________________
एकविंश अध्याय-अस्ताचळे
આપણે હવે આપણા ચરિત્રનાયકના જીવનરૂપી મહા નદી પાર કરીને દુ:ખના સાગર–સંગમમાં આવી પહોંચ્યાં છીએ.
જે નાનીમેટી નદીઓ ભારતવર્ષના કલ્યાણાર્થે વિવિધ દિશામાંથી વહેતી વહેતી અકબરરૂપી મહાનદી સાથે સંમિલિત થઈ ગઈ હતી તે નદીઓ હવે પ્રાયઃ સૂકાઈ ગઈ છે ! શેખ મુબારક, અબુલફઝલ, બીરબલ તથા ફેઝી વગેરે નરવીરો કે જેમણે ભારતવર્ષમાં નૂતન યુગનાં કિરણો પ્રકટાવવાની આશાથી સમ્રાટને પ્રત્યેક પ્રકારની સહાયતા આપી હતી, તેઓ એક પછી એક પરલોકમાં જઈ વસ્યા છે! રાજા ટેડરમલ કે જે રાજ્યની સુવ્યવસ્થા રાખવામાં મહા પ્રતાપી ગણાતા હતા તે સંસારમાંથી ચાલી નીકળ્યો છે !રાજા ભગવાનદાસ કે જે હિંદુ તથા મુસલમાન સૈનિકોને મહાગૌરવના માર્ગે લઈ જવાને સમર્થ હોતે ૫ણુ સદાને માટે મહાનિદ્રામાં પડે છે! સમ્રાટના મિત્રને મેટે ભાગ પ્રભાતનાં નક્ષત્રની માફક ધીમે ધીમે અદશ્ય થઈ ગયો છે. જે સમ્રાટે મુસલમાની ઉન્નતિ માટે ભારે પ્રયત્નો કર્યા હતા, ભારે શ્રમ વેઠે હતા, અને જેમના હિતાર્થે હિંદુઓની સાથે તેમને સંમિલિત કરવાને ભગીરથ પ્રયાસ કર્યો હતો, તેજ મુસલમાનો હવે તેને નાસ્તિક તથા પાખંડી કહી સહસ્ત્ર જિવાઓ વડે સહસ્ત્ર પ્રકારે તેની નિંદા કરવા લાગી ગયા છે. જે પુત્રને તે પિતાના પ્રાણ કરતાં પણ અધિક ચાહતો હતો, તેજ પુત્ર અને હવે કૃતગ્ન થઈ બેઠો છે ! પિતાના પરમપ્રિય મિત્રનું તે પુત્રે ખૂન કર્યું છે અને ભયંકર બળ ઉઠાવવાને પણ તૈયાર થઈ ગયો છે. વિશાળ ભારતવર્ષની ભિન્ન ભિન્ન જાતિઓ પિતતાના ક્ષુદ્ર સ્વાર્થોને એક બાજુએ પડયા રહેવા દઈ, કલેશકંકાસને પરિત્યાગ કરી દેશની ઉન્નતિ અર્થે અંતઃકરણપૂર્વક એકત્ર થાય, નેહસંબંધને વશીભૂત થાય તથા ભારતમાતાને પ્રત્યેક સંતાન પોતાની વિવેકબુદ્ધિને અનુસરી વર્તવા લાગે, ઇત્યાદિ સમ્રાટના હૃદયની સઘળી શુભાશાએ ક્રમે ક્રમે અંતર્ષિત થતી ગઈ છે. તેની તબીઅત પણ હવે બગડી ગઈ છે. તે હવે અફીણને આશ્રય લઈ કાળના પ્રવાહમાં પિતાની જીર્ણ નૌકા ગમે તે પ્રકારે હંકાર્યો જાય છે!
પિતાના પરમપ્રિય મિત્રનું ખૂન કરનાર કપુત્રને પ્રિય રાન્ય અર્પણ ન કરવું, એ સમ્રાટે નિશ્ચય કર્યો હતે; પરંતુ આ સુવિશાળ સામ્રાજ્ય બીજા કાને સોંપતા જવું, એ પ્રશ્ન સમ્રાટને માટે મહા કઠિન થઈ પડે. તેણે જે સુંદર અમૃતવણે ભારતવર્ષમાં રોપ્યાં હતાં, તેને હદયનું પાણી પાઈ કણ ઉછેરશે તથા. કોણ તેને ફળ-ફૂલવાળાં બનાવશે, એનો નિર્ણય કરવા તેણે ઘણા ઘણા વિચારો કર્યા. સલીમસિવાય અન્ય એક દાનીઆલ નામને પુત્ર છે; પણ તે બહુ દારૂડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com