________________
મહારાણા પ્રતાપસિંહ
૧૫૯
ભરાઈ ગયા. આ કિલ્લે પ્રથમથી જ મેગલસૈનિકથી ભરપૂર હતે. દુર્ગમાં ભરાયા તે ખરા પણ પ્રતાપની સામે થવા જેટલી તેમનામાં શકિત નહતી ! આજે પ્રતાપની સામે આવીને ઉભો રહે એવો કોઈ વીરપુત્ર વસુમતી માતાએ હજી ઉત્પન્ન જ કર્યો નથી ! દુર્ગના સૈન્ય ઉપર પ્રતાપે ઘેરો ઘાલ્યો અને જોતજોતામાં એ કિલ્લો સર કર્યો. આ યુદ્ધમાં પણ અનેક મેગલને ઘાણ નીકળી ગયે. એ પછી ક્ષણને પણ વિલંબ નહિ કરતાં પ્રતાપ કમલમેર આગળ જઈ પહોંચ્યું અને ત્યાં મેગલસનિકોના વધને વ્યાપાર નવેસરથી શરૂ કર્યો. પ્રતાપે આજે ખરેખર ભયંકરરૂપ ધારણ કર્યું હતું. જાણે કે કેઇ મહાન વનપ્રદેશ અળી ઉઠયા હોય અને પવનની સહાયથી તેની જવાળાઓ દશદિશ વિસ્તરી રહી હોય તેમ પ્રતાપનું પરાક્રમ અને તેજ આજે વિસ્તરવા લાગ્યું. તે એક કિલા પછી બીજા ઉપર અને બીજાથી ત્રીજા કિલ્લા ઉપર વિદ્યુતવેગે આક્રમણ કરવા લાગે. મોગલસેનાને મેટે ભાગ દિનપ્રતિદિન નષ્ટ થવા લાગે.
પ્રમાણે માત્ર થોડાજ માસમાં મોગલસેનાના હાથમાંથી બત્રીસ કિલાએ પ્રતાપે પડાવી લીધા અને તેના રક્ષક મેગલસૈન્યને નાશ કર્યો. માત્ર ઉદયપુર, ચિતડ અને ગઢમાંડવ સિવાયના પ્રાયઃ સઘળા કિલ્લાઓ પ્રતાપે પુન: હસ્તગત કર્યા. કેવળ એટલા ભયથી સંતુષ્ટ નહિ થતાં રાજા માનસિંહને યોગ્ય દંડ આપવાની ઇચ્છાથી તેણે અંબર પ્રદેશ ઉપર પણ ઘેરો ઘાલ્યા અને ત્યાંનું મુખ્ય વ્યાપારસ્થળ માલપુરા લૂંટી લીધું. સમ્રાટ અકબર પ્રતાપનું આવું વીરત્વ અને અડગ મનોબળ જોઈ અતિશય મુગ્ધ થા, સ્તબ્ધ થયા. તે હવે મુકતકંઠે પ્રતાપની પ્રશંસા કરવા લાગ્યા. પ્રતાપ અકબરને દુશ્મન હતું તેથી શું થયું ? ગુણવાન પુરુષનું યથાર્થ માહામ્ય ગુણીજનેજ સમજી શકે છે; ગુણાનુરાગી મનુષ્ય ગુણવાન શત્રુને પણ સમાદર આપ્યા વિના રહી શકતું નથી. સમ્રાટે પ્રતાપને તેના વીરત્વના ઉપહારસ્વરૂપે મેવાડની નૂતન રાજધાની ઉદયપુર પણ બહુ માનપૂર્વક સમર્પણ કર્યું; એટલું જ નહિ પણ તે પ્રતાપના પ્રત્યે યથાર્થ સહાયતા દર્શાવવા લાગે. એક માત્ર ચિતડને પુનરુદ્ધાર થયે નહિ. અમાનુષિક પરિશ્રમ અને અસાધારણ દુઃખ તથા કલેશ સહન કરવાને લીધે પ્રતાપની તબિયત હવે બગડતી ચાલી. પુનઃ તે સ્વાથ્ય મેળવી શકે નહિ. તે મૃત્યુની અણી ઉપર આવી પહોંચતાં સુધી પણ તે માતૃભૂમિની મૂર્તિને હૃદયમાંથી દૂર કરી શક્યો નહિ. ભવિષ્યમાં મેવાડની શું સ્થિતિ થશે તે વિચારે તેને શેકાતુર બનાવી દીધો. તેના બંધુ-બધિ અને આત્મીય સ્વજને કે જે પ્રતાપની પથારી પાસે બેસી અખમથિી અશ્રુ વહાવી રહ્યાં હતાં, તેમને સંબોધીને અંતકાળે પ્રતાપે કહ્યું કે હું
તે હવે જાઉં છું. મેવાડનો સંપૂર્ણ ઉદ્ધાર થઈ શકો નહિ, એજ ખેદ અંતઃકતારણમાં રહી ગયો છે. આ જે સ્થળે હું પર્ણકુટી રચીને રહ્યો છું અને જે
Shree Suunamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com