________________
સમ્રાટ અકબર
અને સરળતાપૂર્વક રાજકાર્ય કરતું હતું કે વિશ્વાસુ મનુષ્ય કેવા હોય તે સંબંધી વાત નીકળતાં લેકે રામદાસનું ઉદાહરણ આપતા; અર્થાત તે પિતાની વિશ્વાસ પાત્રતા માટે પ્રજામાં દષ્ટાંતરૂપ થઈ પડયા હતા. સમ્રાટે તેને ધીમે ધીમે આગળ વધારી રાજા ટોડરમલના હાથ નીચે “રાજસ્વવિભાગ” ના સહકારી પ્રધાનતરીકેનું પદ આપ્યું હતું. તેણે પ્રમાણિક્તાપૂર્વક પુષ્કળ ધન એકત્ર કર્યું હતું, તેમજ આગ્રા નગરીમાં એક મનહર અટ્ટાલિકા પણ બંધાવી હતી, પરંતુ તે સ્થળે તે ભાગ્યે જ નિવાસ કરતો. તેને ઘણેખરે વખત રાજપુરીની રક્ષામાં જ વ્યતીત થતો. તેની સાથે સર્વદા ૨૦૦ રાજપૂત સૈનિકે રહેતા અને આ સૈનિકે સાથે તે સર્વદા પિતાના કાર્યમાં તલ્લીન રહેતો. તેનું હૃદય પણ બહુ ઉદાર હતું. તે દીન-દરિદ્રી મનુષ્યોને, કવિઓને તથા સંગીતશાસ્ત્રીઓને છૂટથી દ્રવ્યનું દાન કરતે. સમ્રાટે તેને પાંચસો સેનાનું સેનાપતિ પદ તથા કાશ્મીરમાને એક મનહર બગિચે અર્પણ કર્યો હતો, એટલું જ નહિ પણ એક દિવસે સમ્રાટે પોતે તેને ત્યાં પધારી તેના પ્રત્યેનું પિતાનું સન્માન પ્રદર્શિત કર્યું હતું.
સુપ્રસિદ્ધ સંગીતશિક્ષક તાનસેન, બુદેલખંડના અધિપતિ રાજા રામચંદ્ર વાઘેલાના દરબારમાં સંગીતશાસ્ત્રી તરીકેનું કામ કરતું હતું. એક દિવસે રાજા રામચંદ્ર, તાનસેનના સંગીત–માધુર્ય ઉપર એટલે તે મુગ્ધ થયું કે તેણે તેને તેજ દિવસે એક કરોડ સુવર્ણમુદ્રા ઇનામ આપી. સમ્રાટ અકબર ગુણવાન પુરુષોને એ તે પક્ષપાતી હતી કે ભારતવર્ષને ગમે તેટલે ખુણે-ખાંચરેથી, ગમેતેટલે દૂરથી, ગમે તેટલા પરિશ્રમ અને ખર્ચને ભેગે તે પુરુષોને શોધી કાઢતા અને તેમને પિતાની પાસે બોલાવી યથાયોગ્ય ધન તેમજ જાગીર બક્ષીસ આપતે. સમ્રાટે રાજ્યારોહણ કર્યા પછી સાતમે વર્ષે એ સંગીતશિક્ષક તાનસેનને યશ સાંભળી, તેને પિતાની પાસે બોલાવી લાવવા એક પ્રધાન અમલદારને દૂતરૂપે રાજા રામચંદ્રના દરબારમાં મોકલ્યા. રાજા રામચંદ્ર સમ્રાટની માગણનું ઉલ્લઘંન કરી શકે તેમ ન હેવાથી તેણે અનેક ઉપહારપૂર્વક તાનસેનને અકબરની સેવામાં રવાના કર્યો. તાનસેન મેગલ દરબારમાં હાજર થયા તે સમયે તેને સહદયતાપૂર્વક પુષ્કળ આવકાર આપવામાં આવ્યું. તાનસેને પ્રથમ દિવસેજ વાદ્યયંત્રાદિ સાથે એવું તે મધુર અને અસાધારણ સંગીતનૈપુણ્ય પ્રદર્શિત કર્યું કે સમ્રાટ તે જોઇને ચકિતજ થઈ ગયા. તે જ ક્ષણે તેને બે લાખ મુદ્રા બક્ષીસ આપવામાં આવી. તાનસેન તેજ દિવસથી મોગલ દરબારના એક ઉજજવળ રત્નરૂપે ગણાવા લાગ્યો. તાનસેનના અનેક સંગીત પદ્યમાં ઉક્ત રાજા રામચંદ્ર અને સમ્રાટ અકબરના નામનો ઉલ્લેખ જોઈ શકાય છે. સમ્રાટના પ્રધાન અમાત્ય અબુલફઝલે લખ્યું છે કે, તાનસેનના
જે સંગીતકલાભિજ્ઞ પુરૂ, સહસ વર્ષો થયાં ભારતવર્ષમાં જન્મ્યો નથી. તેની 2. અસાધારણ સંગીતકીતિ હજી પણ સમસ્ત ભારતમાં વ્યાપ્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unrara, Surat
www.umaragyanbhandar.com