________________
૨૯૦
સમ્રાટ અકબર
વિવાહ કરવાને ચાલે છે. સમ્રાટે હિ દુરીત-રિવાજને માન આપી એક એવો હુકમ બહાર પાડયો કે-“ નજીકના કેઈ સંબંધીની પુત્રી સાથે પોતાના પુત્રનો વિવાહ કરે એ ઇચ્છવાયોગ્ય નથી. ભવિષ્યમાં કાઈ મુસલમાન એવા પ્રકારને વિવાહ કરી શકશે નહિ.”
કન્યાનાં માબાપે વિવાહ પૂર્વે કેટલુંક નાણું વરનાં માબાપને કે વરનાં માબાપે કન્યાનાં માબાપને આપવું પડે છે; અર્થાત કન્યાવિક્રયના તથા વરવિક્રયના કુ રિવાજે દેશના જુદા જુદા ભાગમાં વર્તમાનકાળે પણ ચાલી રહ્યા છે. સમ્રાટે આ કુરિવાજને દાબી દેવા પણ હુકમ બહાર પાડ્યા હતા. હજી પણ આ દેશમાંથી એવા ખેટા રિવાજ છેક નાશ પામ્યા નથી, પરંતુ અમને લાગે છે કે જ્યાં સુધી નાના પ્રકારના જ્ઞાતિભેદ દૂર નહિ થાય અને કન્યાની આપ-લેનું ક્ષેત્ર વિશેષ વિસ્તારવાળું નહિ બને ત્યાં સુધી કન્યાવિક્રય અને વરવિક્રય જેવા રાક્ષસી રિવાજે અટકે એવી આશા નથી.
જેઓ મેટાં શહેરમાં સુંદર મકાનની ચાર દિવાલની મધ્યમાંજ બેસી રહી જીવનપર્યત અભ્યાસ કર્યા કરે છે અને નાનાં નાનાં ગામડાંમાં કેવા હૃદયદ્રાવક બનાવ બને છે તે જોવાની કે સાંભળવાની પરવા રાખતા નથી, તેઓ વિધવા-વિવાહની સામે થાય તેમાં કાંઈ નવાઈ જેવું નથી. જેને પરમાત્માએ નેત્રો આપ્યાં છે તેઓ ખુલ્લી રીતે જોઈ શકે છે કે જેઓને હૃદય મળ્યું છે તેઓ પણ આટલી વાત સ્વીકારે છે, અને જેઓ આ દેશની યથાર્થ વસ્તુસ્થિતિથી પરિચિત છે તેઓ પણ અમારા કોસ્વરમાં પિતાને સ્વર મેળવીને આટલું તે કહે છે કે –“હિંદુસંસારમાં વિધવાઓ જેટલું દુ:ખ કે શૈર્ભાગ્ય અન્ય કોઈ પણ મનુષ્યપ્રાણીના શિરે તેવું સંભવતું નથી. વર્તમાનકાળે વિધવા જેવી અભાગિની અને દુઃખી જાતિ અન્ય કોઈ નથી. પૂર્વના સમયમાં વિધવા સ્ત્રીને ખાન-પાન તથા વસ્ત્રસંબંધી સઘળો ખર્ચ તેણીનાં સગાં-સંબંધીઓ તરફથી વિનાસંકોચે આપવામાં આવતા. પોતાના કેઈ સગા-સંબંધીની વિધવાને પિતાને ત્યાં સ્થાન આપવું, એ પ્રથમના દિવસોમાં બહુ માનભર્યું ગણાતું હતું. આજે તે ભૂતકાળને સુખમય પ્રવાહ વર્તમાનકાળના દુઃખમય સાગરમાં ભળી ગયું છે. આજે જીવનને એને કેટલો બધો વધી પડે છે! પિતાનું એકલાનું પેટ કેવી રીતે ભરવું, એ પણુ વર્તમાનકાળે એક મહા પ્રશ્ન થઈ પડયો છે ! પરોપકારની સુંદર પ્રવૃત્તિ કેવળ જીભ આગળ આવીને જ અટકી ગઈ છે. અર્થાત રસનાઈદ્રિયને સંતોષવા સિવાય અન્ય કોઈ પરોપકારનું કાર્ય જગતમાં હોય એમ હવે પ્રાય: મનાતું નથી. આવા સોગને લીધે આશ્રય વગરની વિધવા સ્ત્રીને કેટલાં દુઃખો તથા કલેશ વેઠવા પડતા હશે તેની ગણત્રી થઈ શકતી નથી. હતભાગિની બિચારી વિધવાને પ્રાતઃ
કાળથી લઇને તે રાત્રીના બીજા પહેરપર્યત એક ગુલામડીની માફક વૈતરું કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umarağyanbhandar.com