________________
૨૪૨
સમ્રાટ અમર
ઉતરતે નખરે બાબા રામદાસનું નામ આવતું. રામદાસ પણ તે કાળે પ્રસિદ્ધ સંગીતશાસ્ત્રી ગણાતા હતા. એકવાર પોતાના અદ્દભુત સંગીતવડે બહેરામ'ને મુગ્ધ કરી તેણે એક લાખ રૂાપયાનું ઇનામ પ્રાપ્ત કર્યું હતું. સમ્રાટ અકબર પોતે સંગીતને અંતઃકરણપૂર્વક ચાહતા એટલુજ નહિ પણ ખુદ પોતે પણ 'ગીતવિદ્યામાં બહુ સારી કુશળતા ધરાવતા હતા. સમ્રાટની રાજસભામાં સંગીતશાસ્ત્રઓના સાત વિભાગા હતા. પ્રાતઃકાળ પૂર્વે રાત્રિના શાંત સમયે સમ્રાટ નિત્ય એક એક વિભાગનું સંગીત સાંભળવા એસા. સંગીત એ મુસલમાન ધર્મથી વિરુદ્ધ છે, એમ ધારી આરંગઝેબે સગીતશાસ્ત્રીઓને પેાતાની રાજસભામાંથી કહાડી મૂકયા હતા. કારીમાં લખે છે કે:- આથી સંગીતશાસ્ત્રીઓને ખરેખર બહુજ લાગી આવ્યું. તેમણે સત્રળાએ એકત્ર થઇ, એક કૃત્રિમ મુડદુ ઉપાડી, મોટેથી વિલાપ કરતાં કરતાં આર ગઝેબના મહેલની પાસે થઇને એક દિવસે ચાલવા માંડયું. વલાપના કરુણ સ્વર સાંભળીને ઔર ંગઝેબ મહેલની ખારી પાસે આવીને ઉભા રહ્યો અને આટલા બધા માણસા ાના મૃત્યુથી વિલાપ કરે છે, તે જાણવા માગ્યું. પેલા સંગીતવેત્તાએ આરંગઝેબને ઉત્તર આપ્યો કે: “ નામદાર ! રાગિણીરૂપી સુંદરી મૃત્યુ પામી છે, તેથી અમે તેને રાતા રાતા કારમાં દાટવા માટે લઇ જઈએ છીએ. ” આર્ગઝેબે કહ્યું કેઃ—“ બહુ ઠીક થયું; પણ એ રાગિણીસુ ંદરીને જમીનમાં એટલી તા ઉડી ઘાટજો કે ક્રીથી તેને સ્વર પણું બહાર આવવા ન પામે અને તે અમારે કાને પણ ન પડે. ” માત્ર રાગિણીસુંદરીનેજ નહિ, પશુ માગલસામ્રાજ્યની રાજ્યલક્ષ્મીને પણ આર’ગઝેબે એવી તેા રસાતળે મોકલી દીધી હતી કે ફરીથી એ રાજ્યલક્ષ્મી યુગાના યુગા પસાર થવા છતાં ઉડીજ શકીશ નહિ, એટલુંજ નહિ પણ ભવિષ્યમાં ઉડી શકે એવા સંભવ પણ રહેવા દીધો નહિ.
,,
સમ્રાટના મત્રીભાવ—સમ્રાટ અકબર રાજ્યની પ્રજાના એક ખરેખરા અને ચથા મિત્ર હતો. તે મહાન અમીરા, ઉમરાવા કે શ્રીમંતા કરતાં પણ સામાન્ય જનસમાજમાં ભળવાનું વિશેષ પસંદ કરતા હતા. પ્રજાગણની સાથે દયા તથા પ્રેમપૂર્વક વાર્તાલાપ કરવાના તેનામાં એક દૈવી ગુણુ હતા. ગમે તેવા પણ દીન અને દરિદ્ર મનુષ્ય સમ્રાટ પાસે આવી શકે અને પેાતાનું સુખદુઃખ જણાવી શકે એવા તેણે દેખત રાખ્યા હતા. ધણીવાર સમ્રાટ કૃત્રિમ વેષ પહેરી જનસમાજની અગવડા તપાસવાને બહાર નીકળી પડતા. કૃત્રિમવેષે તે ગરીબ મનુષ્યાની ઝુંપડીમાં દાખલ થતા અને થાડા સમય ત્યાં બેસી તેમનાં દુઃખા જાણી લઇ, તે દુઃખા દૂર કરવાને પાતાથી બનતું કરતા. કેટલીકવાર તેા તે પેાતાના અમાત્યને કાઇ પણુ પ્રકારની ખાતમી આપ્યા વગર રાજધાનીમાંથી છાનામાના બહાર નાકળી જતા અને દેશની અવસ્થાના પ્રત્યક્ષ અનુભવ મેળવવા ચોતરફ છૂટથી ભ્રમણ કરતા. તે ભ્રમણુ દરમિયાન ગરીબ મનુષ્યાની તંગી દૂર થતી, જનસમાજપ્રત્યેના અન્યાયા તથા
અનાચારી દૂર થતા અને દુરાચારી તથા જુલમી મનુષ્યોને સખ્ત સજા થતી.
Shree Sudnarmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com