________________
ર૪૪
સમ્રાટ અકબર
સમ્રાટે પ્રજાહિતનાં કર્તવ્ય કરવામાં કદાપિ આળસ કર્યું નથી. એક દિવસે દરબારમાં આવીને કેઈએ સમાચાર આપ્યા કે અમુક સ્થળે અનેક બહારવટીઆઓ વસ્તી ઉપર ત્રાસ વર્તાવી રહ્યા છે. તે જ ક્ષણે સમ્રાટે પિતાના બહાદુર સૈનિકોને રવાના કર્યા પરંતુ તેઓ પણ બહારવટીઆઓની સામે ફાવી શકે તેમ નથી, એમ સમ્રાટના જાણવામાં આવતાં તે પિતે શસ્ત્ર-અસ્ત્ર ધારણ કરી લડવાને બહાર પડે. લૂંટારાઓ ને સમ્રાટ વચ્ચે ભારે યુદ્ધ થયું. છેવટે સમ્રાટે એ લડાઈમાં અને નેક બહારવટીઆઓને નાશ કરીને તથા બાકીનાઓને કેદ કરીને પ્રજા ઉપરને ઉપદ્રવ સદાને માટે શાંત કર્યો હતો. પ્રજાનાં સુખ-દુઃખને સમ્રાટ પિતાનું જ સુખ -દુ:ખ સમજાતે હતે.
દયા–સમ્રાટની દયા સંબંધે એકવાર આ દેશમાં કહેવત પ્રચલિત થઈ હતી; અર્થાત વાર્તાલાપપ્રસંગે પણ અકબરની દયાનાં દસ્કૃતિ આપવામાં આવતાં હતાં. જર્મન રાજકુમાર નેવર લખે છે કે –“સામ્રાજ્યના સંરક્ષણ અર્થે જઈએ તે કરતાં વિશેષ રકતપાત સમ્રાટે કર્યો નથી.” બાદાની કહે છે કે –“સમ્રાટમાં એટલી બધી દયાવૃત્તિ હતી કે તે દયા છેવટે દેષરૂપે ગણવા લાગી હતી. ” મતલબ કે સમ્રાટનાં વિવિધ કર્તવ્યો તેના હૃદયની ઉદારતાની તથા મહત્તાની આજે પણુ ગંભીરસ્વરે ઘોષણા કરી રહ્યાં છે. સમ્રાટ જ્યારે દરબારમાં આવીને બેસતો ત્યારે એકાદ ખજાનચી સોના-રૂપાની અસંખ્ય મહેરો લઈને સમ્રાટની પાસે ઉભે રહેતા અને અકબરની આજ્ઞા પ્રમાણે હાજર થયેલા દીન-દરિકી મનુષ્યોને તે વહેંચી આપત. સમ્રાટ જ્યારે રાજમાર્ગ ઉપર ફરવા નીકળો ત્યારે પણ તેની સાથે એકાદ ખજાનચી હાજર રહેતા અને સમ્રાટની આજ્ઞાનુસાર દરિકીઓને ધનદાન આપત. તેણે ફતેપુર–સીકી ખાતે એક નાનીસરખી તળાવડી બોદાવી હતી અને તે વિવિધ મુદ્રાઓથી સર્વદા પરિપૂર્ણ જ રાખવામાં આવતી હતી. પ્રાત:કાળથી લઈને રાત્રિના બીજા પહેર સુધી ઉકત સ્થળે ગરીબ ગ્ય પ્રમાણમાં મદદે મેળવી શકતાં હતાં. સમ્રાટના સમયમાં ધર્મ કે જ્ઞાતિના ભેદો નહોતા, એ વાત અમે પૂર્વે અનેક વાર જણાવી ગયા છીએ. સહાય આપતી વેળા પણ ગરીબ, મૂર્ખ, પંડિત કે ધર્મ દિવા જાતિને લેશ પણ ભેદ રાખવામાં આવતો નહોતો. જેઓ ખાનદાન કુળમાં જન્મ્યાં હોય, પરંતુ ગ્ય કેળવણીના અભાવે પિતાનું ભરણપોષણ ચલાવી શકતાં ન હય, અથવા જેઓ ભયંકર રોગો અને વ્યાધિઓ કિંવા વૃદ્ધાવસ્થાને લીધે શ્રમ કરી શકે તેમ ન હોય તેમને સમ્રાટ તરફથી વિનાસંકોચે બહોળા પ્રમાણમાં ધનદાન આપવામાં આવતું. કેઝ કઈ વાર લાખો દીન-દરિદ્રી મનુષ્યોને બોલાવી સમ્રાટ મુકતહસ્તે લાખે સ્વર્ણ
મુદ્રાઓ ( સોનામહોરો) વહેંચી દે. Shree Sud સામ્રાજ્યના અનેક ભાગોમાં સમ્રાટે દરિદ્ર-આશ્રમ, અનાથાશ્રમે તથા ઔષ
III
સામ્રાજ્યના અને
Iક ના Shree Sudhat maswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com