________________
ભારતમાં નવયુગ
કંટાળો આવશે, પણ અકબરના રાજવકાળની પરિસ્થિતિને યથાર્થ ખ્યાલ આપવા માટે અમારે નિરૂપાયે આ વર્ણનમાં ઉતરવું પડ્યું છે.
ધીમે ધીમે મધ્યાહનકાળ પસાર થઈ જતાં તેનું સ્થાન સંધ્યાએ લેવા માંડયું. રાજપ્રાસાદોના ઉચ્ચ શિખરેથી નોબત ગર્જવા લાગી. એરેબીયન નાઈટસમાં એક એવી વાર્તા છે કે એક રાક્ષસના મંત્રબળથી મૃતપ્રાય નગરી પુનઃચેતનવાળી બની જતી. તેજ પ્રમાણે આ નગરી કે જે બપોરના સમયે મૃતવત ભાસતી હતી, તે સાયંકાળે પુન: સંજીવિત થયેલી જણાવા લાગી. જે રાજમાર્ગો ઉપર અત્યારપર્યત ભાગ્યેજ કોઈ મનુષ્ય દષ્ટિગોચર થતો, તે રાજમાર્ગ હવે મનુષ્યનાં ટોળાંવડે ઉભરાઈ જવા લાગ્યા. દુકાનદારોએ દુકાનના નીચલા ભાગમાં પિતાની દ્રવ્ય-સામગ્રી ખુલ્લી મૂકી દીધી. કઈ દુકાનના બીજે દાદરે નગરનારીઓ બેરીમાં બેસી વિવિધ શૃંગારની ટાપટીપ કરી રાહદારીઓને પિતાનું રૂપ દર્શાવવા લાગી. મૂઢ ધનિકે માને કઈ કઈ એ જાળમાં સપડાવા લાગ્યો. અનેક વિલાસી પુરુષો જગપર્યત લાંબાં પહેરણ પહેરી માથાના, મૂછના અને દાઢીના વાળ સમારી વદનમંડળને તેલથી ચકચકિત કરી, મુખમાં તાંબૂલ, કાનમાં અત્તરનાં પુમડાં, તેમજ મસ્તક ઉપર ટોપી કે પાઘડી નાખી, હાથમાંની છડીને ડેલાવતા ડેલાવતા, ઉપર બીજા માળની બારીમાં દષ્ટિફેકતા ચાલવા લાગ્યા. દષ્ટિ ઉપર રાખીને ચાલવા જતાં અનેક મનુષ્યો પરસ્પર અથડાવા લાગ્યા. કોઈ કોઈ તે સખત ટક્કર લાગવાથી ધરણી ઉપર પણ ઢળવા લાગ્યા. જાણે કે ધરણી માતા પિતાનાં કુસંતાનને ચેતવવા ઠોકર મારતી હોયને ! પથિકને પડતા અને અથડાતા જોઇ દુકાનદારે હે હા કરી ઉચ્ચ સ્વરે હસવા લાગ્યા. શરમાએલા વિલાસીઓ પૃથ્વી માર્ગ આપે તે હવે સમાઈ જવું, એમ ધારી મૂંગે મેએ જલદી પસાર થવા લાગ્યા. મતલબ કે આ મહાનગરી પુન: પ્રભાતની શોભાનો વિસ્તાર કરવા લાગી.
સમ્રાટ અકબરને આપણે અંત:પુરમાં સૂતો રાખી શહેરની સહેલ કરવા નીકળી પયા છીએ, પણ હવે આપણે પાછું ફરવું જોઈએ, કારણ કે અકબરને ઊયાને ઘણો વખત પસાર થઈ ગયો છે. તે અત્યારે પૂર્વે કયારનેએ પોતાના ખાસ દર. બારમાં પ્રવેશ કરી ચૂક્યા છે. સમ્રાટ પિતાના પ્રધાન સચિવ અબુલ ફઝલ, રાજસ્વી સચિવ (કર અથવા વેરાખાતાને પ્રધાન) રાજા ટોડરમલ, બધુવર રાજા બીરબલ તથા ઊંઝી, મહાવીર રાજા માનસિંહ વગેરેની સાથે રાજ્ય સંબંધી વિચારો અને વ્યવસ્થા કરવામાં તલ્લીન થઈ ગયું છે. અકબર અંતઃકરણપૂર્વક હિંદુઓને ચાહતે હ. હિંદુઓ પ્રતિ તે બહુ વિશ્વાસ અને માનની દ્રષ્ટિથી જોતે હતે. તેણે અનેક હિંદુઓને પિતાના રાજ્યમાં ઉચ્ચ અધિકાર ઉપર નિયુક્ત કર્યા હતા. હિંદુએ માટે તેને એટલી બધી લાગણી હતી કે પિતાના સુવિશાળ સામ્રાજ્યના અતુલ અલંકાર અને અપૂર્વ અવલંબનરૂપ જે કાઈ હેય તે તે હિંદુઓ જ છે, એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com