SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનીતિ સપડાયેલી સંતતિ સાહસ, હિંમત કે ત્યાગબળ દર્શાવી શકતી નથી. આ વિષે શું વિસ્તારથી કહેવાની જરૂર છે? નિત્ય તમારી દષ્ટિ પાસે જે સેંકડે પ્રસંગે બની રહ્યા છે, તે તરફ એકવાર દષ્ટિપાત કરે. સુધરેલા અને કેળવાયેલા હિંદી યુવકે નોકરીને માટે કેટલા પ્રહાર-તિરસ્કાર સહન કરી રહ્યા છે વર્તમાન યુવકવર્ગને સેવા સિવાય અન્ય માર્ગજ સૂઝત નથી ! કેટલા ડાહ્યા અને શકિતવાળા યુવકે નેકરીમાં પિતાનું આયુષ ગુમાવી રહ્યા છે, તે તરફ એકવાર નજર કરે. આ સઘળી દુર્ગતિના મૂળમાં બાળલગ્નજન્ય નિર્બળતા પણ કાંઇ જેવું તેવું કારણ નથી. હિંદી યુવકને જે નાનપણથી જ લગ્નની બેડીમાં પૂરવામાં ન આવતા હેત તે તેઓએ હિંદના કલ્યાણ માટે આજે સેંકડે નવા નવા હુન્નર-ઉદ્યોગ શોધી કઢાયા હતા અને પેટ ભરવા માટે જે અઘટિત દાસત્વ સ્વીકારવું પડે છે, તે પણ કયારનું એ દૂર થઈ ગયું હેત. અમે જે સમયની આ વાત કરીએ છીએ તે સમયે આ દેશમાં વર-વધૂને પરસ્પરનાં દર્શન કર્યા વગર અથવા પરસ્પરને ઓળખ્યા વગરજ લગ્નની ગઠિથી જોડાવું પડતું હતું. હિંદુ તથા મુસલમાન યુવકે પિતાના લગ્નના સંબંધમાં પિતાના વિચારે દર્શાવી શકતા નહિ. કન્યાઓના સંબંધમાં પણ તેવી જ સ્થિતિ હતી. વર-વધૂ પરણતાં પહેલાં એક-બીજાને જોઈ શકે તથા પરસ્પરના રૂપ-ગુણને પરિચય મેળવી શકે તે માટે સમ્રાટ અકબરે એ હુકમ બહાર પાડયું હતું કે પ્રત્યેક લગ્નમાં જેવી રીતે માતા-પિતાની સંમતિની જરૂર છે તેવી જ રીતે વર-વધૂની સંમતિ પણ જરૂરની છે. વર-વધૂની સંમતિ સિવાય લગ્નની ક્રિયા થઈ શકશે નહિ. પુરુષોના આરોગ્યને હાનિ ન પહોંચે એટલા માટે સમ્રાટે એક એવી આજ્ઞા બહાર પાડી હતી કે કોઈ પણ વૃદ્ધા સ્ત્રી યુવકપતિ સાથે લગ્ન કરી શકશે નહિ. મુસલમાનસમાજમાં પૂર્વે એવી કુરીતિ પ્રવર્તતી હતી. તે સમયે હિંદુઓમાં અને મુસલમાનમાં એક કરતાં વધારે સ્ત્રીઓ પરણ વાને રિવાજ હતો. વસ્તુતઃ એક પુરુષને અનેક સ્ત્રીઓ હેવી તે, એ કાળે બહુ નિંદાપાત્ર કાર્ય ગણાતું નહોતું. સમ્રાટ અકબરને જે કે રાજપદ્ધતિને ખાતર અનેક રાણીઓ કરવી પડી હતી અને કુમાર સલીમને પણ તેણે અનેક રાજબાળાઓ સાથે વિવાહ કર્યો હતે; છતાં સાધારણ જનસમાજની આરોગ્યતા સુરક્ષિત રાખવા, એકથી અધિક સ્ત્રીઓ પરણવાને તેણે પુરુષવર્ગને નિષેધ કર્યો હતો. તે સતત કહેતે કે-“જેઓ એક કરતાં અધિક સ્ત્રીઓનું પાણિગ્રહણ કરે છે તે હાથે કરીને પિતેજ પિતાને વિનાશ કરે છે. અલબત્ત, પુત્રપ્રાપ્તિ માટે અન્ય સ્ત્રીનું પાણિગ્રહણ કરવું પડે તો તે બહુ નિંદનીય નથી.” મુસલમાનસમાજમાં પિતાના કેઈ નિકટના સગાની કન્યા સાથે પત્રો Shree Strapthas Meni Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy