________________
સમાજનીતિ
પૂર્વે મેલેરીઆનું નામ-નિશાન પણ નહતું તે દેશમાં એવા રોગો ઘર કરી બેઠા તેનું શું કારણ? વળી જે ગૃહમાં કદાપિ મેલેરીઆ પ્રવેશ પણ કરી શકતો નથી તે ગૃહની પ્રજા પણ દિવસે દિવસે નિર્બળ બનતી જાય છે, તેનું શું કારણ? અમને જે સંપૂર્ણ સત્ય ઉત્તર આપવાની રજા આપવામાં આવે તે અમે કહીશું કે, બાળલગ્ન એજ માત્ર આપણું શારીરિક અવનતિનું એક મુખ્ય કારણ છે. જે તમને આ વાતમાં કઈ શંકા જેવું લાગતું હોય છે જે શરીરવિદ્યાના અને ભ્યાસ પાછળ સમસ્ત જીવન પૂરું કરે છે તે અભ્યાસીઓ પાસે જાઓ અને તેમની સલાહ લે. શારીરિક ઉન્નતિના અને અવનતિના વિષા ઉપર જેઓ રાત -દિવસ ગંભીરતાથી વિચાર કર્યા કરે છે તેમની પાસે જાઓ અને તેમને પૂછો. જેવા તેવા માણસની સલાહ લીધાથી તમને યથાર્થ સત્ય પ્રાપ્ત થાય એવી આશા સ્વખામાં પણ રાખશો નહિ. અનેક જળચર પ્રાણીઓ કમળની પાસે થઈને આવા -જા કરે છે, પરંતુ શું કમળનું યથાર્થ રહસ્ય તેઓ કદાપિ સમજી શકે છે ? ખરૂં પૂછો તો તમે શું ઓછા વ્યવહારકુશળ છે ? તમે ઘણી મહેનત કરી દૂરથી એક આંબાની ડાળ તમારા ગ્રહના આંગણામાં લાવો છો અને આમ્રફળની આશાથી તેને યોગ્ય સ્થાને રેપી દે છે. રોજ તમે તેની સારસંભાર લે છે, રાજ પાણી પાઓ છે, રોજ ખાતર વગેરે નાખે છે. આ પ્રમાણે આમ્રની આશાથી તમે પરિશ્રમ કરવામાં કશી કચાસ રાખતા નથી. તમારી સ્ત્રી તમને આ પ્રમાણે મહેનત કરતા જોઈને પૂછે છે કે –“ કાણું જાણે ક્યારેય ફળ આવશે, નકામી માથાકૂટ શીદને કરે છે ?” તમારો પુત્ર કહે છે –“પિતાજી ! આમાં કયારે ફળ આવશે?” ભાગ્યને થોડા સમયમાં જ જે પેલી નવી ડાળને મંજરી (હેર) બેસી જાય છે તે પુત્ર તથા સ્ત્રીના હૃદયમાં આનંદ સમાતું નથી, પરંતુ તમે તમારા અજ્ઞાન સ્ત્રી-પુત્રના આનંદથી છેતરાતા નથી. તમે જાણે છે કે અપકવ અવસ્થામાં આવેલી મંજરી જેવાં જોઈએ તેવાં સુંદર ફળો ઉત્પન્ન કરી શકતી નથી; તેથી તમે તમારા પરિશ્રમનો કે મહેનતને લેશમાત્ર પણ વિચાર નહિ કરતાં અતિ નિષ્ફરતાપૂર્વક પેલી મંજરી ભાંગી-તેડીને નાખી દે છે. એક વૃક્ષ ઉપર અપકવ અવસ્થામાં ફળ બેસવાની તૈયારી થાય તે તેનું કેવું બૂરું પરિણામ આવે તે તમે જાણી શકે છે, પરંતુ મનુષ્યપ્રાણુ અપકવ અવસ્થામાં ગર્ભ ધારણ કરે અને પુત્રરૂપી ફળ પ્રસવ કરે તો તેનું કેવું ભયંકર પરિણામ આવે તેની તમે કલ્પના સરખી પણ કરી શકતા નથી! તમારી બાહ્યદૃષ્ટિને તમે અંતરમાં કયારે ઉતારશે ?
* બાળલગ્નમાં અનેક લાભો રહેલા છે, એમ તકરારની ખાતર માની લેવાને તૈિયાર છીએ, પરંતુ આ પતિત દેશની પ્રજા બળવાન અને દીર્ધાયુષી થાય, તે માટે પ્રયત્ન કરવાની શું જરૂર નથી ? પ્રત્યેક મનુષ્યની શારીરિક અને માનસિક
Shree Sudharmaswami Gyanbhanda-Umara, Surat
www.umaragyanbhandar.com