SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્મીર ૧૯૧ પુષ્પગંધને ધારણ કરી, બહાર નીકળી અને કાશીવિશ્વનાથના મંદિરની પ્રદક્ષિણા કરતી નવયુવતીની પેઠે પૃથ્વીપ્રદક્ષિણા કરવા લાગી. ઉષાદેવીની આ રોાભા વિયેાગવિલા કુમુદિનીથી સહન ન થઇ શકવાથી તેણે ખેદથી મસ્તક નીચે નમાગ્યું ! સ્વામી–સાહાગિની કમલિની, વૃદ્ધ પુરુષની યુવાન નવભાર્યા પતિપ્રત્યે પેાતાના પ્રેમ દર્શાવવા ઉત્કંઠિત થઈ રહી હાય તેમ-મોતીનાં આભરણા પહેરી, સુંદર મુખ ઉપર પાઉડર નાખી, ગુલાખી વજ્રથી અગને આચ્છાદિત કરી, સૂર્યોદય પૂર્વેજ સરાવરરૂપી આરડામાંથી બહાર નીકળી સ્વામીની રાહ જોવા લાગી ! ક્રમલિની બહાર નીકળી છે, એવા સમાચાર કુશળ પત્રને ભ્રમરગણુને પહોંચાડવામાં વિલંબ કર્યો નહિ. ભમરાઓ આનંદસમાચાર સાંભળી ગયુગણાટની લલિત રાગિણીવડે ક્રમળને રીઝવવા લાગ્યા. ક્રમલિનીએ વખત વિચારીને અને તક જોતે ભ્રમરગણુ ઉપર એક પ્રેમપૂર્ણ કટાક્ષ કર્યો. હજી સૂર્યના ઉદય થયા નથી, એમ ધારીને ભમરાએ કમલિની ચુખન કરવા આગળ ડયા; પણ બીજીજ ક્ષણે સૂર્યના ઉદય ચતા જોઇ દૂર નાસવા લાગ્યા ! આ પ્રેમલીલા કુદરતનાં અન્ય પ્રાણીઓથી સહન થઇ શકી નહિ. એક પક્ષી કે જે વૃક્ષની આડે રહી ભ્રમર અને કમલિની વચ્ચેના ગુપ્ત પ્રેમ નિરખી રહ્યું હતું, તે હવે વિશેષ વાર શાંત રહી શકયુ નહિ. તેણે એક નણું ને છાજે તેવી રીતના કાલાહલ કરી મૂકયા ! અને એ પક્ષીના કાલાહલ જોઈ અન્ય પણ અનેક પક્ષીઓ, વાતને સમજ્યા વિનાજ લેશપ્રિય હિંદવાસીઆની માફ્ક કાલાહલ કરવા મંડી પડયાં. પક્ષિસમાજે આ પ્રમાણે કાલાહલ અને સૂ`દેવની ખુશામત કરવામાં કસર રાખી નહિં; છતાં જ્યારે સૂદેવે તેમના તરફ કિંચિત્ પશુ લક્ષ્ ન આપ્યું, ત્યારે તેઓ નિરાશ થઇ ઉંચે આકાશમાં ઉડીને ખની શકે તેટલા તીવ્ર સ્વરે પદ્મિનીની નિંદા કરવા લાગ્યા ! ભમરાઓ પશુ હવે ગભરાવા લાગ્યા. સૂ`દેવને તાપરૂપી ક્રોધ તેમનાથી સહન ન થઈ શકવાથી તેમણે કમલિનીની સલાહને માન આપી ચેરની પેઠે કમળ–નિવાસમાં છુપાઈ રહેવાનું ચેાગ્ય ધાર્યું. હજારા પક્ષીઓને પોતાની પ્રિયતમાની નિંદા કરતાં જોવાથી એમાં પણ કાંઇક સત્ય હશે એમ માની પ્રભાકરે લાલચેાળ નેત્રાડે ક્રોધ દર્શાવવાને પ્રારંભ કર્યો. અનુભવી કમલિનીએ એથી ભયભીત થવાને બદલે અપૂર્વ શેાલા સ્મૃતે સાંદના વિસ્તાર કરી પ્રભાકર પતિને માહિત કરવાના પ્રયત્ન કરવા માંડયા. સુ પણ પાતાની પ્રિયાની માહકતામાં લુબ્ધ થયો. તેણે વિચાર કર્યો કે કમળમાં કલંક અને કુસુમમાં કીટ ડાવાના અનાદિકાળથી મૂકાતા આવતા આરેાપમાં શું સત્ય હશે ? ના, ના, નહિજ. એવા છેલ્લા નિણુંય કરીને વૃદ્ધ પતિ પાતાની યુવતી પત્ની પાસે પોતાના પરાજય સ્વીકારે તેમ તેણે પણ પદ્મિનીના સાંદ પાસે પોતાના પરાજય સ્વીકારી લીધા. પક્ષીઓ તા આદશ્ય જોઇને ડિ‘મૂઢજ ખની ગયાં ! તેણે વિચાર કર્યો કે “આપણે નિઃસ્વાર્થ પણે સૂર્યના ઉપકાર કરવા ગયાં · Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy