________________
ચિતાડ અને રાજસ્થાન
૧૦૧ .
દિલ્હીશ્વર અલાઉદ્દીને, સુપ્રસિદ્ધ પદ્મિનીના રૂપ–ગુણથી મુગ્ધ થઈ સ્વાધીનતાના લીલાક્ષેત્રસમાન લેખાતા ચિતાડ ઉપર સર્વથી પ્રથમ અધિકાર મેળવ્યા હતા. અને પ્રાયઃ ત્રીશ હાર રાજપૂતાને ભાગ લીધા હતા.(૪૦ સ૦ ૧૩૦૩) ત્યારબાદ પુનઃ ચિતાર્ડ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી અને લગભગ પ્રથમના જેવુજ સમૃદ્ધિશાળા તથા ગારવાન્વિત ખની ગયું હતું. આ ચિંતાડના અધિપતિ મહારાણા સંગ્રામસિંહૈ ખાખરને ભારતમાં આવવાનું આમંત્રણ મેકલી જે હાળી સળગાવી હતી, તેમાં તે પોતેજ બળી મુવા હતા, એ વાત આપણે પૂર્વે જાણી ચૂકયા છીએ. તેના પુત્ર મહારાણા વિક્રમજિતના સમયમાં જ્યારે ગુજરાતના અધિપતિ બહાદુરશાહે ચિતા ઉપર ઘેરા બ્રાહ્યા ત્યારે રાજમાતા રાણી કર્યું`વતીએ સમ્રાટ હુમાયુ પાસે એક “ રાખડી ’” માકલી સહાયને માટે પ્રાર્થના કરી હતી. રાજપૂત લલનાઓ આવી રાખડીદ્રારા, રાખડી ગ્રહણુ કરનારને પેાતાની સાથે પવિત્ર ભ્રાતૃભાવથી જોડતી અને ભ્રાતાતરીકેનુ કર્તવ્ય બજાવવા માટે તેને આવાહન કરતી. રાખડી ગ્રહણ કરનારને “રાખી—મધ–ભાઇ ” ના નામથી ઓળખવામાં આવતા, અને તે રાખડી મેાકલનારને પાતાની બહેન સમજી તેના હિતાર્થે તન-મન-ધનને સંપૂર્ણ ભાગ આપવા બહાર આવતા. રાજસ્થાનની એક સ`પ્રધાન રમણી પાસેથી આવી રાખડી પ્રાપ્ત કરવા ખદલ હુમાયુને આનંદ થયા. તેણે એક સગા ભાઇના જેટલાજ સબધથી જોડાષ્ઠને આનંદના આવેગપૂર્વક ઉકત રાજમાતાને લખી જણાવ્યું કેઃ— પ્રિય ભગિનિ, આપે સહાયતા માગી છે તે અવશ્ય આપને મળશે. સહાય તા શું પણ નવા જીતેલા રત્નપૂર્ણ કિલ્લેા માગે તે તે પશુ આપવા તૈયાર છુ. હુમાયુએ સહાય આપવાનું વચન તે। આપ્યું, પણુ તે કેવી રીતે સહાય કરી શકે, એ ગ ંભીર સવાલ થઇ પડયેા; કારણ કે મુસલમાન અને હિંદુ વચ્ચેના યુદ્ધમાં હુમાયુ મુસલમાનેાની સામે હિંદુઓના પક્ષમાં ઉમેા રહે એ સંભવિત નઢાતું, એટલા માટે જ્યાંસુધી ચિતાડ પડયું નહિ ત્યાંસુધી હુમાયુએ સહાય આપી નહિ. પરિણામે બહાદુરશાહે ચિતાડ ઉપર અધિકાર મેળવ્યેા. રાજપૂતાએ યુદ્ધ કરતાં કરતાં રક્ષેત્રમાંજ આત્માનું બલિદાન આપ્યું. રાજપૂત રમણીઓએ રાણી કશું વતીને અગ્રણી કરી સળગતી ચિતાઓમાં પ્રવેશ કર્યા !
""
અકારે માળવા પ્રદેશ ઉપર વિજય મેળવવાની તૈયારી કરી, ત્યારે રાણા સંગ્રામસિંહના પુત્ર રાણા ઉદયસિ' તે સમયના ત્યાંના અધિપતિ ભાજબહાદુરની મદદે ગયા; અર્થાત્ ખુલ્લી રીતે અકબરના શત્રુના પક્ષમાં મળી ગયા. વળી જ્યારે જૌનપુરમાં વિદ્રોહીઓએ મેટા ખળવા ઉઠાવ્યો, ત્યારે પણ તેણે પ્રકરીતે વિદ્રોહીએને સહાય આપી હતી. આટલુ છતાં સમ્રાટ અક્બરે તેની સાથે મૈત્રી બધિવાની તત્પરતા દર્શાવી એક દૂત માયા; પણ તેણે એ મૈત્રીના સ્વીકાર કર્યાં નહિ. ચિતાડમાં હવે આત્મદ્રોહની આગ સળગી છે, એમ જાણતાંની સાથેજ સમ્રાટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com