગ–દિગંતમાં પ્રચારિત કરવાનો પ્રયત્ન કરતે હેય, તેમ દિશાઓને ભેદીને વહેવા લાગ્યો ! અરે, સ્વયં પ્રકૃતિદેવી પણ આજે વીરબાળાને માન આપવા હાજર થઈ ગઈ છે!
રાત્રિના સમય થા. રાણી દુર્ગાવતીએ હવે પિતાના સૈનિકેને થોડીવાર વિશ્રામ લેવાની આજ્ઞા કરી અને ત્યારબાદ પુનઃ બમણું બળથી એજ રાત્રિએ મોગલેની સેના પાછળ ધસવાને સંકલ્પ દર્શાવ્ય; પરંતુ તેણીના અમાત્ય એ સંકલ્પમાં સહાયભૂત થવાને બદલે ઉલટા અંતરાયભૂત થયા. અમાત્યોએ જણાવ્યું કે મૂળ રણક્ષેત્રથી આપણે બહુ દૂર નીકળી પડયા છીએ, અમારાં મૃત સગાં-સં. બંધીઓનાં શબ ત્યાં રઝળે એ ઠીક નહિ, માટે હવે અમે આગળ નહિ વધતા અહીંથી પાછા જઈને શબની વ્યવસ્થા કરીશું તેજ અમારો જીવ શાંત થશે. શબ. ને રાત્રિમાં રઝળતું ન મૂકવું એ આપણે દેશાચાર છે, તેને માન આપવું એ આપણું પ્રથમ કર્તવ્ય છે. દુર્ગાવતીએ જણાવ્યું કે “દુખના અને આપત્તિના સમયમાં સર્વ પ્રકારના આચારોને ત્યાગ કરી દેશનું રક્ષણ કરવું, એજ આપણું મુખ્ય કર્તવ્ય હેવું જોઈએ.” પરંતુ સૈનિકે અને અમાત્ય, રાણુને દીર્ધદષ્ટિવાળો ઉપદેશ સમજી શકયા નહિ. રાણીની સલાહમાં દેશનું અને પિતાનું કેટલું હિત સમાએલું છે, તે તેઓ વિચારી શક્યા નહિ. અંતે સ્વદેશહિતષિતાપી દેવીને દેશાચારરૂપી રાક્ષસ આગળ પરાજય સ્વીકાર પડયો. દુર્ગાવતીને નછૂટકે રણક્ષેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com