________________
ધર્મનીતિ
૨૬૫
એ છીએ કે ભવિષ્યમાં ધર્મસંબંધી મતભેદ ઉત્પન્ન થતા સમ્રાટ અકબર પિતેજ રાજનીતિને અનુસરીને જનસમાજના હિતાર્થે જે છેવટને નિર્ણય કરશે, તે આપણે સઘળાએ-સઘળી કામાએ પાલન કરવું પડશે; વળી સમ્રાટ ધર્મસંબંધે કેઈ ને નિયમ પ્રવર્તાવે તે પણ જે સાધારણ જનસમાજને માટે હિતકર હશે
અને કુરાનની આજ્ઞાને અનુસરત હશે, તે તે પણ આપણે સઘળાએ—સઘળી કેમેએ માન્ય કરે પડશે. x x x” આ સુપ્રસિદ્ધ ઢઢેરા ઉપર મહાત્મા મુબારકે, અબુલફૈઝીએ તથા અબુલફઝલ જેવા સમ્રાટના અંતરંગ મિત્રોએ આનંદપૂર્વક સહીઓ કરી આપી હતી. મૌલવીઓ ખુલ્લીરીતે સમ્રાટની સામે પ્રતિકૂળતા દર્શાવી શકે તેમ નહોતું; તેથી તેમણે પણ અનિચ્છા છતાં પિતાપિતાની સહીઓ કરી આપી હતી. આથી ધર્મસંબંધી મુખ્ય સત્તા સમ્રાટના હાથમાં આવી હતી. તેણે રાજનીતિની હદમાં રહીને, આ અનેક ધર્મ અને કેમેવાળા ભારતવર્ષમાં, સાધારણ જનસમાજના મંગલાથે, પિતાને ગ્ય અને આવશ્યક જણાય તેવા અને કુરાનની આજ્ઞાને પણ અનુકૂળ થઈ પડે તેવા નિયમ ધીમે ધીમે પ્રવર્તિત કરવાની સત્તા પિતાના હાથમાં લીધી.
ત્યારબાદ અકબરે અનેક દિવસે અને રાત્રી પર્યત સતત શાંતભાવે તથા સ્થિરપણે, મોલવીઓના મુખથી ઈસ્લામધર્મની સઘળી યુકિતઓ સાંભળીને તેને ગંભીરતાથી મનન કર્યું હતું. મૈલવીઓની દલીલ સાંભળી રહ્યા પછી સમ્રાટે તે ધર્મની કેટલીક બાબતોની વિરુદ્ધમાં પિતાનો અભિપ્રાય પ્રસિદ્ધ કર્યો હતો.
સમ્રાટ મહંમદીય ધર્મને માનતા નહે તે પણ મહંમદ પોતે એક મહાન પ્રતિભાવાળા પુરુષ હતા, એમ માની તેમના પ્રત્યે સન્માનબુદ્ધિ ધરાવતા હતા. સમ્રાટે નૂતન ધર્મને પ્રચાર કર્યા પછી થોડા જ દિવસમાં એક મુસલમાન અમાત્ય મકકાથી હજ કરીને મહંમદના પગલાંની આકૃતિવાળો એક પથ્થર લઈને હિંદુસ્તાન આવતું હતું. આ વાત સમ્રાટના જાણવામાં આવી એટલે તે આઠ માઈલ સુધી સામે ગયો હતો અને પેલા અમાત્યની પાસેથી મહંમદનાં પગલાં અતિ માનપૂર્વક પિતાને ત્યાં લઈ આવ્યા હતા. સમ્રાટનાં સગાં-વહાલાંઓ મકકા ખાતે જવાની ઇચ્છા દર્શાવતાં ત્યારે તે પિતાની રાજી-ખુશીથી તેમને ત્યાં મોકલી દેતો. સામ્રાજ્યને કેઈ નેકર જ્યારે મકકા ખાતે યાત્રાર્થે જતા ત્યારે સમ્રાટ તેને ગ્ય ધનસહાય આપી રવાના કરતા અને મકકામાં વસતાં ગરીબ-ગુરબાઓને વહેંચી આપવા યોગ્ય ભેટ પણ મોકલી દે. સમ્રાટે પિતાની સમસ્ત જીંદગીમાં કઈ પણ યથાર્થ સાધુ પુરુષપ્રત્યે અપમાન, અભક્તિ કે અશ્રદ્ધા દર્શાવી નથી.
| ક્રિશ્ચિયન ધર્મનુયાયી પોર્ટુગીઝે ગોવામાંથી સમ્રાટની પાસે આવ્યા ત્યારે Shr સમ્રાટે તેમને સારો આવકાર આપ્યું હતું. યુરોપની પરિસ્થિતિ, યુરોપની રાજ
www.umaragyanbhandar.com