________________
ચિતડ અને રાજસ્થાન
૧૦૭
પ્રદેશમાં પ્રસરી ગયે; પરંતુ રાજપૂતજાતિ એ ભયંકર શબ્દથી પણ જાગૃત થઈ નહિ, સમસ્ત રાજપૂત જાતિએ એકચિત્તથી ચિતડને સહાયતા આપવાની આવશ્યકતા વિચારી નહિ, અથવા જન્મભૂમિના એ ભયંકર આક્રંદથી પણ ભારતસંતાન વિચલિત થયા નહિ!
આજે ઈસ. ૧૫૬૮ ને માર્ચ માસ ચાલે છે. ગ્રીષ્મ ઋતુની રજની કેવી મેહક હેય છે તે સર્વ કઈ જાણે છે, પરંતુ રાજપૂતાનાની ધરણીએ આજે શ્યામ વસ્ત્રો ધારણ કર્યા છે. ચારે દિશામાં નીરવતા અને નિસ્તબ્ધતાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. કેવળ તમરાંઓના સૂક્ષ્મ ક્ષીણ કંઠધ્વનિ સિવાય અન્ય ધ્વનિ સંભળાતે બંધ પડે છે. વચ્ચે વચ્ચે ખદ્યોતે વિજળી માફક ચમકારો મારી સંતાઈ જાય છે! મતલબ કે સમસ્ત જીવ-જંતુઓ નિદ્રાદેવીના નેહમય ખોળામાં અચેતનવતું પડ્યા છે. માત્ર જગતના શ્રેષ્ઠ છ-મનુષ્યજ પ્રકૃતિની દૈવીશતિમાં ખલેલ પાડવાની શાંતભાવે તૈયારીઓ કરી રહ્યા છે. આવા શાંત સમયે અકબર પિતાની સેનાને સાથે લઈ છાવણીમાંથી બહાર નીકળ્યો અને પુન: ભયંકર પરાક્રમપૂર્વક કિલ્લા ઉપર હલે લઈ જવાનો સૈનિકને આદેશ કર્યો. રાજપૂત પણ તેમની સામે ટકકર લેવાને તૈયાર હતા. તેઓએ મેગલની સામે બાહુબળને પરિચય આપવા માંડે. સમ્રાટ અકબર પોતે એક ઉચ્ચ માંચડા ઉપર બેસીને શત્રુની કાર્યવ્યવસ્થાનું બારીક નિરીક્ષણ કરતા હતા, તેમજ પિતાના સૈન્યને પણ યથાયોગ્ય માર્ગે કાર્ય કરવાનું સૂયવતે હતો. તેણે ધારીને જોયું તે દૂરથી એક વ્યક્તિ બખ્તર પહેરી, સંખ્યાબંધ યોદ્ધાઓની સાથે મહા સાહસપૂર્વક પિતાની તરફ પ્રબળ વેગથી ધસી આવતી જણાઈ તેજ ક્ષણે અકબરે પિતાની પ્રિય “ સંગ્રામ ” નામની બંદુક હાથમાં ધરી અને શત્રુસૈન્યમાં ગળીઓ ફેંકવા માંડી. “ સંગ્રામ” ના ભીષણ શબ્દથી સમગ્ર દુર્ગમાં હાહાકાર વ્યાપી ગયે. ડાક સમયમાં સમસ્ત રાજપૂત સેના અદશ્ય થઈ ગઈ દુર્ગની દિવાલ ઉપર એક પણ સૈનિક ચિતેડનું રક્ષણ કરવા રહ્યો નહિ. થોડી ક્ષણો ઉપર જે ક્ષેત્ર યુદ્ધને લીધે ભયંકર કેલાહલમય જણાતું હતું, તે ક્ષેત્રમાં સ્મશાનના જેવી શાંતિ તથા નરવતા પ્રસરી ગઈ! આવો અકસ્માત ફેરફાર કેવી રીતે થઈ ગયા, તેની મોગલ સૈનિકોમાંના કોઈને ખબર પડી નહિ. અનેક યોદ્ધાઓ ભય પામ્યા, તેમજ અનેકને અપાર આશ્ચર્ય ઉત્પન્ન થયું. આથી દુર્ગમાં પ્રથમ પ્રવેશ કરવાની કોઈ હિંમત કરી શક્યું નહિ. આ પ્રમાણે જ્યારે મોગલસેના દિગ્મઢ જેવી બનીને બેસી રહી હતી, તે જ સમયે દૂર કિલ્લામાં એક મેટી અગ્નિશિખા પ્રાદુર્ભત થઈ ! તે અગ્નિના પ્રકાશથી સમસ્ત દુર્ગ પ્રકાશમય
બની ગયો ! મેગલ સેના, આ શું થાય છે, તે કાંઈ સમજી શકી નહિ. તેમના Shre આશ્ચર્યમાં અને ખેદમાં ઓર વધારો થવા લાગ્યા. સમ્રાટે આશ્ચર્યપૂર્વક પિતાના.
Shree Suamarnaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com