________________
ધર્મનીતિ
ર૬૯
બારી નીચે એક ખાટ ઉપર બેસાડવામાં આવતો અને એ ખાટ દેરડીવડે ધીમે ધીમે સમ્રાટના માળ પાસે ખેંચી લેવામાં આવતી. દેવીદાસ સર્વ પ્રથમ ગ્રંકાર મંત્રનો ઉચ્ચાર કરી, અતિ ઉદાર હિંદુધર્મનું માહાત્ય વિસ્તારથી પ્રકટ કરતે અને તે સાથે સમ્રાટને હિંદુધર્મની દીક્ષા આપવા વિવિધ યુકિતઓ રજુ કરતે. દેવીદાસને આ મધુર, કમળ તથા પ્રિય ઉપદેશ સાંભળી સમ્રાટ ઘણીવાર રેમાંચિત પણ થતું. તેણે પિતાના એક પૌત્રને ભણવાગણવવાને સઘળે ભાર એક વિદ્વાન બ્રાહ્મણ ઉપર મૂક્યો હતે. હિંદુ યોગીઓ પણ સમ્રાટને દીક્ષિત કરવાની શુભ ભાવનાથી સતત તેની પાસે આવ-જા કર્યા કરતા હતા. તેઓ તેને હિંદુધર્મનું રહસ્ય સમજાવવા વિવિધ પ્રયાસ કરતા હતા. પ્રત્યેક વર્ષે શિવરાત્રીએ હિંદુ યેગીસંન્યાસીઓની મોટી સંખ્યા સમ્રાટની આસપાસ એકત્ર થતી અને ગંભીરતાથી ધર્મચર્ચા કરતી. સંન્યાસીઓ અને યોગીઓ જે કે હિંદુ હતા તે પણ તેઓ સમ્રાટનું નિર્દોષ વર્તન તથા તેને નિર્મળ સ્વભાવ અનુભવી સમ્રાટપ્રત્યે અત્યંત પ્રેમ ધરાવતા હતા; એટલું જ નહિ પણ તેની સાથે બેસીને ખાન-પાન કરવામાં પણ વાંધો લેતા નહતા. બાદાઉની લખે છે કે – “મનુષ્યની આકૃતિ જોઈ પ્રકૃતિની પરીક્ષા કરી લેવાની જે શક્તિ સમ્રાટે પ્રાપ્ત કરી હતી, તે હિંદુ યોગીઓને જ આભારી હતી, કારણ કે હિંદુ યોગીઓએ જ તેને એવું શિક્ષણ આપ્યું હતું.” વસ્તુતઃ ઉપર કહેલી શકિત સમ્રાટે પોતાના વિશાળ અનુભવના પરિણામે પ્રાપ્ત કરી હતી, તે પણ હિંદુ યોગીઓ સમ્રાટને અંતઃકરણપૂર્વક ચાહતા હતા, એ વાતને સિદ્ધ કરવા ઉક્ત કથન બહુ ઉપયોગી થઈ પડે તેમ છે.
સમ્રાટે વિવિધ ધર્મોનાં રહસ્યો સમજી લઈ ઈસ. ૧૫૭૯ માં “ઈશ્વરને ધર્મ” નામને એક નૂતન ધર્મ પ્રચલિત કર્યો હતે. આ ધર્મ એક પ્રકાર ને સુધરેલે હિંદુધર્મજ હો, એમ અમે પૂર્વે એકવાર કહી ગયા છીએ. જેઓ પિતાની ઈચ્છાથી નિઃસ્વાર્થભાવે ઉકત ધર્મ સ્વીકારવાને તૈયાર થતા, તેમજ સમ્રાટ તે ધર્મની દીક્ષા આપતો હતો. તેઓ રવિવારના દિવસે બપોરે ઉઘાડે માથે, હાથમાં પાઘડી લઈ સમ્રાટની પાસે આવીને ઉભા રહેતા અને ત્યારબાદ સમ્રાટનાં ચરણે સાથે પિતાના મસ્તકને સ્પર્શ કરતા. સમ્રાટ અકબર તેમને પિતાના હાથથી ઉભા કરે અને તેમના હાથમાં રહેલી પાઘડી તેમના શિર ઉપર સ્થાપતે. તેણે પિતાના શિષ્યોને ઈશ્વરના નામવાળે એક ચાંદ પણ અર્પણ કર્યો હતો. અબુલફઝલ લખે છે કે –“ સમ્રાટ એમ કહે કે માત્ર ઈશ્વર સિવાય મનુષ્યનો સ્વામી અન્ય કઈ હોઈ શકે નહિ, એટલા માટે શિષ્યને “સેવક” નું ઉપનામ આપવાને બદલે “ચેલા'નું ઉપનામ આપવાનું તે વિશેષ
Shree Sudhamaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com