________________
ફતેપુર-સીકી, આગ્રા અને દિલ્હી
૧૬૧
આશીર્વાદ સાંભળી સમ્રાટના આનંદને પાર રહ્યો નહિ. આશીર્વાદની પ્રાપ્તિ પછી, સદ્દભાગ્યે તુરતજ અંબરરાજબાળા ધબાઈને ગર્ભ રહ્યો. સમ્રાટે તેણુંને સાધુના પવિત્ર આશ્રમમાં રવાના કરી. તે આશ્રમમાં રાજમહિષીએ ઇ. સ. ૧૫૬૯ માં એક પુત્રને જન્મ આપે. સમ્રાટે તે પુ નું નામ સાધુના નામાનુસારે “સલીમ ” રાખ્યું. અકબરને પુત્ર પ્રાપ્તિથી એટલે બધે આનંદ થયો કે જે સ્થળે પુત્રજન્મ થયો હતો તે સ્થળે તે જ વર્ષે એક વિશાળ પ્રાસાદ બંધાવવા ની શરૂઆત કરી દીધી. બીજે વર્ષે કુમાર મુરાદને પણ એજ સ્થળે જન્મ થયા. આથી કરીને અકબરની દષ્ટિએ એ સ્થાનનું માહામ્ય વિશેષ અસર કરનારું થઇ પડયું. ઉપરાઉપરિ બે પુત્રની પ્રાપ્તિ થવાથી એ સ્થળ પ્રત્યે આકર્ષાઈ સમ્રાટે જનશન્ય પર્વતને એક મહાનગરીરૂપે સુસજજીત કરવાનો પ્રયાસ આદર્યો. ગુજરાતને વિજય કર્યા પછી એ નગરીનું નિર્માણ સંપૂર્ણ થયું. સમ્રાટે તેનું “ફતેહપુર–સીકી” એવું નામ રાખ્યું. ઇતિહાસમાં પણ ઉક્ત નગરી એજ નામે પ્રસિદ્ધ છે. વિષમ પરિવર્તનને લીધે આજે એ નગરીને કેદ ભાવ પણ પૂછતું નથી.
ફતેહપુર-સીક્રીની પર્વતમાળા બહુ ઉચ્ચ નથી, તેમજ એટલી બધી પહોળી પણ નથી. માત્ર લંબાઈમાં તે પૂર્વ દિશાથી લઈને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ બહુ દૂર સુધી વિસ્તરી ગઈ છે. ફતેહપુર-સીક્રીથી એક સીધે, સુંદર, વૃક્ષાદિથી સુશક્ષિત માર્ગ આગ્રા પર્યંત આવે છે. તે માર્ગ ૨૪ માઈલ જેટલું છે. જે સ્થળે પર્વત ઉપર ચડવાની શરૂઆત થાય છે, તે સ્થળે “ આગ્રાહાર ” નામને એક સુંદર અને સુદઢ દરવાજો તૈયાર કરાવવામાં આવ્યો છે. દરવાજાની બન્ને બાજુએથી ૨૦ ફીટ ઉંચી દિવાલ પર્વત ઉપર બહુ લંબાઈપર્વત ચાલી જાય છે. ઉક્ત કિલ્લાની અને નગરીની પરિધિ છ માઈલની હતી એમ કહેવાય છે. ઉક્ત કિલ્લો એવી તે ખુબીથી બનાવવામાં આવ્યો હતો કે નગરમાંનું સૈન્ય કિલ્લા ઉપર સહેલાઈથી ચડી શકે અને તેના અંતિમ ભાગ પાસે આઆત્મરક્ષા કરી, શત્રુપક્ષ પ્રત્યે ગળા–ગોળી આદિ ફેંકી શકે. કિલ્લાના એક ભાગમાંથી બીજા ભાગમાં જવું હોય તે જઈ શકાય, એ માર્ગ પણ કિલ્લા ઉપર તૈયાર કરાવવામાં આવ્યું હતું. વર્તમાનકાળે એ કિલ્લાને ઘણાખરો અંશ જમીનદોસ્ત થઈ ગયા છે. કિલ્લા ઉપરાંત પર્વતની બન્ને બાજુએ કેટલીક એવી ઇમાર રત હતી કે તે ઉલ્લંધન કરી કઈ પણ શત્રુ એકાએક નગરમાં પ્રવેશ કરી શકે નહિ. ઉકત અટ્ટાલિકાના અવશેષો પણ આજે જ્યાંના ત્યાં પડયા રહ્યા છે.
ઉપર જે આગ્રાહારનું વર્ણન કર્યું તેમાં પ્રવેશ કરી તેને પાછળ રહેવા દાઈ આપણે પશ્ચિમ દિશામાં આગળ વધવું જોઈએ. આઝાદ્વારમાં દાખલ થયા પછી જે રાજમાર્ગે ચાલવાનું છે, તે રાજમાર્ગ છેક સીધે નથી, પણ ધીમે ધીમે
છે " ૧ Shree Suumamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com