________________
શાસનનીતિ
૨૩.
પ્રત્યે સમાનભાવ રાખી શકે તેમ હોય, શત્રુ તથા મત્રને પક્ષપાત વગર ન્યાય આપી શકે તેમ હોય, સર્વ ધાર્મિક સંપ્રદાયની સાથે સહદયતાથી વતી શકે તેમ હેય અને ટુંકામાં સર્વ પ્રજાજનોને જે સ્નેહપાત્ર હેય તેને સમ્રાટ વકીલનું મહાનપદ અર્પણ કરતે. હરકોઈ પ્રકા રાજ્યનું તથા પ્રજાનું હિત કરવું એ વકીલનું મુખ્ય કર્તવ્ય-કર્મ ગણાતું હતું. કર ખાતાને ઉપરી પ્રધાન વજીર તથા દીવાનના નામથી ઓળખાતું હતું. જે પુરુષ ગણિતશાસ્ત્રમાં બહુજ કુશળ હેય, નિર્લોભી હોય તેની સાથે સાવધાન, સુદક્ષ, સત્યવાદી તથા સાધુચરિત હેય અને જેની લેખનશૈલી બહુજ સ્વચ્છ તથા મનહર હેય તેને સમ્રાટ અકબર વજીર તથા દીવાનના પદે નિયુક્ત કરતે. રાજ્યની ત્રિજરીની તપાસ રાખવી અને રાજ્યના સઘળા હિસાબો તપાસી જવા એ તેનું મુખ્ય કર્તવ્ય ગણાતું હતું. જેઓ પિતાની બુદ્ધિશકિત, તીક્ષ્ણ વિવેકશકિત તથા મનુષ્યસ્વભાવસંબંધી ઉંડા જ્ઞાનદ્વારા દરબારગૃહને દીપાવી શકે તેમ હોય અને જેઓ પોતાની નિસ્વાર્થતા, અકપટતા, મધુર ભાષા તથા સૌજન્યદ્વારા જનસમાજમાં ઉંડી અસર કરી શકતા હોય તેમને સમ્રાટ અકબર સભાસદતરીકે રાજસભામાં નિયુકત કરતે. આ સભાસદમાં દાર્શનિકે (ફીલસુફ)ને અગ્રપદ આપવામાં આવતું હતું. તેઓ પિતાના દષ્ટાંતદ્વારા સમાજની કુરીતિઓ તથા દુરાચાર દૂર કરવાનો પ્રયત્ન કરતા. કવિઓ, વૈદ્યો તથા ન્યાયાધીશ પણ સભાસદ તરીકે રાજસભામાં વિરાજતા હતા.”
સુબા–સમ્રાટે પિતાના સુવિશાળ મેગલ સામ્રાજ્યને અઢાર (પરગણું ) સુબાઓમાં વહેંચી દીધું હતું. આ અઢાર સ્થળોનાં નામે નીચે પ્રમાણે છે – (૧) દિલ્હી, (ર) આગ્રા, (૩) અલાહાબાદ, (૪) અયોધ્યા, (૫) બિહાર, (૬) બંગાળ, (૭) જાહેર, (૮) મુલતાન, (૯) કાબૂલ, (૧૦) અજમેર, (૧૧) માળવા, (૧૨) બીરાર, (૧૩) ખાંડવ પ્રદેશ, (૧૪) અહમદનગર, (૧૫) ગુજરાત, (૧૬) વિદર્ભ, (૧૭) હૈદ્રાબાદ, (૧૮) વિજાપુર
ઉડીસા પ્રાંતને સમાવેશ બંગાળામાં અને કાશ્મીર પ્રદેશને સમાવેશ કાબલ -પરગણામાં કરવામાં આવ્યો હતો.
સુબેદાર–સુબેદારો મેગલ રાજ્યના પ્રતિનિધિતરીકે પિતતાના પ્રાંતની વ્યવસ્થા કરતા હતા, તેમજ પ્રજાનું રક્ષણ કરી પ્રસંગ આવ્યે યુદ્ધમાં પણ જતા હતા. સુબેદારની જ્યારે નિમણુંક થતી ત્યારે તે નિમણુકસંબંધી આઝાપત્રમાં ખુલી રીતે એમ જણાવવામાં આવતું કે, “તમારી સત્તા નીચેની પ્રજા જે પ્રકારે સુખી અને નિરેગ રહે તે પ્રકારે તમારે તમારી રાજ્યવ્યવસ્થા કરવી. બળવાન મનુષ્યો દુર્બળ મનુષ્યોને હેરાન કરે નહિ અને જે જગ્યાને ભોગવટે
અનેક વર્ષોથી મનુષ્યો કરતા આવ્યા હોય તેમાં કઈ દખલ કરે નહિ, અર્થાત - અન્યાયથી કાઈ મનુષ્ય ફાવી જાય નહિ તે માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com