________________
ગુર
સમ્રાટ અકબર
તેને કહી સંભળાવી. પાઠકે આ ઉપરથી જોઈ શકશે કે અનેક જન ઉપર આવેલા, વિકટ અરાવાળા, અને સેંકડો પર્વતથી વીંટળાયેલા જંગલી પ્રદેશના નિવાસીઓ પણ આ હતભાગ્ય ભારતવર્ષની ઐશ્વર્યાખ્યાતિ એકવાર સાંભળી ચૂકયા હતા. મધ્ય એશીઆના જંગલવાસીઓમાં પણ ભારતવર્ષનું ગૌરવ પ્રકટ થઇ ચૂકયું હતું. આ વૃદ્ધ સ્ત્રીને મેગલ રાજલક્ષ્મીનું રૂપક આપીએ તે પણ અગ્ય નથી. મોગલ રાજલમીએ પિતે જ વૃદ્ધ સ્ત્રીને વેશ લઈ બાબરને ભારતમાં આવવાને આગ્રહ કર્યો, એમ કહીએ તો પણ ચાલી શકે.
જે કારણોથી સમસ્ત પૃથ્વી આજે પણ ભારતવર્ષ તરફ ખેંચાય છે, તે જ કારણોથી બાબર ભારત તરફ આકર્ષાયા. તે મધ્ય એશીઆનાં જંગલો વટાવીને ધીમે ધીમે ભારત તરફ આવવા લાગે. રસ્તામાં કાબૂલનું રાજ્ય આવ્યું. તે સમયે કાબૂલના રાજપુરુષો પરસ્પર કલેશ-કંકાસ કરી રહ્યા હતા. આથી તીણ બુદ્ધિવાળા બાબરને ફાવવાને સારે લાગ મળે. તેણે ઇ. સ. ૧૫૦૪ માં કાબૂલ ઉપર અધિકાર મેળવ્યો. હવે બાબર એક તરફ પોતાના રાજ્યને ઉદ્ધાર કરવાની અને બીજી તરફ ભારત ઉપર ચડી આવવાની અહર્નિશ કલ્પનાઓ કરવા લાગે. બાબર ભારતમાં આવવાને તૈયારજ થઈ રહ્યો હતો. માત્ર તેને અમુક બહાનું કે માર્ગ જોઈતા હતા. ભારતવાસીઓએ પોતેજ બાબરને માટે માર્ગ તૈયાર કરી આપો. એ સમયે પંજાબમાં માંહોમાંહે કલહ ચાલી રહ્યા હતા, તેથી એક પક્ષે અન્ય પક્ષને હરાવવા બાબરને સહાયતા આપવાની વિનંતિ કરી. વિનતિને માન આપવાનું બહાનું કરીને જાણે ભારતવર્ષ ઉપર મહાન ઉપકાર કરવા આવ્યા હેય એવી રીતે બાબર હિંદમાં દાખલ થયે. ભારતના મનહર દયે તેને મુગ્ધજ બનાવી દીધો. તે લખે છે કે:-“અત્યારે પૂર્વ મેં ગ્રીષ્મપ્રધાન દેશ અથવા ભારતવર્ષ કદાપિ નજરે નિહાળ્યો નહે. હું જયારે અહિં આવ્યા ત્યારે મને એમજ લાગ્યું કે જાણે હું કોઈ એક નવીન પૃથ્વી ઉપર આવી ચડ્યો છું! અહિની લતાઓ-રેલીઓ, વૃક્ષમાળાઓ તથા વન્ય પશુઓ, એ સર્વ બહુજ સુંદર અને અપૂર્વ જણાય છે ! આ નૂતન પૃથ્વીના દર્શનથી મને બહુ આશ્ચર્ય થયું. વસ્તુતઃ મને આશ્ચર્ય થાય એવા અનેક કારણ પણ હતાં.”
જે બાબરે એક દિવસે શત્રુની નગરી-સમરકંદ ઉપર વિજય મેળવવા છતાં પિતાના સૈનિકોને લૂંટફાટ કરવાને સખ્ત નિષેધ કર્યો હતો, તેજ બાબર હવે પુનઃ પુનઃ ભારતમાં આવી અનેક ભારતવાસીઓને લૂંટી, રંજાડી તથા મારીને કાબૂલ તરફ પ્રસ્થાન કરવા લાગે.ચિતોડના મહારાણા સંગ્રામસિંહ ભારતમાં એ સમયે અત્યંત શકિતશાળી નરપતિ લેખાતા હતા. તેમણે ઉપરાઉપરિ પઠાણ સૈન્યને પરાજય કરી પઠાણ સમ્રાટોનું નામ-નિશાન પણ ભારતમાંથી ભૂંસી નાખ્યા છતાં ભારતની સમસ્ત શક્તિને એકત્ર કરી પુનઃ તેનું ગૌરવ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com