________________
પ્રવેશ ૨ ગો. ]
તાપુર.
હું
ચંપાનગરીથી લખિતંગ, લલિતા દાસી રે, તમ વિયેગે રહે દિનરાત, બહુજ ઉદાસી રે. પ્રિય! બાળપણમાં રે પ્રીત, પર થઈ છે રે,.
એ તો આજ લગી મન માંહ, એવી રહી છે રે. પ્રિય! ત્યારે હુતી હું છેક નહાની બાળારે, પણ સમજીરે જ્યારથી નેહ, જપું છું માળા રે. આજ જયાં તમારૂં મુખ થયાં બહુ વર્ષ રે, તેથી જેવા શશિસમ મુખ, દદે છે હર્ષ રે, આણું આવ્યાતી રે વાટ, મેં મસ જોઈ છે રે, બહુ વિત્યા હવે તહેવાર, આશા ખેાઈ છે રે. હજું તમે અમશું રે પ્રિયપ્રાણ, પ્રસંગ ન પડિયે રે, તો ક્યાંથી હશે કાંઈ વાંક, મનમાં ઉતરિયે રે? છે છે માતપિતા મુજ રાંક, સ્વભાવે શાણું રે, તે ગાયછે તમારા ગુણ, ઈચ્છે આણાં રે. છે તેમને કાંઈ અપરાધ, કારણ શું છે રે, કરગરી ખુલાસા રે કાજ, દાસી પૂછે રે. સૌ તમને રે જેવા કાજ, બહુ ઈચ્છે છે રે, તેમાં મારું મળવા માટે મન તલસે છે રે. પ્રિય! આજ લગી ધરી ધીર, શીખી ઘરધંધે રે, તે સાથે રે વિદ્યાભ્યાસ, કીધે સંધો રે. જાણું ગુણીજન છે મુજ નાથ, વિદ્યાસાગર રે, સાધી સૃષ્ટિનું સૌ જ્ઞાન, નિપજ્યા નાગરે. પિયુ! ડાબું તમારું હું અંગ, અધૂરું હેઉં રે, ત્યારે શોભીતી તમજેડ સાથ ન સોઉં રે. તે માટે દિન ને રાત, ૨ટણ જ કીધાં રે, ઉપયોગી સર્વ શાસ્ત્ર, શીખી લીધાં રે. જે ઉલટી હશે રીતભાત, તમથી પ્યારારે, ઝટ સુધારીશ મુજ પ્રાણ, કરીશ નહિ ન્યારારે. નથી પાના રે પુસ્તક માંહ, મન મુજ રે'તું રે, નથી નાનાવિધનાં રે સુખ, માની લેતું રે. મુજથી નહાની રે ઘણી બાળ, પિયુશું શોભે રે, તે દેખીને મારું દિલ, મળવા લેભે રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com