________________
૭૮
સમ્રાટ અકબર
અબુલફઝલ લખે છે કે –“આ રમણ પિતાની સાહસિકતા, શક્તિ તથા સત્યતા માટે એવી તે સુપ્રસિદ્ધ હતી કે તેના એ સગુણોથીજ આકર્ષાઇને સમસ્ત મધ્યપ્રદેશ તેના શાસન નીચે આવ્યા હતા; એમ કહીએ તે તે અયોગ્ય નથી.”તેણી બહુજ કુશળતાથી રાજ્યને કારભાર ચલાવતી હતી; વિદેશી રાજાઓની સાથે કયારે કે વ્યવહાર રાખવો તે પણ તે બહુ સારી રીતે સમજતી હતી. આસપાસના રાજા-રજવાડાઓ સાથેના વ્યવહારમાં જે વિચક્ષણતા તથા દૂરદર્શિતાની અનિવાર્ય આવશ્યકતા છે તે તેનામાં સંપૂર્ણ હતી. તેણીએ માળવા પ્રદેશના અધિપતિ બાજબહાદૂરને પણ યુદ્ધમાં પરાજિત કર્યો હતો. તેની પાસે એક હજાર ઉત્કૃષ્ટ ગજસૈન્ય તથા વીસ હજાર અશ્વસૈન્ય હતું.
સમ્રાટ અકબરના સેનાપતિ આસિફખાંએ પન્ના પ્રદેશ ઉપર વિજય મેળવ્યું, એટલે પાસેનું આ રાજય પડાવી લેવાની પણ તેને લાલચ થઈ આવી; પરંતુ તે સેનાપતિ પૂર્વે અનેકવાર રાણી દુર્ગાવતીના વીરત્વસંબંધે વિવિધ કહાણીઓ સાંભળી ચૂક્યો હતો, તેથી તે એકાએક હલ્લ લઈ જવાનું સાહસ કરી શકે નહિ. તેણે પ્રથમ તે રાણીના રાજ્ય સાથે મિત્રાચારી બધિવાને દેખાવ કરીને ખાનગી રીતે પોતાના કેટલાક બુદ્ધિશાળી દૂતને વણિકરૂપે તેના રાજ્યમાં રવાના કર્યા. એમાં માત્ર એજ ઉદ્દેશ હતો કે રાજ્યમાં પ્રવેશ કરવાના તથા નીકળવાના માર્ગોની અને કેટલું કેટલું સૈન્ય ક્યાં ક્યાં રહે છે, તથા રાજ્યમાં કેવી કેવી સમૃદ્ધિ છે ઇત્યાદિ જાણવાયેગ્ય બાબતોની સંપૂર્ણ માહિતી તેઓ મેળવી આવે. આ પ્રકારે સર્વ બાતમી મેળવ્યા પછી આસફખાંએ સમ્રાટને એક પત્ર લખી આ રાજ્યને તાબે કરવાને હુકમ મેળવ્યા-ઈસ. ૧૫૬૪. આસફખાંએ પુષ્કળ સૈન્ય સાથે લઇને રાણીના રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને અતિ અહંકારપૂર્વક રાજ્યમાં આગળ વધવા લાગ્યો.
મોગલસેનાએ પોતાની હદમાં પ્રવેશ કર્યો છે એમ સાંભળતાની સાથે જ રાણી દુર્ગાવતીએ રાજ્યના પ્રધાન અમાત્યને પોતાની પાસે બેલા. પ્રધાને જે સમાચાર આપ્યા તે સાંભળીને રાણી તે ખંભિતજ થઈ ગઈ! પ્રધાને કહ્યું કે માત્ર ૫૦૦ સૈનિકે જ રાજધાનીમાં અત્યારે હાજર છે, બાકીનું સૈન્ય રાજ્યમાં આડું અવળું છૂટું છવાયું પડેલું છે.” દુર્ગાવતીને આથી બહુ ક્રોધ વ્યાખ્યા અને અમાત્યને તિરસ્કાર કરતાં કહ્યું કે –“તમારી મૂર્ખતાનું પરિણામ સમસ્ત રાજ્યને ભોગવવું પડશે. હું આજે વર્ષો થયાં રાજ્યની વ્યવસ્થા કરું છું પણ આપણુ રાજકીય ગૌરવ કે સન્માનને લેશ પણ હાનિ પહોંચે એવું કાર્ય મારા હાથથી કદાપિ થયું નથી.” તે જ ક્ષણે રાણીએ સૈન્યને એકત્ર કરવા ચારે દિશામાં દૂતો રવાના કર્યા અને પિતે જેટલું સૈન્ય હાજર હતું તેટલા સૈન્યની સાથે બહાર નીકળી પડી ! તેણીએ અન્ય હિંદુ રાજાને સહાય માટે પ્રાર્થના કરી નહિ, તેમ કાઈ રાજા તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com