________________
સમ્રાટ અકબર
છીએ. હિંદુઓનું વિનાઅપરાધે ખૂન કરવું, તેને તેઓ મહા પવિત્ર કાર્ય લેખતા હતા. ગમે તે પ્રકારે હિંદુની હત્યા કરનારને “ધર્મવીર ” ની અતિ મહત્વપૂર્ણ પદવી આપવામાં આવતી હતી. સમ્રાટના સમયની તથા તેની પહેલાં ની પરિસ્થિતિ કેવી હતી, તેને ખ્યાલ અમારા વાચકોને એટલા ઉપરથી આવી શકશે.
જે ભારતવર્ષમાં હિંદુ અને મુસલમાન વચ્ચેના વિવાદમાં અપરાધી મુસલમાનને માનપૂર્વક છોડી દેવામાં આવતા અને નિરપરાધી હિંદુને સખત સજા કરવામાં આવતી, જે ભારતવર્ષના ધનવાન અને ગરીબ વચ્ચેના કલેશ-કંકાસનો નિર્ણય, નિત્ય ધનવાન પક્ષની તરફેણમાં જ કરવામાં આવત-એક ધનવાન પુરુષને ગમે તે ભારે અપરાધ પણ જાતે કરવામાં આવતા અને જે ભારતવર્ષમાં જનસમાજને મેટ ભાગ નિરંતર દુઃખ અને ત્રાસમાંજ જીવન પૂરું કરતે, તે ભારતવર્ષમાં સમ્રાટ અકબરે નીતિ, ધર્મ અને પદવીના ભેદભાવ વગર સર્વને એકસરખો ન્યાય આપવાનો પ્રબળ પ્રયત્ન આરંભ્યો હતો. ન્યાયાધીશમાં હિંદુ અને મુસલમાન તથા ધનવાન અને દરિદ્ર એવો ભિન્નભાવ રહેવા દીધા નહોતા. જનસમાજની સ્વાભાવિક સ્વતંત્રતામાં વચ્ચે પડવાને કોઈ પણ અમલદારને કે ધર્મગુરૂને અધિકાર નથી, એમ સમ્રાટે ખુલ્લી રીતે જાહેર કર્યું હતું. ભારતવર્ષ જેવા વિશાળ દેશમાં જે કાળે દિલ્હીશ્વરો વેચ્છાચારી થવામાં પિતાનું મહત્વ સમજતા હતા અને મોજશોખનેજ સર્વસ્વ માનતા હતા, તે દેશમાં સમ્રાટ અકબરે જનસમાજની ઈચ્છા પ્રમાણે રાજ્યનાં ધારા-ધોરણે નકકી કરવાનું પવિત્ર કામ આરંભળ્યું હતું. રાત્રિ અને દિવસ કેવળ પ્રજાના કલ્યાણુથેજ વિવિધ જનાઓ બહાર પાડવા માંડી હતી. જે ભારતવર્ષમાં એક પ્રાંતના રહેવાસીઓ અન્ય પ્રાંતના રહેવાસીઓ સાથે યુદ્ધ કરવામાંજ પિતાના બળની સાર્થકતા સમજતા હતા, મુસલમાને નિરંતર હિંદુઓને કચડી નાખવામાંજ પિતાની સત્તાની ઉપયોગિતા માનતા હતા અને હિંદુઓનું સત્યાનાશ હાડવું તેને ધાર્મિક –પવિત્ર કાર્ય લેખતા હતા, તે દેશમાં સમ્રાટ અકબરે શાંતિ અને મૈત્રી સ્થાપવાના ભગીરથ પ્રયત્ન કર્યા હતા. હિંદુ અને મુસલમાન વચ્ચે લગ્નની પ્રથા પણ તેણે ચાલુ કરી હતી. ભારતવર્ષના વિવિધ ધર્મો વચ્ચેના કોશે શાંત કરી, સર્વ ધર્મોમાં એકવાકયતા રહેલી છે, એમ સિદ્ધ કરી, સમગ્ર ભારતને માટે એક નૂતન ધર્મની પ્રતિષ્ઠા કરવાની હિલચાલ કરી હતી. ભારતની જૂદી જૂદી જાતિઓને એકત્ર કરી એક પ્રબળ રાજનૈતિક જાતિ ઉત્પન્ન કરવાને તેણે પ્રયત્ન કર્યો હતે. જે દેશમાં હિંદુ અને મુસલમાનને ધર્મની અમુક આજ્ઞાનું, વિચાર કર્યા વગર પાલન કરવાની ફરજ પાડવામાં આવતી હતી, તે દેશમાં સમ્રાટ અકબરે પ્રત્યેકને ધર્મસંબંધી એકસરખી સ્વતંત્રતા અપી હતી. જે દેશમાં મુસલમાને કુરાનની " શામક આશાનું કિંચિત પણ ઉલંઘન કરતા કે ધર્મસંબંધે અમુક નવીન વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com