________________
बंगाळी ग्रंथकारनुं विज्ञापन
તમે ક્રાઈ સુંદર વસ્તુ જીઓ, તા શું તે વસ્તુ તમારા મિત્રને ખતાવવાની તમને ઇચ્છા ન થાય ? અકબરની શાભા જોવાથી મને પણ તે મારા બંધુઓ સમક્ષ રજુ કરવાની અભિલાષા થઈ. મારી પાસે એવી શક્તિ કે એટલા સમય પણ નથી, કે મેં પાતે જેવી સુંદરતા પ્રત્યક્ષ કરી છે, તેવી હું મારા બન્ધુઓને પ્રત્યક્ષ કરાવી શકું !
ભારતનુ' પ્રાચીન ગૌરવ અતિ ઉજજવલ તથા અતિ મનેાહર છે. તેની તુલના જગતના ઇતિહાસમાં અન્ય કાઇ સાથે થઇ શકે તેમ નથી. અમે સથી પ્રથમ તે ગૈારવનું ચિત્ર રજુ કર્યું છે. ત્યાર પછી સ્વાર્થ અને આત્મદ્રોહને લીધે હિંદુઆવુ કેવી રીતે અધઃપતન થયું તથા સ્વાર્થરહિત કિવા થા સ્વદેશહિતૈષી સમ્રાટકુલતિલક અક્બરે ભારતવર્ષની મહા ઉન્નતિ સાધવા કેવા પ્રયત્નો કર્યાં; તેમજ તેના વંશધરાના પ્રતાપે ભારતની કેવી પાયમાલી થઇ, અને છેવટે પેાતાની. જ સ્વાર્થાંધતાને લીધે હિંદુએની સમસ્ત આશાઓ અગાધ સાગરમાં કેવી રીતે ડૂબી ગઇ, તેનુ' વર્ણન કર્યું છે. અમે એમ ખતાવવાના પ્રયત્ન કર્યાં છે કે હિંદુઓને કાઇ પણ પ્રકારના અભાવ નહાતા, પણ એકમાત્ર સ્વાથૅધતાને લીધેજ તેમણે સર્વસ્વ ગુમાવ્યું છે, અને એકમાત્ર સ્વાપરાયણુતાને લીધેજ તેમા પરાધીન બન્યા છે; મતલબ કે હિંદુએ પેાતે પાતાનાજ પાપનું પરિણામ ભાગવી રહ્યા છે.
આ પુસ્તક તૈયાર કરવામાં મે' અનેક પુસ્તકા તથા પત્રિકાઓને આધાર લીધા છે, એટલા માટે તે સર્વત્ર પુસ્તાના લેખકા, અનુવાદ તથા સંપાદા વગેરેના અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
પેટ ભરવાની ચિતાજ જેના હૃદયમાં મુખ્યભાવે રહ્યા કરતી હાય, અર્થાત્ સવારથી સાંજપર્યંત જેને આજીવિકાઅર્થે જ પરિશ્રમ કરવા પડતા હાય; તેવા માણસે સાહિત્યસેવાની ભાવના રાખવી, એ એક પ્રકારની દુરાશા નહિ તેા બીજાં શું ? એવા મનુષ્યની સાહિત્યસેવામાં પુષ્કળ ભૂલા તથા ખામી રહી જાય, એમાં પણ આશ્ચર્ય શું? છતાં મેં પરિશ્રમ કરવામાં કાઇ જાતના સંક્રાચ કર્યાં નથી. ઇતિહાસ જેવા શુષ્ક વિષયને આ–વાર્તા તથા નવલકથાના—યુગમાં યથાશક્તિ રસિક બનાવવા માટે મેં ખના પ્રયત્ન કર્યાં છે. જો આ પુસ્તકના વાચનથી કાષ્ટના અંતઃકરણમાં કિંચિત્ માત્ર પશુ નિઃસ્વાર્થ સ્વદેશપ્રેમ જાગૃત થશે તે હું મારી નિંદા તથા મશ્કરી સાંભળને પણ દિલગીર થઈશ નહિ અને હ્રદ ઉપરાંતના શ્રમથી મારી તબિયત ખગડશે તાપણુ હું દુઃખિત થશે નહિ.
}
આરારિયા, (પૂણિયા) શ્રવણુ, ભગાબ્દ ૧૩૦૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી કિમચંદ્ર લાહિડી
www.umaragyanbhandar.com