________________
૧૯ર
સમ્રાટ અકબર
તેને બદલે એજ મળે કે આપણે પોતે મિથ્યાવાદી ઠર્યા અને રૂપવતી કમલિની નિર્દોષ ઠરી !” છેવટે પક્ષીઓએ ઉદાસીનતા ધારણ કરીને મેગેએ વૃક્ષની શાખાઓમાં જ ભરાઈ બેસવાનું યંગ્ય ધાર્યું ! '
સમ્રાટે વિશેષ બારિક નિરીક્ષણ કર્યું. તેને જણાયું કે કાશ્મીર પ્રદેશ હિમાલય પર્વત ઉપર આવેલ છે. તેની તરફ નાની મોટી ખીણે આવેલી છે. સમુદ્રની સપાટીથી તે પાંચ હજાર ફીટ ઉંચાઈએ છે. તેની લંબાઇ ૧૬૦ માઈલ તથા પહેબાઈ ૬૦-૬૦ માઇલપર્ય તની છે. પર્વતની ઉચ્ચ શિખર પર નિરંતર બરફ રહ્યા કરે છે, પરંતુ કાશ્મીરમાં તે બારે માસ વસંતઋતુનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. ગિરિરાજ હિમાલય પરમ સ્નેહપૂર્વક કાશ્મીરને પિતાના ખેળામાં લઈને બેઠેલ હેવાથી ગ્રીષ્મપ્રધાન ભારતની ઉષ્ણતા કે કલેશાગ્નિ, પ્રયત્ન કરવા છતાં પણ કાશ્મીરમાં પહેચી શકતાં નથી. વળી આસપાસના પર્વ એટલા બધા ઉચ્ચ અને શંખલાબદ્ધ છે કે હિમાલયની અતિશય શરદી પણ કાશ્મીરમાં પ્રવેશ કરવાનો માર્ગ મેળવી શકતી નથી! વસ્તુતઃ કાશ્મીર પ્રદેશમાં શરદી અને ગરમી વચ્ચેને અનાદિકાળને વૈરભાવ ત્યાંના નિવાસીઓને કશી હાનિ કરી શકતો નથી. જાણે કે પ્રકૃતિમાતાએ તેિજ તેમને વિરોધ શાંત કર્યો હેયને ! ગ્રીષ્મપ્રધાન દેશમાં વૃક્ષ વગેરે જેવાં પરિપુષ્ટ રહ્યા કરે છે, તેવી જ રીતે આ શીતપ્રધાન દેશમાં પણ તે ઉન્નત અને ભરાવદાર જોવામાં આવે છે. કાશ્મીરની ગગનસ્પશી વૃક્ષાવલિઓ સૈદિયરસિકોના મનને આશ્ચર્ય પમાડયા વિના રહેતી નથી. વિવિધ વર્ણનાં કુસુમના ઢગેઢગ પર્વત અને કરાડામાં અનાયાસે મળી આવે છે. કોઈ કોઈ સ્થળે પુષ્પથી લચી પડતી લતિકા-સુંદરીઓ વૃક્ષને દઢ આલિંગન આપી રમણીય સૈદયને વિસ્તાર કરી રહી છે ! કઈ કઈ સ્થળે લતારૂપી બાલિકાઓ વૃક્ષની કાંધ ઉપર બેસી સમ્રાટ અકબરને વધાવવા માટે હાથમાં ફૂલની છાબ લઈને ઉભી રહી છે ! મૃદુ મંદ પવન પુજેના પરિમલને વહન કરતો વહી રહ્યો છે ! પ્રત્યેક વૃક્ષ અને પ્રત્યેક પુષ્પની આસપાસ ભ્રમરનાં ટોળેટોળાં ગુણગુણ શબ્દ કરતાં મધુર સંગીત આલાપી રહ્યાં છે. હજારો પક્ષીઓ અનંત આકાશની ગંભીરતાને ભેદવા સતત પ્રયત્નો કરી રહ્યાં છે. આ વિશાળશન્ય પ્રદેશમાં પ્રકૃતિ દેવીનાં નિર્દોષ બાળકે-પક્ષીઓ સિવાય કેનોજ નિવાસ નથી, એ સમ્રાટના અંત:કરણમાં વિશ્વાસ ઉત્પન્ન થયે. સુનીલ આકાશમાં અનેક વાદળે આનંદપૂર્વક તણાતાં વહી રહ્યાં છે. અનેક ઝરણએિ. પર્વતની ગુફામાંથી બહાર નીકળી નાનાં છોકરાંની પેઠે રમતાં રમતાં આમતેમ વહી રહ્યાં છે. એ બાળ ઝરણુઓમાં સૂર્યનાં બાળકિરણે પડતાં, કુલીનચહનાં બા
કે મળતાં પરસ્પરને આનંદ વધી જઇને તેમનામાં જે સેંદર્ય અને આકર્ષતા ઉમેરાય છે, તેવી આકર્ષકતા અને સૌંદર્યનું દર્શન એ કિરણો અને ઝરણા S કરાવી રહ્યાં છે. સામાન્ય મનુષ્યને તે તે સંદર્યની કલ્પનાજ આવી શકવી કઠિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com