________________
सप्तम अध्याय-राणी दुर्गावती अने मध्यभारत
“એ સાચું છે કે આપણે યુદ્ધમાં હાર ખાધી છે, પણ તેથી શું આપણે સ્વમાનમાં પણ હારીશું ? જે કીર્તિ અને ધર્મને ખાતર આપણે અત્યારસુધી સખ્ત મહેનત લીધી છે તેજ કીતિ અને ધર્મને માત્ર ધિક્કારપાત્ર રીબાતી અંદગીની ખાતર શું આપણે ઈ બેસીશું?”
રાણી દુર્ગાવતી તરફ મેઘની છાયા પ્રસરવા છતાં પણ જેમ કોઈ કોઈ સમય મધ્યસ્થળ સૂર્યના પ્રકાશથી ઉજજવળ રહે છે, તેવી રીતે મધ્યભારતની ચારે દિશાઓમાં મુસલમાન રાજાઓની સત્તા પ્રસરવા છતાં મધ્યસ્થળ હજી પણ હિંદગૌરવથી પ્રકાશિત થઈ રહ્યું હતું એક દિવસે પરમ માનનીય-ગૌરવપૂર્ણ વિદર્ભ રાજાએ આજ સ્થળે રાજ્ય કર્યું હતું અને આજ સ્થળે એક કાળે રમણીરત્ન દમયંતીએ જન્મ લીધું હતું. અમે જે સમયનું અત્યારે વર્ણન આપવા બેઠા છીએ તે વખતે તે સ્થાન માંડવગઢના નામથી પ્રસિદ્ધ હતું. માંડવગઢનું રાજ્ય બહુ વિસ્તૃત હતું, એમ કહેવાય છે કે તે રાજ્ય ૩૦૦ માઈલ લાંબું તથા ૧૬૦ માઈલ પહોળું હતું. અબુલફઝલ લખે છે કે:-“અન્ય સ્થાનના હિંદુઓ આ માંડવગઢના હિંદુઓને પતિત–ભ્રષ્ટ માનતા હતા; અને તે રાજ્ય પ્રત્યે પણ તિરસ્કારની નજરથી નિહાળતા હતા.” આ હતભાગ્ય ભારતના પ્રત્યેક પ્રાંતનો વાસી અન્ય પ્રાંતના વાસીને પતિત કિંવા નીચજ માને છે. જે એમ ન હેત તે આ મહાન દેશની આવી દુર્ગતિ કઈ પણ કાળે થાત નહિ અસ્તુ !! અમે આ સ્થળે વર્ણન કરીએ છીએ તે સમયે ઉક્ત રાજ્ય અત્યંત સમૃદ્ધિશાળી ગણાતું હતું. તેની સીમામાં પ્રાયઃ આઠ હજાર નાનાં-મોટાં શહેર તથા ગામડાઓ આવેલાં હતાં. પ્રજા બહુ સુખ-શાંતિપૂર્વક સમય પસાર કરતી હતી. વિવિધ શહેરોમાં આવેલા સુદઢ અને ઉચ્ચ કિલ્લાઓ જાણે કે શત્રુના હલા સામે ઉભા રહીને અહંકારપૂર્વક હસી રહ્યા હેયને ! એવા દેખાવવાળા હતા. વર્તમાન જબલપુરની પાસે ચારાગઢ નામક એક સ્થાન છે ત્યાં આગળ પૂર્વે રાજધાની તથા કિલ્લો હતો. અકબરના સમયમાં કાજરની રાજકન્યા વીર રમણી રાણી દુર્ગાવતી ઉત વિસ્તૃત રાજ્યની અધીશ્વરી હતી. અત્યારપર્યત કઈ પણ મુસલમાન રાજાએ ઉકત રાજ્યની સીમામાં પગ પણું મૂક્યો નહતો. માંડવગઢનું હિંદુરાજ્ય અદ્યાપિ પિતાની સ્વતંત્રતા સાચવીને બેસી રહ્યું હતું. રાણી દુર્ગાવતી અપૂર્વ રૂપ-લાવણ્યથી જેવી રીતે વિભૂષિત હતી તે જ પ્રમાણે તેણમાં બીજા પણ અનેકાનેક સદ્દગુણો હતા. બંદૂક અને ધનુગબાણને ઉપયોગ કરવામાં તે એટલી બધી નિપુણ હતી કે ધારેલું નિશાન પાડવામાં કદિ પણ નિષ્ફળ થતી નહિ. તેણે ઘણીવાર શિકાર કરવા જંગલમાં નીકળી પડતી અને અનેક જંગલી તથા હિંસક પશુઓને સંહાર કરી પાછી ચાલી આવતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com