________________
૧૬૨
સમ્રાટ અકબર
ચઢાવવાળો થતા જાય છે. માર્ગની બંને બાજુએ જીર્ણશીર્ણ પડી ગએલી હવેલીઓની હાર ભૂતકાળનું સ્મરણ કરી કરુણસ્વરે વિલાપ કરી રહી છે. એ રીતે એ લાંબે માર્ગ પસાર કર્યા પછી એક મનહર રાજપુરીનાં દર્શન થાય છે. આ ઇમારત આ કાળે પણ પર્વત પૃષ્ઠને અલંકૃત કરતી અડગભાવે ઉભી રહી છે. તે રાજપુરી રાતા આછા ભૂખરા પરવડે બંધાયેલી છે, જે જેવાથી જાણે કે આ વિશાળ નિર્જન પ્રદેશમાં કોઈ એક વિધવા મનભાવે અંતઃકરણથી શોકનું કરુણ સંગીત ગાઈ રહી હોય, એ ભાસ થયા વિના રહેતું નથી.
એ રાજપુરીમાં પ્રવેશ કરતાં સર્વ પહેલાં એક વિશાળ આંગણું દષ્ટિગોચર થાય છે. તે આંગણું ૩૬૦૪૧૮૦ ફીટ જેટલું લાંબું–પહે તેની પશ્ચિમ દિશામાં મધ્યસ્થળે અકબરનો વિસ્તૃત દિવાને આમ હૈલ કિંવા દરબારગ્રહ આવેલું છે. અન્ય સર્વ દિશાઓમાં લાલ પથ્થરવડે બાંધેલા ભવ્ય પ્રાસાદે સુંદર રૂપે શોભી રહ્યા છે. એક સમયે જે સ્થળે સમ્રાટ અકબરનું દફતરખાનું હતું તે સ્થળ આજે અંગ્રેજ મુસાફરોના ચિત્તવિનદનાથે મુસાફરી બંગલાના નામથી પ્રસિદ્ધ થયું છે ! એ દફતરખાનાની પશ્ચિમ દિશા તરફ અંબરરાજબાળા જેવબાઈ નું અંતઃપુર આવેલું હતું. વૈષ્ણવ હિંદુઓનું શરીર, તિલકાદિ ચિલ્ડથી અંકિત રહે છે, તેવી રીતે જોધાબાઇનું અંકપુર પણ હિંદુચિન્હ ધારણ કરી ઉભું રહ્યું છે ! એ અંતઃપુરની પાસે જ રાજા બીરબલનું બે માળવાળું ગ્રહ બહુજ સુંદર દેખાય છે. કિન સાહેબે લખ્યું છે કે-“ આ પાષાણનિર્મિત ગૃહનું કોતરકામ એવું તો મનોહર છે કે મને તે એમજ લાગે છે કે જે કારીગરો હાથીદાંત ઉપર વિવિધ નકસી કામે કરી પ્રેક્ષકોને મુગ્ધ કરે છે તેમણે પોતે જ આવીને આ પ્રાસાદ નિર્માણ કરેલો હોવો જોઈએ. આ ગ્રહ વસ્તુતઃ રત્નભંડાર રૂપે જે ઉપયોગમાં લેવામાં આવે તો જ તેની સાર્થકતા થઈ કહેવાય.” મરિયમનું ગૃહ પણ બહુજ મનહર છે. સમ્રાટની જનની મરિયમ માખાની હિંદમાં આવ્યા પછી આજ સ્થળે રહેતી હશે એમ જણાય છે. આ ગ્રહથી થોડે દૂર હિંદુ સંન્યાસીઓને માટે બરાબર હિંદુભાવપૂર્વક એક નિવાસમંદિર ઉભું કરવામાં આવ્યું છે. ખુલ્લી હવા માટે વિશાળ આંગણું, દિવાનેખાસ, ધર્માલયનાગૃહ તથા ઘનાગાર વગેરેની પણ તેમાં ખાસ કરીને વ્યવસ્થા કરવામાં આવી હેય, એમ સ્પષ્ટ જણાય છે. ઉક્ત સઘળાં મકાને કાળના બળ સામે ટકકર ઝીલતાં હજી પણ ઉભાં રહ્યાં છે ! સમ્રાટનું તથા તેની મહિલાઓનું શયનમંદિર બે માળવાળું હતું. તેમાં વિવિધ લતાઓ અને નાજુક ફળ-ફૂલવાળા છોડ કાળજીપૂર્વક ઉછેરવામાં આવતા હતા. જો કે વૃક્ષ-લતા આદિનું સૌંદર્ય વત માનકાળે આપણે પ્રત્યક્ષ
જોઈ શકીએ તેમ નથી, તે પણ જળ વહેવાની નીકે તથા જળાશયાની વ્યવસ્થા Sજોવાથી પૂર્વની સ્થિતિને કેટલોક ભાસ પ્રાપ્ત થયા વિના રહે તેમ નથી. અત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com