________________
સમ્રાટ અકબર
ગયાં. અકબરને સૂવા દઈ આપણે પણ હવે અંતઃપુરમાંથી બહાર નીકળીશું.
પ્રથમ આપણે જે નગરી જોઈ હતી, તેજ શું આ ફતેહપુર નગરી છે? જે એમ હેય તે પેલી પ્રભાતની સુષમા અને પેલે પ્રભાતને કલરવ કયાં ગયો? અત્યારે આ નગરી જનશન્ય, નિરવ અને નીસ્તબ્ધ જણાય છે તેનું શું કારણ? મધ્યાહન થઈ ચૂક્યો છે. પ્રખર સૂર્યનાં કિરણો ચારે દિશામાં અગ્નિ વરસાવી રહ્યાં છે, જાણે કોઈ “મહેરબાન સાહેબ” સ્વચ્છ હૈતીયું અને સ્વચ્છ વેત કોટ પહેરીને રાજમાર્ગે ફરવા નીકળ્યા હોય, તે ક્ષણવાર ભાસ થઈ આવે છે! મધ્યાહનને શરીર હોય એમ જણાતું નથી, પણ મુખ હેય એમ સ્પષ્ટ જણાય છે ! મધ્યાહનના સંતસમુખ પાસે હાજર થવાનું કાઈ મનુષ્ય પ્રાણીથી આજે સાહસ થઈ શકતું નથી. બાળકના જેવા સ્વભાવવાળ વાયુ પેલા મહેરબાન સાહેબ-મધ્યાહનના અહંકાર ઉપર રોષે ભરાઈ મધ્યાહુનનાં સ્વચ્છ-શુભ્ર વસ્ત્રો ઉપર ધૂળ ચડાવવાનો પ્રયત્ન કરે છે ! મધ્યાહન પિતાના ધવલ વસ્ત્રોને ધૂળવાળાં થતાં જોઈ કો. ધથી બાળક પવન ઉપર બમણો અગ્નિ ફેંકે છે! પવન પણ કાંઈ મધ્યાહનના તાપથી હારી જાય એમ નહોતું. તે પણ મધ્યાહ્ન ઉપર મરણીયો થઇને ધસે છે. બંને મલયુદ્ધમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ કઈ કઈથી હારે એમ જણાતું નથી. છેવટે તાપ તથા પવન એ ઉભય પૂલારશિપૂર્ણ શરીરે પૃથ્વી ઉપરથી ઉભા થાય છે, અને ધૂળ ખંખેરતા આખા ગામમાં હાર્બયાની માફક ભમે છે ! પવન અને તાપની દુષ્ટતાને લીધે દુકાનદારો દુકાન બંધ કરીને પોતપોતાના આવાસમાં શાંતિથી ઉઘે છે. સમસ્ત રાજમાર્ગ અત્યારે જનહીન, પ્રાણિહીન, તથા નિસ્તબ્ધવત પ્રતીત થાય છે. ગાયો અને ભેંસો પણ રસ્તામાં ભટકવાનું મૂકી દઈ વૃક્ષની છાયાતળે વાગોળતી બેઠી છે ! ચંચળ વાછરડાએ ગાયની પાસે સંપૂર્ણ શાંતિમાં સૂતાં છે. વન્ય પશુઓ પણ એકાંત ગુફામાં તથા ગાઢ વનમાં સંતાઈ ગયાં છે. પક્ષીઓ બિચારાં વૃક્ષનાં પાંદડાં નીચે પિતાના શરીરને સંતાડી વિષાદપૂર્ણ વદને, અધી આંખ મીંચીને માળામાં બેસી રહ્યાં છે. માત્ર બે ચાર કાગડા તૃષાને લીધે કા કા કરી રહ્યા છે. કોઈ કોઈ સ્થળે બે ચાર પક્ષીઓ પિપાસાને લીધે પીડિત થઈ સરોવરનું ઉષ્ણ પાણી પીવા માટે ન ટકે બહાર નીકળી પડયાં છે અને મનુષ્યોના ભયને લીધે આમતેમ વ્યાકુળ દષ્ટિ કરી રહ્યાં છે. મધુમક્ષિકાઓએ પણ ગણગણુ કરી હાસ્યરસ વિસ્તારવાનું માંડી વાળ્યું છે. વૃક્ષ તથા લતાઓ પણ સૂર્યના તાપને લીધે મલિન બની ગઈ છે. પુષ્પના છેડે પણ કરમાવા લાગ્યા છે. કવચિત કવચિત જીર્ણ-શીર્ણ કૂતર આવા સમયમાં પણું હાંફતાં હાંફતાં બહાર ફરવા નીકળેલાં દૃષ્ટિએ પડે છે. તેઓ અમે ભારતવાસીઓની પેઠે દુઃખના સમયમાં પણ આત્મકલહ કર
વાનું ભૂલી જતાં નથી ! આ પ્રમાણે ફતેહપુર–સીદી, સમ્રાટ અકબરના સમયમાં Shશાંતિપૂર્વક પિતાને સમય પસાર કરી રહી છે. આવા વર્ણનથી વાયકાને કદાચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com