________________
૧૫૮
સમ્રાટ અકબરે
પણ મહાદુ:ખમાં ડૂબી ગયેલા હોય તેમ જણાય છે. તે સ માત્ર એકજ પ્રકારને વિચાર કરી રહ્યા છે અને તે એજ કે“ જન્મભૂમિને શત્રુના પંજામાં સપડાવા ઈ, આપણે જીવતા રહેવું એમાં શું સાકતા છે ? ’ આવા વિચાર કરતા તે એક યંત્રની માફ્ક પ્રતાપની પાછળ ધસડાતા જાય છે. ધીમે ધીમે તે મરુભૂમિની છેલ્લી સીમા ઉપર આવી પહેાંચ્યા. અત્યાર સુધી મૂંગા રહેલા, હૃદયમાં અનેક પ્રકારની ધડભાંજ કરતા, દુઃખથી અત્યંત પીડાયેલા સ્વદેશવત્સલ મંત્રિવર હવે મૌન રાખી શકયા નહિ. તે મહારાણાની પાસે આવ્યા અને પેાતાનું અતુલ અશ્વ તથા અખૂટ ધનખળ સ્વદેશના ઉદ્ધારાથે મહારાના ચરણકમળમાં સમવાની તત્પરતા દર્શાવી. ત્રિવર પાસે ધનખળ એટલું બધું હતુ` કે તેદ્રારા પચીસ હજાર સૈનિકા ખારી વપર્યંત યુદ્ધ લખાવવાને સમય થઈ શકે. આ વાત સાંભળી પ્રતાપના અને તેના સહચરાના મુખ ઉપર પ્રઝુલતા પ્રસરી. વસ્તુતઃ મહારાણાને એ સમયે કેટલા આનદ થયા હશે, તેનું વર્ણનજ થઈ શકે તેમ નથી. કરમાઈ ગયેલી આશા તેના હૃદયમાં પુનઃ સવિત થઇ. જે મહાવીર એક કાળે કેવળ ધનાભાવને લીધે નિરુપાય થઈ પડયા હતા તેને અકસ્માત્ અતુલ ધનબળ પ્રાપ્ત થવાથી તે બમણા ઉત્સાહમાં આવી જાય એમાં આશ્ચર્ય નથી, તે સ્વદેશના ઉદ્ધારાર્થે પુન: તત્પર થયા, તેજ ક્ષણે તેણે પોતાના સહચરાને મહા આનંદ અને મહાવેગપૂર્વક જન્મભૂમિ તરફ પાછા ફરવાની આજ્ઞા કરી. પુનઃ મોગલ સેનાના સંહાર ચાલુ થયા.
પ્રાતઃકાળ થવા આવ્યા છે, પક્ષીઓએ સહસ્રકંઠે કલરવ કરવાના આરંભ કર્યો છે. જાણે કે તે પણ પ્રતાપનું પ્રત્યાગમન નિહાળી આનંદમગ્ન થઈ ગયાં હાય અને મેવાડને આનદંત થવાના સંદેશા મોકલી રહ્યાં હોય ને ! ક્રમે ક્રમે સૂર્યાદય થયા. સ્વ`ના દેવા પણ જાણે કે પ્રતાપનું વીરત્વ પ્રત્યક્ષ નિહાળવાની ઇચ્છાથી આકાશમાં પધારવાના હાય, તેમ આકાશમાં વિવિધરંગનાં સુડાળ, સુંદર આસને પાચરવાની ધામધૂમ ચાલવા લાગી. દેવના નાયતરીકે સૂર્ય સર્વાં પડેલાં આકાશમાં હાજર થયા. મોગલસેનાપતિ સાખાજમાં કે જે એ સમયે દેવીરમાં છાવણી નાખીને પડયા હતા, તે મનમાં વિચાર કરી રહ્યો હતો કેઃ— “પ્રતાપ તા નાસી ગયા છે, મેવાડ વીરશૂન્ય બન્યું છે, ” એટલામાંજ આકાશમાંથી અકસ્માત વિજળી પડે તેવી રીતે પ્રતાપસિહ યથાર્થ સિદ્ધના જેવા પરાક્રમપૂર્વક પોતાના સહાયક્રાસહિત એકાએક મોગલસૈનિકા ઉપર તૂટી પડયા ! મોગલ સેનાને તલવારની તીક્ષ્ણ ધારવડે વિનાશ થવા લાગ્યા. કેટલાક સૈનિકા પ્રાણ બચાવવાની લાલસાથી નાસી જવાને તત્પર થયા, કેટલાક તેમ કરવાને ભાગ્યશાળી પશુ થયા; પરંતુ પ્રતાપની તલવારના તીક્ષ્ણ પ્રહારે મોગલસેનાના મોટા ભાગ ચૂĆવિણુ કરી નાખ્યા. છેવટે તેઓ (મેગલા) એક દુર્ગામાં
Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com