________________
નક્ષત્ર-મંડળ
કર્યું હતું, કે તેણે તેને બે હજાર સેનાનું સેનાપતિત્વ પ્રદાન કરીને તથા રાજા બીરબલની ઉપાધિ સમપને તેના પ્રત્યે પિતાનું અતિરિક સન્માન દર્શાવી આપ્યું હતું. બીરબલવિષેની મૂળ હકીકત આ પ્રમાણે છે એમ કહેવાય છે કે નગરકેટનું રાજ્ય પણ રાજા બીરબલને ભેટ કરવામાં આવ્યું હતું. અકબર કે ગુણાનુરાગી અને કદરદાન નૃપતિ હતો તેનું આ ઉત્તમ દષ્ટાંત છે. ઉક્ત કવિવારે ઈતિહાસમાં રાજા બીરબલના નામથી પ્રસિદ્ધિ મેળવી છે. તે જે મિષ્ટભાષી હતા, તેજ ઉત્કૃષ્ટ કવિ અને સંગીતશાસ્ત્રી પણ હતે. બ્લેકમન સાહેબે લખ્યું છે કે તેની નાની નાની કવિતાઓ અને હાર્દિીપક પદ્યો આજ પર્યત ભારતવાસીઓ સેંકડે મુખે લલકારે છે.” તે પિતાની મધુરતાપૂર્ણ વાર્તાઓથી તથા મધુર સ્વભાવથી સર્વને અતિશય પ્રિય થઈ પડ્યું હતું. સમ્રાટ પોતે કવિરાયના સહવાસમાં રહેવું બહુ પસંદ કરતા હોવાથી કવિ અને સમ્રાટ ઘણોખરો સમય પરસ્પરના સહવાસમાંજ ગાળતા હતા. ફતેહપુર સીક્રમાં સમ્રાટના અંતઃપુર પાસેજ કવિરાયનું મનહર વાસભુવન હજી પણ જોઈ શકાય છે. અકબરના જે પૃથ્વીને એક સર્વપ્રધાન નરપતિ–દિહીશ્વર, કવિરાય જેવા દીન-હીન બ્રાહ્મણને પોતાના બંધુરૂપે પિતાની પાસે રાખે, તે તેના ગુણાનુરાગને તથા તેના અંતઃકરણના ઔદાર્યને જ સિદ્ધ કરે છે. સમ્રાટુ આ દરિદ્ર બ્રાહ્મણપ્રત્યે કેટલો બધો પ્રેમ રાખતો હતો તેની કેટલીક હકીકત આપણે હવે પછીનાં પ્રકરણમાં વાંચીશું. આ સ્થળે તે એટલું જ કહેવું બસ થઈ પડશે કે રાજા બીરબલ પિતાના અસામાન્ય ગુણેને લીધે સમ્રાટના દરબારમાં એક ઉજજવળ રત્નરૂપે લેખાતો હતો. હિંદુ અને મુસલમાનોને એકત્ર કરવા અર્થે કિંવા ઉભય પ્રજાને એક ધર્મમાં ઐકયયુક્ત કરવા અર્થે, હિંદુધર્મને કિંચિત નવીન રૂ૫ આપી એક નવો ધર્મ પ્રચલિત કરવાની સમ્રાટે ભાવના રાખી હતી. આ નવીન સુસજછત ધર્મને તે “ઈશ્વરને ધર્મ” એવું નામ આપતો હતો. રાજા બીરબલે આ નવીન ધર્મને ઉદ્દેશ અને ઉપકારકતા જોઈને અતિ આનંદપૂર્વક તેને સ્વીકાર કર્યો હતો. આ નૂતન હિંદુધર્મ કેવા પ્રકારને હતો તથા તેના ઉપર શું નૂતન સંસ્કારો કરવામાં આવ્યા હતા, તે વાત અમે હવે પછી કહીશું.
રાય પત્રદાસ સર્વ પ્રથમ સમ્રાટની હાથીશાળામાં હિસાબ રાખવાનું કામ કરતા હતા, પરંતુ ચિતડના હલ્લા સમયે તેણે એવું અસાધારણ વીરત્વ દર્શાવ્યું હતું કે તે એક જ પ્રસંગે તેને પ્રસિદ્ધમાં લાવી મૂકો. ત્યારબાદ તે ક્રમે ક્રમે બંગાળા, બિહાર તથા કાબૂલના દિવાનતરીકેનું પદ અલંકૃત કરવા ભાગ્યશાળી થયા હતા. સમ્રાટે તેને સન્માનસૂચક પાંચ હજાર સેનાનું સેનાપતિપદ તથા “રાજા વિક્રમજિત ની ઉપાધિ આપી હતી. તેણે વિવિધ લડાઇઓમાં હાજર રહી, અસીમ સાહસપૂર્વક
મોગલ સામ્રાજયની ભારે સેવા બજાવી હતી.. Shree Sા રામદાસ નામે એક દરિદ્ર રાજપૂત સમ્રાટને નોકર હતો. તે એવી તો સાધુતા
S
Shree Sudhathiaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com