________________
૧૩૬
સમ્રાટ અકબર
લીધે સ્વર્ગસમ રાજધાની નરકરૂપ બની ગઈ ! નગરીનાં દૂષિત હવા-પાણીને લીધે મુનિમખાં આદિ મોગલ સામ્રાજ્યના અનેક અમલદારો પણ ભયંકર મહામારીના ભાગ થઈ પડ્યા અને તેઓ પણ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. અનેક સુંદર ગૃહ તથા મહેલે નિર્જન થઈ પડયાં. નગરી એ એક જાણે સ્મશાન હેય તેવું દશ્ય નજરે પડવા લાગ્યું. બાદાઉની લખે છે કે –“ હજાર સૈનિકેની જે સંખ્યા બંગાળામાં મોકલવામાં આવી હતી તેમાંથી માત્ર એક સે મનુષ્ય જ પાછા ફરવાને ભાગ્યશાળી થયા હતા. આ પ્રમાણે ઇ. સ. ૧૫૭૫ માં ઉકત ઐતિહાસિક નગરી છેક ઉજડ થઈ ગઈ.
| મુનિમખાંનું મૃત્યું થયું કે તુરતજ પઠાણેએ પુન: માથું ઉંચું કર્યું. એકવાર પિતાના હાથમાંથી નીકળી ગયેલા પ્રદેશો પુનઃ હસ્તગત કરવા દાઉદ રાજમહાલમાં ઉપસ્થિત થયા. સમ્રાટ અકબરે એક મુસલમાનની બંગાળાના શાસનકર્તાતરીકે નિમણુક કરી અને રાજા ટોડરમલને તેના સહાયકતરીકે નિમી, ઉભયને બંગાળામાં રવાના કર્યા. રાજમહાલ પાસે ભયંકર યુદ્ધ થયું. તેમાં પઠાણે સંપૂર્ણ પરાજિત થયા. પઠાણનો મુખ્ય સેનાપતિ કાલા–પહાડ અસહ્ય અને અસાધ્ય આ વાતની પીડાથી રીબાતે રણક્ષેત્રમાંથી નાસી ગયે. રાજા ટેડરમલે નવાબ દાઉદને પકડે અને તેને બંદી કર્યો, પણ પેલા મુસલમાન શાસનકર્તાએ અકસ્માત ત્યાં આવી, તે રણક્ષેત્રમાંજ નવાબને શિરચ્છેદ કર્યો. પઠાણની લીલાને એ રીતે અંત આવ્યો-(ઇ. સ. ૧૫૭૬).
સમ્રાટની જ્ઞાનપિપાસા અસાધારણ હતી. એક દિવસે તેને એ વિચાર થયે કે પોર્ટુગીઝ પાસેથી યુરોપનાં હુન્નર-કળાસંબંધી અનેક વિષયનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લેવું જોઇએ. બીજે જ દિવસે તેણે એક મુખ્ય અમલદારની સાથે રાજ્યના કુશળ કારીગરોને ગોવામાં અભ્યાસ અર્થે રવાના કર્યા. ખર્ચ બદલ તેમને યોગ્ય ધન અર્પણ કરવામાં આવ્યું. કારીગરો અને કલાવિદો જ્યારે ગવામાં થી અભ્યાસ કરીને પાછા ફર્યા ત્યારે સ્વયં સમ્રાટે તેમની પરીક્ષા લીધી અને પિતાને સંપૂર્ણ આનંદ તથા સંતોષ પ્રકટ કર્યો. યુરોપના વાદ્યયંત્રોનું શ્રવણ કરી તે બહુજ પ્રસન્ન થયો હતે.
કયા રાજાએ સર્વપ્રથમ ગૌડ નગરીની સ્થાપના કરી, તે નકકી થઈ શકતું નથી, છતાં તે ગંગા નદીના કિનારા ઉપર આવેલી જોઈ અને તેમાં અનેક ભગિલાં-તૂટેલાં મંદિરે જોઈ, તે એક હિંદુ નગરી હશે, એમ કેઇને લાગ્યા વિના રહે નહિ. તેની સ્થાપના પણ કોઈ હિંદુ રાજાએજ કરેલી હોવી જોઈએ. અબુલ ફઝલ લખે છે કે: “રાજા બદલાલસેને ગૌડના દુર્ગનું નિર્માણ કર્યું હતું.” હંટર સાહેબ લખે છે કે:-“ આ પ્રાચીન મહાન નગરીનું નામ ઘણું કરીને લક્ષશુાવતી હતું અને પ્રાયઃ આ સ્થળે જ રાજા આદિસર, બલ્લાલસેન તથા લમણ
Shree Sudharniaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com