________________
૯૦
સમ્રાટ અકબર
સદાને માટે મૂકતા ગયા છે. તેણે પ્રથમ સામાન્ય કા દ્વારા રાજ્યમાં પ્રવેશ કર્યો હતા, પણુ શેરશાહના સમયમાં જ્યારે પ’જામ ખાતે “નવ રાતાસ” નામના એક સુદૃઢ કિલ્લેા તૈયાર થયા, ત્યારે તે કાર્યમાં તેની તીક્ષ્ણ બુદ્ધિના રાજ્યના અમલદારાને સર્વથી પ્રથમ અનુભવ થયા. ગુણુગ્રાહી રાજા અકબરને આ વાતની ખબર પડતાં તેણે ટાડરમલને પોતાની રાજસભામાં ખેલાવ્યા. રાજા ટાડરમલમાં એકીસાથે અનેક ગુણા રહેલા જોઇ અકબર તેના ઉપર બહુ મુગ્ધ થયા અને તેને રાજ્યમાં ઉચ્ચ પદવીએ નિયુકત કર્યાં. તે જેમ મહાસાહસિક હતા તેમ વિચક્ષણ રાજનીતિજ્ઞ પણુ હતા. આપણે આગળ જતાં ગુજરાત, ખંગાળ, બિહાર, ઉડીસા અને અન્નાનીસ્તાન આદિ સ્થાનામાં તેના વીરત્વનું અને તીક્ષ્ણ બુદ્ધિનું દર્શન કરીશુ. તે પણ ક્રમે ક્રમે પાંચ હજાર સેનાના સેનાપતિતરીકેનું મહાગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા હતા; તેમજ જાકે જાતે સમયે તેણે પણ અંગાળ, બિહાર તથા પંજાબ ઉપર્ રાજશાસન ચલાવ્યુ હતું. સુવિશાળ માગલ સામ્રાજ્યના દીવાનતરીકેનુ' સર્વોચ્ચ પદ પણ એક સમયે રાજા ટારમલે શેાભાન્યુ હતુ. મહા પંડિત અમુલ ક્લે લખ્યું છે કે: “સાધુતામાં, બુદ્ધિમાં અને વ્યવહારકુશળતામાં રાજા ટોડરમલ ભારતમાં અદ્વિતીય હતા. તે સંપૂર્ણ પ્રકારે નિર્દેાભી હતા.” અંગ્રેજ ઐતિહાસિકા કહે છે કેઃ “ તે એક અસાધારણ રાજસ્વસચિવ (અર્થાત્ કર કવા ટેકસ ખાતાના પ્રધાન) હતા.” તેણે એવી તા દીષ્ટિપૂર્ણાંક સમ્રાટની સેવા બજાવી હતી અને રાજ્યના કરસબંધે એવા તા સુંદર નિયમા બાંધ્યા હતા, કે તેની રાજનીતિ અને શાસનનીતિની પ્રશ ંસા મુસલમાન ઇતિહાસલેખકા પણ કર્યા વિના રહ્યા નથી, તેણે ખાંધેલાં ધારા-ધારણા હિંદુ તથા મુસલમાન, ઉભય પ્રજાને લાભદાયક થઇ પડયાં હતાં. જર્મનીના કુમાર કાઉન્ટ આફ નાવર લખે છે કેઃ “તેણે રાજ્યના કરસબંધે એવા સરસ ધારા બાંધ્યા હતા, કે તે ધારાએ રાજા ટાડરમલને પેાતાને માટે તેમજ સમ્રાટ અક્બર માટે અક્ષય યશ તેમની પાછળ મૂકતા ગયા છે, એટલુંજ નહિ પણ એ સમસ્ત નિયમે યૂરોપીય રાજ્યોને માટે પણ આદરૂપ થઇ પડે તેવા છે.” ગુણાનુરાગી સમ્રાટ અક્બરે પોતે પણ રાજા ટાડરમલને ત્યાં પધારી તેનાપ્રત્યેનું પોતાનું સન્માન સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરી આપ્યું હતું.
સમ્રાટના રાજ્યાભિષેક પછી કેટલેક દિવસે મહેશદાસ નામે એક અતિ દરિદ્ર બ્રાહ્મણકવિ સમ્રાટના દરબારમાં આવ્યા હતા. અકબર સદ્ગુણા અને શક્તિઓના બહુજ પક્ષપાતી હતા, એ વાત આગળ કહેવાઇ ગઇ છે. સમ્રાટે ઉક્ત બ્રાહ્મણકવિમાં વિવિધ ગુણાનો સમાવેશ જોઇ બહુ આનદિત થઇને તેને “ કવિરાજ ” ની ઉપાધિથી વિભૂષિત કરી પેાતાના દારમાં કવિતરીકે નિયુક્ત કર્યો હતા. ક્રમે ક્રમે કવિના પાંડિત્યે, ઉદાર હૃદયે અને સત્સાહસે સમ્રાટનુ એટલું બધું આકર્ષણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com