________________
૧૦૨
સમ્રાટ અકબર
ચિતડ ઉપર હલ્લ લઈ જવાની તૈયારી કરી.
બનાસ નદીની પૂર્વ તરફ ૫૦૦ ફીટ ઉંચે એક પર્વત આવેલ છે. તેની આસપાસ ત્રણ માઈલ જેટલા અંતરમાં એક પણ પર્વત કે ટેકરી નથી. એ વિશાળ સપાટ ભૂમિની તરફ એકમાત્ર પર્વતજ વીંટાઈ રહે છે. પર્વતની ત્રણ તરફ આડાઅવળા અને ખાડાખડીયાવાળો માર્ગ છે, પણ તે રસ્તે ચડી શકાય તેવું નથી. દક્ષિણ દિશાના માર્ગદ્વારાજ પર્વત ઉપર ચડી શકાય તેમ છે; પરંતુ દુર્ગ બંધાવનારની કુશળતાને લીધે તે માર્ગ પણ એ તે સુરક્ષિત બની ગયો છે, કે દ્વારા પણ ઉપર ચડી શકાય નહિ. આ માર્ગે સુદઢ અને સુરક્ષિત આઠ દરવાજા આવેલા છે. આ આઠ દરવાજા પાર કર્યા સિવાય કિલ્લામાં જઈ શકાતું નથી. અંદર દાખલ થયા પછી પણ એક દુર્ગ ઓળંગ પડે છે. આ દુર્ગમાં અનેક સુંદર મહેલે, તળાવ તથા વહેળાઓ આવી રહેલા છે. તે ઉપરાંત મહારાણું કુંભને ૧૨૦ ફીટ જેટલે ઉચો મનહર વિજયસ્તંભ પણ દુર્ગની શોભામાં વૃદ્ધિ કરે છે. દુર્ગના પશ્ચિમ ભાગમાં રાજપ્રાસાદ તથા સંખ્યાબંધ દેવમંદિરે આવેલાં છે.
અકબરની મેગલ સેનાએ ચિતડની તળેટીમાં છાવણી નાખી તેજ દિવસે ચિતોડના આકાશમાં કાળમેઘ ચડી આવ્યા. તેફાન સાથે વૃષ્ટિને પણ આરંભ થઈ ચૂકે. જાણે કે રાજપૂતાનાની રાજલક્ષ્મી, રાજપૂતાના સ્વતંત્રતા હારી બેસશે એવી શંકાથી ઉન્માદિની માફક મસ્તિષ્કના વાળને છૂટા મૂકી વદનમંડળને ઢાંકી દઈને અશ્રુધારા વહેવડાવી રહી હેયની ! આજે ચિતોડની રક્ષા કાણ કરે તેમ છે ? મહારાણા ઉદયસિંહ તે કાયર અને બીકણું પુરુષ છે; તે તે કયારનેએ પિતાને વહાલે પ્રાણુ લઇને દૂર અરવલ્લીના પહાડમાં નાસી ગયા છે ! જે મહારાણાઓએ સ્વદેશની સ્વાધીનતા અર્થે આનંદપૂર્વક આત્માનો-પ્રાણનો ભોગ આપ્યો હતો, જેમણે ચિતોડના કલ્યાણાર્થે, ચિતડની અધિષ્ઠાત્રી દેવીની સુધા. શાંત કરવા માટે પોતાના પ્રાણપ્રિય પુત્રનું રકત અર્પણ કર્યું હતું, તેઓની વીરત્વ-ગાથા આજે કેવળ કવિકલ્પનાનેજ ઉત્તેજીત કરે છે ! તેમની કહાણી માત્ર ઇતિહાસનાં પૃષ્ઠોને જ શોભાવી રહી છે ! તેજ વંશમાં એક એવા નરાધમે જન્મ ગ્રહણ કર્યો હતો, કિવા તેજ સિંહાસન ઉપર એક એ રાજપૂત કુલકલંક અધિષિત થયે હતું કે જેણે સ્વાધીનતાની ખાતર લડવાનું પસંદ નહિ કરતાં, સ્વાધીનતા અર્થે પોતાનું રકત નહિ વહેવડાવતાં, પહાડોમાં છુપાઈ બેસવાનું જ વાજબી વિચાર્યું ! સમસ્ત દેશ ઉપર જ્યારે વિપત્તિનું વાદળ ઝઝુમી રહ્યું હતું, તેવા સમયે પિતાને પ્રાણ બચાવવા સિવાય તેને બીજું કાંઈ સૂઝયુંજ નહિ. ક્ષણિક સુખની ખાતર તેણે દેશની સ્વાધીનતાની ઉપેક્ષા કરવાનું ગ્ય ધાર્યું ! પિતાના રાજપૂત કુલના ગેરવે તેને લેશ પણ આર્કષણ કર્યું નહિ; ભવિષ્યની કીર્તિ-કહાણી તેના ચિત્તને ઉશ્કરી શકી નહિ; એક રાજપુત્રતરીનું અભિમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com