________________
ર૭૦
સમ્રાટ અકબર
રાજા બીરબલ વગેરેએ ઉક્ત ધર્મ અંગીકાર કર્યો હતે. આ નૂતન ધર્મના અનુયાયીઓમાંને માટે ભાગ સુશિક્ષિત તથા કેળવાય હતે. તેમાં કઈ સારો દાર્શનિક, કોઈ મુખ્ય પ્રધાન, કોઈ કવિ, કોઈ ઐતિહાસિક કેાઈ સાહિત્યસેવક, કઈ અધ્યાપક તે કોઈ પ્રધાન સેનાપતિ પણ હતે. વસ્તુતઃ કેળવાયેલા મનુષ્યો સિવાય ભારતમાતાની જરૂરિયાત અન્ય કોણ સમજી શકે ? રાજનૈતિક જાતની આ દેશમાં કેટલી અગત્ય છે, તેને અન્ય કોઈને ખ્યાલ પણ કેવી રીતે આવી શકે ? કેળવાયલા વર્ગ સિવાય દેશોન્નતિ અર્થે અમુક આત્મભોગ આપવાને બહાર પણ કેણ આવે? અબુલફઝલ લખે છે કે:- સઘળા સંપ્રદાયમાંથી હજારો માણસોએ ઉકત નવીન ધર્મ સ્વીકાર્યો હતે.”બાદાઉનીએ લખ્યું છે કે;-“ માત્ર ૫-૬ વર્ષમાં જ ઇસ્લામ ધર્મનું નામ-નિશાન પણ ભૂંસાઈ ગયું હતું અને સર્વત્ર એક પ્રકારનું વિચિત્ર દશ્ય જ નજરે પડતું હતું.” આ ઉપરથી એટલું તે અના યાસે સિદ્ધ થઈ શકે છે કે ભારતવર્ષમાંથી ઈસ્લામધમેં એક વેળા એક પ્રકારની વિદાયગીરી લીધી હતી. બાદાનીના કહેવા પ્રમાણે સમ્રાટ અકબરે પિતાના સામ્રાજ્યમાં ધર્મસંબંધી સુધારાઓ કરવા એક મોટી સભા પણ બોલાવી હતી
અને તેમાં સંખ્યાબંધ હિંદુઓ તથા મુસલમાનોએ ભાગ લીધે હતે. સમ્રાટે . કેઈને પણ બળાત્કારપૂર્વક કે જોરજુલમથી નૂતન ધર્મની દીક્ષા આપી નહતી. વસ્તુતઃ જ્યાં સુધી કાઈપણ મનુષ્ય ખાસ આગ્રહપૂર્વક પ્રાર્થના ન કરે ત્યાં સુધી સમ્રાટ તેને નુતન ધર્માનુયાયીની પંકિતમાં દાખલ કરતો નહિ. જો કે અકબરે એક નજ ધર્મ ઉત્પન્ન કરવાનું સાહસ કર્યું હતું, પણ તેણે અભિમાનના આવેશમાં આવી જઈ એમ તે કદાપિ કહ્યું નથી કે –“ હુંજ માત્ર ઇશ્વર-પ્રેરિત અથવા સંપૂર્ણ જ્ઞાની છું. ” કેટલીકવાર તે આવાં સરળતાભર્યા વાક્યો પણ બોલી નાખતે કે –“ પિતેજ આંધળે છું તે પછી બીજાઓને સત્યમાર્ગે કેવી રીતે દેરી શકું?” “સત્ય તે મને એકલાને જ પ્રાપ્ત થયું છે અને હું જ માત્ર સત્યને અનુસરું છું, એમ છાતી ઠોકીને કણ કહી શકે તેમ છે?” તે સ્પષ્ટપણે કહેતે પણ ખરે કે-“ભારતવર્ષના કલ્યાણાર્થે મને જે યોગ્ય લાગ્યું છે તે મેં આપની પાસે રજુ કર્યું છે. તમને પિતાને જે તે આ અખંડ ભારતવર્ષના હિતાર્થે વાજબી જણાય તે તેને માન આપે. બાકી કોઇના પ્રત્યે આગ્રહ નથી.” બાદાઉની લખે છે કે:-“ કઈ કઈ નીચ વ્યકિતએ તલવારના બળથી નૂતન ધર્મને પ્રચાર કરવાની સમ્રાટને સલાહ આપી હતી, પરંતુ તેણે તેમ નહિ કરતાં માત્ર સમય અને સદુપદેશ ઉપરજ ધર્મપ્રચારનો સઘળો ભાર મૂક્યો હતો. તેણે જે પિતાના નવા ધર્મને બહેળે ફેલાવો કરવા થોડાઘણા પૈસે ખર્ચો હેત
તોપણ અમીર-ઉમરાવેને માટે ભાગ તથા સાધારણ જનસમાજને પણ SHટે ભાગ તેની પૈસાની જાળમાં ફસાયા વિના રહેતી નહિ.” બીજી તરફ
Shree Suunarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com