________________
ફતેપુરસીકી, આગ્રા અને દિલ્હી
૧૬૯
રમણીય ચાર સ્ત ભે આકાશમાં ઉચું માથું રાખીને ઉભા રહ્યા છે. પ્રત્યેક સ્તંભની ઉંચાઈ ર૨૫ ફીટ જેટલી છે. સ્તંભની અંદર પગથી આવેલાં છે અને તે ગોળાકારે ફરતાં ફરતાં સ્તંભના શીર્ષદેશપર્યત પહેચેલ છે. ઉક્ત વેદીના મધ્યભાગમાં જગતનું વિસ્મત્પાદક ૧૮૬ ફીટ ચેખુંટવાળું તાજમંદિર વિરાજી રહ્યું છે. તેને અંદરને તથા બહારનો ભાગ વેત મરમરવડે મઢી લીધેલ છે. મંદિરના મસ્તક ઉપર મનહર ત મુંબજ આવેલું છે અને તે ગુંબજ ઉપર સેનેરી રંગનું શિખર જાણે કે આકાશને પણ ભેદીને આગળ વધવાની આશા રાખતું હેય, તેમ ઉભું છે. સમગ્ર મંદિર ર૯૬ ફીટ ઉંચું છે. આ વિશાળ ઇમારતની મધ્યમાં એક તરફ બેગમ મુમતાજમહાલની અને તેની પાસેજ સમ્રાટ શાહજહાનની સમાધિ આવેલી છે. એ બન્ને સમાધિ ઉપર “વેત અસ્તરવાળી વેદિક વિરાજિત છે. તે વેદિકા ઉપર અને ભવેત મદિરની દિવાલ ઉપર રાતા, પીળા, લીલા રંગનાં બહુમૂલ્ય રનવડે કુદરતી વેલીઓ અને પાંદડાઓ જેવીજ વેલીઓ અને પાન, વૃક્ષ તથા પુષ્પ પણ અંકિત કરવામાં આવ્યાં છે. તાજમહાલનું સૈદર્ય નિરખ્યા પછી સ્વાભાવિકરીતેજ પ્રેક્ષકના મુખમાંથી એવા ઉદ્દગારે બહાર નીકળે છે કે આ મૃત્યુલેકમાં સ્વર્ગની કલ્પનામયી શોભાને જે વિસ્તાર જે હોય તે તેને માટે આ એકજ સ્થળ સમુચિત છે! સૂક્ષ્મ શિલ્પકળાનું અવકન કરવાથી જાણે કે શુ તુષારક્ષેત્રમાં વિવિધ વર્ણનાં મણિમુક્તાનાંજ વૃક્ષો ઉગ્યાં હોય અને એ વૃક્ષોની સાથે મણિમુક્તાની જ વેલીઓ વીંટળાઈ હેય, તથા એ વેલીઓને પણ જાણે કે મનહર મણિમુક્તાનાંજ પુષ્પો આવ્યાં હોય, એ ભ્રમ ક્ષણવાર થયા વિના રહેતો નથી. વસ્તુતઃ તાજમહાલે અપાર સ્વર્ગીય સૌંદર્યની મૂર્તિ ધારણ કરી છે, એમ કહીએ તે પણ તે અત્યુકિત નથી. જેમણે તેનું પ્રત્યક્ષ દર્શન કર્યું નથી તેમને તાજમહાલનું સૌદર્ય કેવળ શબ્દવડેજ સમજાવી શકવું અશકય છે. સાહેબેએ લખ્યું છે કે:-“તાજમહાલની કલ્પના દૈત્યને જ પ્રથમ થઈ હશે અને મણિકારોએજ તેનું નિર્માણ કર્યું હશે.” એક મુસાફર તે એટલે સુધી કહે છે કે- આવી મનમેહક વસ્તુને કાચના આવરણવડે શામાટે આચ્છાદિત નથી કરી, એજ આશ્ચર્ય છે!” કોઈ કાઈ કહે છે કે –“સ્વમમાં કલ્પાએલું સેંદર્ય આપણે તાજમહાલમાં જોઈ શકીએ છીએ.” એક રશીઅન મુસાફરી કહે છે કે –“ તાજમહાલ એ એક અપૂવ રૂપ–લાવણ્યમયી રમણી છે. તેના દોષો તમે ગમે તેટલા બતાવો, પણ એકવાર જે પ્રત્યક્ષ દર્શન કરવાનું તમને સૈભાગ્ય પ્રાપ્ત થાય તે તમે પોતે જ વિમુગ્ધ થયા વિના રહે નહિ ” સ્કીમન સાહેબે લખ્યું છે કે:-“પુનઃ પુનઃ તાજનું દર્શન કરવાથી કંટાળો આવવાને બદલે આનંદમાં વૃદ્ધિજ થયા કરે છે. તમે ગમે તેટલી વાર તેનું દર્શન કરે, પણ નીકળતી વેળા તમને એમજ થશે કે અત્યારપર્યત જીવનમાં આવું એક પણ દશ્ય જોવામાં આવ્યું નથી! તાજ
Shree Suunarmaswami Gyanbhandai Umara, Surat
www.umaragyanbhandar.com