________________
ર૦૬
સમ્રાટ અકબર
મોકલી બહુ સમજુતી આપી; પણ બહાદુર છેવટ સુધી સમજે નહિ. આથી અબુલ ફઝલને ખાંડવ પ્રદેશના શાસનકર્તા તરીકે નિયુક્ત કર્યો અને તેની રાજધાની અસીરદુર્ગ ઉપર હલ્લે કરવાની સેનાપતિ ફરીદને આજ્ઞા કરી તથા અહમદનગર ઉપર ઘેરો ઘાલવાને ભાર કુમાર દાનીઆલ તથા ખાનેખાના અબ્દુલ રહિમ ઉપર નાખવામાં આવ્યો.
પરંતુ અહમદનગરની રાજલક્ષ્મી અત્યારે પૂર્વે કયારનીએ અંતહિત થઈ ગઈ હતી. રાણી ચાંદબીબીના કેટલાક વિશ્વાસુ સૈનિકે એ દુશ્મનની ઉશ્કેરણીથી ઉત્તેજિત થઈ રાણીના અંતપુરમ જ અતિ નિષ્ફરપણે તેને મારી નાખી હતી; જેથી હવે નગરીનું રક્ષણ કરવાને આગળ આવે એવી કોઈ જ વ્યક્તિ રહી નહતી! જે વીર રમણ વિષે હાથમાં ખગ અને ઢાલ લઈ સૈનિકેને ઉત્સાહિત કરતી હતી અને જે વીરબાળા સ્વદેશની ખાતર પોતાના પ્રાણને ભોગ આપવા પ્રસન્ન વદને રણક્ષેત્રમાં ઘૂમતી હતી, તે તે કૃતનીઓના હાથથી અંતઃપુરમાંજ હણાઈ ગઈ હતી, એટલે હવે નગરીનું રક્ષણ કણ કરે ? મેગલસેનાએ અનાયાસે કિલ્લો પિતાના કબજામાં લીધે. અહમદનગરના બાળરાજાને તથા તેના સગા-સંબંધીએને મેગલના કેદખાનામાં મોકલી દેવામાં આવ્યાં. આ સ્થળે મોગલ સમ્રાટને બહુ કિંમતી હીરા, મોતીઓ તથા રત્નખચિત તરવાર મળી આવી હતી. તે સિવાય એક મહાન પુસ્તકાલય તથા ૨૫ હાથીઓ પણ તેમને પ્રાપ્ત થયા હતા. ઉકત પુસ્તકાલયને પાછળથી સમ્રાટ અકબરના પુસ્તકાલય સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. (ઈ. સ. ૧૬૦૦)
આ તરફ સેનાપતિ ફરીદે આસીરના લ્લિાનું નિરીક્ષણ કરીને સમ્રાટને જણાવ્યું કે “ આ કિલ્લા ઉપર ફતેહ મેળવવી અસંભવિત છે.” આસીરનો કિલે પર્વતની એક ઉચ્ચ ટેકરી ઉપર આવેલ છે. તે પૃથ્વીના સમતળ ક્ષેત્રથી ૮૦૦ ફીટ જેટલી ઊંચાઈએ આવેલ છે. રસ્તે પણ બહુ વિકટ અને ખાડાખડિયાવાળો છે. પર્વતની ઉપર જે કિલે આવેલ છે, તે કિલ્લાની દિવાલમાંજ સૈનિકોને માટે ઓરડાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. કિલ્લો બહુ સુદઢ તથા વિશાળ હતે. પર્વત ઉપર કિલ્લાની આડે રહી સૈનિકે બહુજ સલાસતીપૂર્વક તથા અનાયાસે શત્રુપક્ષ ઉપર ગોળા કે ગેળીઓની વૃષ્ટિ વરસાવી શકતા હતા. રાત્રિના સમયમાં કે દિવસના સમયમાં શિયાળાની ઋતુમાં કે ઉનાળાની ઋતુમાં કે ચોમાસાની ઋતુમાં પણ તેઓ બહુ સુખથી અને હાડમારી વગર લડી રાકવાને સમર્થ હતા. કિલાની મધ્યમાં પ્રવેશ કર્યા પછી એક વિશાળ મેદાન તથા મનેહર ઉદાન દષ્ટિગોચર થતાં હતાં. અનેક ધનિકે તથા ગૃહસ્થ આ કિલ્લામાં રહેતા હતા. પર્વત ઉપર એકકે ઝરે કે નદી નહતી, તેથી ત્યાં બંધાવેલાં તળાવમાં પાણી ભરાય એવી વ્યવસ્થા રાખવામાં આવી હતી અને એ પાણે વાપરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com