________________
૧૯૦
સમ્રાટ અમર
'
"
મહાલની બહાર નીકળતાં તમને એવો દૃઢ વિશ્વાસ થશે કે; જ્યાંસુધી તમારી સ્મરણશકિત ખળવાન રહેશે ત્યાંસુધી તમે તેના સાદરાશિને માનસપટ ઉપરથી કદિ પણ ભુંસી શકશેા નહિ. ” ખનીયર સાહેબ કહે છે કે: “ તાજમહાલની સાથે મીસર દેશના પીરામીડના મુકાબલા કરવા અનુતિ છે. પીરામીડ શું છે ? એક ૫થ્થરની ઉપર ખીજો પથ્થર મૂકવામાં આવ્યા હોય તે સિવાય તેમાં વિશેષતા જેવું કાંખુંજ નથી; અને તે જોતાં તેા પીરામીડ કરતાં તાજમહાલ અનેક અંશે ઉત્કૃષ્ટ છે અને પૃથ્વીની વિસ્મયકારક વસ્તુમાં તે અગ્રગણ્ય છે. ” અક્સેસ ! એ તાજમહાલનાં રત્નાદિ આભૂષા કાઇ ઉતારી ગયું છે ! છતાં એ ભારતનુ એટલુ હાભાગ્ય કે તેના સૌંદર્યની કાઇ હાનિ કરી શક્યું નથી ! પૃથ્વીનાં સાત આશ્ચર્યોં પૈકી તાજમહાલ પણ એક આશ્ચર્યંજનક સ્થાન લેખાય છે !
','
'
સમ્રાટ અક્બરવાળી દિલ્હી અથવા તેની પૂર્વેના પઠાણુ સમ્રાટાવાળી દિલ્હી આજે પુરાતન દિલ્હીના નામથી એળખાય છે. તે સ્થળ આજે નિ નવત્ થઈ પડયુ છે. સમ્રાટ શાહજહાને વર્તમાન મનેાહર દિલ્હીનગરીની પ્રતિષ્ઠા કરી હતી, કિલ્લા અને ખાઈવતી નગરીનું રક્ષણ કરવું એ પૂર્વકાળે બહુજ આવશ્યક ગણાતું હતું. શાહજહાને પણ વર્તમાન દિલ્હીની આસપાસ ખાઇ ખાદાવી હતી અને એક સુંદર કિલ્લે બંધાવ્યા હતા. નગરીમાં બહુવિધ મનેાહર ઇમારતા આવેલી હતી, તેમજ સુંદર નહેરવડે યમુનાનું પાણી પ્રત્યેક પ્રાસાદમાં પહોંચાડવામાં આવતું હતું. આ દુર્ગાપમ નગરીના અંતરભાગમાં યમુનાતીરે લાલ પથ્થરના એક ખીજો લે! પણ બધાવવામાં આવ્યા હતા. એમ કહેવાય છે કે આ છેલ્લા લિા પાછળ તે સમયે પ્રાયઃ ૫૦ લાખ રૂપિયાના વ્યય થયા હતા અને તેને સ ંપૂર્ણ કરતાં વીશ વર્ષ લાગ્યાં હતાં. દુર્ગંનું પ્રથમ દ્વાર વટાવીને આગળ જઇએ એટલે સન્મુખ એક મોટો દરવાજો પ્રત્યક્ષ થાય છે. વિસ્તૃત પ્રવેશમાર્ગની બન્ને બાજુએથી મહાન ઋમારા આકાશમાં આગળ વધતી અને થાડે દૂર બન્ને બાજુએની ઇમારતા એક થઇ જતી હાવાથી એક મહાન દરવાજાને આકાર ષ્ટિગાચર થાય છે. રાજમા ના ધણા ખરા ભાગ આવી પ્રમારતેએ રાકેલા છે. નવીન મુસાફરતે આ દૃશ્ય ખરેખર વિમુગ્ધ કરે તેવુ છે. પૂર્વકાળે એ ઇમારતાના શિરાભાગમાં બેસી નેાખતવાળામા નાખતની ગર્જના કરતા. તેને પાછળ રાખી પૂ તરફ આગળ વધતાં સ` પહેલાં દિવાનેઆમ કિવા દરખારગૃહ દૃષ્ટિએ પડે છે. તેની શાભા અને સૌદર્યાં એ સમસ્ત જો કે વર્તમાનકાળે વિલુપ્ત થઇ ગયું છે, તેપણ તેનું આર્કષણ હજી લેશ પણ શિથિલ નથી થયું. દરખારગૃહની દિવાલો ઉપર વિવિધ વર્ણનાં ફૂલ, ફળ, પક્ષી તથા પશુ વગેરેનાં આકર્ષક ચિત્રા અ ક્રિત કરવામાં આવ્યાં હતાં; પણ એક અંગ્રેજે તે કહાડી લઇ પૈસાના લોભે પેચતાના સ્વદેશમાં તેને વેચી દીધાં છે. આજ ગૃહમાં ચાદીની એક રેલીંગ હતી, તે
Shree Sudharmaswami Gyanbrandar-Umara, Surat
www.umarāgyanbhaldar.com