________________
રાણી ચાંદબીબી અને દક્ષિણ પ્રદેશ
૨૦૭
સર્વને અનુમતિ આપવામાં આવી હતી. કિટલા ઉપર ચડવાને માત્ર એકજ માર્ગ હતો. તે માર્ગની રક્ષામાટે કિલ્લાની બહાર–પણ પર્વત ઉપરજ–ઉપરાઉપરિ બે કિલ્લાઓ આવેલા હતા. જ્યાં સુધી શત્રુપક્ષ આ બહારના બે નાના કિલાઓ ઉપર ફતેહ ન મેળવે ત્યાં સુધી અંદરના મહાન કિલ્લા સુધી તે પહેચી શકે નહિ. મુખ્ય કિલ્લા ઉપર ઉભા રહીને જે નીચે દૃષ્ટિ કરીએ તે પર્વત ઉપરના બીજા બે કિલાઓ પણ જાણે કે પૃથ્વીની સપાટી ઉપરજ આવેલા છે, એમ લાગ્યા વિના રહે નહિ. પર્વતની તળેટીમાં ઉભા રહીને જે ઉપર દૃષ્ટિ કરી હોય તે જાણે આકાશને અને કિલ્લાને માત્ર હાથ–તનું જ અંતર હેય, એમ જણાયા વિના રહે નહિ. પર્વત ઉપર એક નાનું સરખુંગામડું હતું. તે પણ નગરી જેવું જણાતું હતું. કિલ્લામાં દાખલ થવાને જે એક માર્ગ અમે ઉપર જણાવી ગયા તે સિવાય અન્ય પણ એક માર્ગ હતું. આ બીજે માર્ગ પર્વતને છેતરીને પર્વતની અંદર થઈને ભંયરાની માફક તૈયાર કરવામાં આવ્યો હતો. આ માર્ગ કેવી રીતે તૈયાર થયે હશે તેનો વિચાર કરતાં આપણને આશ્ચર્ય થયા વિના રહે તેમ નથી પ્રસંગે પાત કિલ્લામાં રહેલું લશ્કર ઉકત ભયરામાં થઈને અકસ્માત તળેટીમાં આવતું અને દુશ્મનપક્ષની છાવણી ઉપર સખ્ત મારો ચલાવી પુન: તેજ ગુપ્તમાર્ગે પર્વત ઉપર હાજર થઈ જતું. ગુપ્તમાર્ગમાંથી આવ-જા કરવામાં વિશેષ સમયને વ્યય પણ થતો નહોતો અને ઇચ્છિત કાર્ય તરતમાંજ સિદ્ધ થઈ જતું. ગુપ્તમાર્ગનું દ્વાર પણ ઉપરથીજ બંધ થાય, એવી રચના કરવામાં આવી હતી. ફિરિસ્તાએ લખ્યું છે કે આશા આહિર નામના એક હિંદુરાજાએ ઉક્ત કિટલે બંધાવ્યો હતો. ફેઝી શરહિંદી જણાવે છે કે –“ ગમે તેટલા લાંબા સમયપર્યત ઉકત કિલ્લા ઉપર ઘેરે રાખવામાં આવે તે પણ એ કિલે સર કરે અસંભવિત છે.” જેઓએ દુનિયાના દૂર દેશમાં મુસાફરી કરી છે અને જેમણે એશીઆ તથા યુરોપના અનેક પ્રસિદ્ધ કિલાઓનાં દર્શન કર્યા હતાં તેઓએ પણ આટલી વાત તે ખુલ્લાહદયે સ્વીકારી છે કે આસીરના કિલ્લા જે અન્ય એક પણ કિલ્લે પૃથ્વીતળ ઉપર હો સંભવ નથી. આસીરના પર્વત પાસે બીજે પર્વત નથી. તેથી તેની આસપાસ સમતળ પૃથ્વી સિવાય અન્ય કઈ પણ જણાતું નથી. પર્વતની આસપાસ એવી ઝાડી કે વન પણ નથી કે જેમાં છુપાઇને દુશ્મને કિલા ઉપર ગોળીઓનો મારો ચલાવી શકે. પૃથ્વી પરની આશ્ચર્યકારક લેખાતી વસ્તુઓ પૈકી આ કિલ્લે પણ એક અદ્ભુત સ્થાન છે, એમ કહેવામાં હરકત નથી. જેમણે આ કિલ્લો એકવાર પ્રત્યક્ષ જોયો નથી, તેમને તેનું યથાર્થ સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કરે વૃથા છે.
આસીર કિલાના નૃપતિએ અર્થાત બહાદૂર પિતાની સાથે ચેડા હાઆને લઈ પર્વત ઉપરથી નીચે આવી સમ્રાટના સેનાપતિ ફરિદની સાથે મુલાકાત
Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com