________________
એક પળ પછી બધે અંધકાર થઈ જશે. સરદાર પાછો દીવાની પાસે જવા લાગ્યા. તે તેની પાસે પહોંચે તે પહેલાં જ તે દીપકમાં માટે ભડકો થશે અને ભીંત ઉપર એક ભયંકર આકૃતિને પડછાયો તેને સ્પષ્ટ દેખાવા લાગે. તેને જોતાં જ તેનું શરીર ધ્રુજી ઉઠયું–તેના આખા શરીરમાં ભયને સંચાર થા. એકદમ વૃદ્ધ સરદારે પિતાની કબરે લટકતી તરવાર હાથમાં લીધી. તરવાર હાથમાં લઈ તે દીવાલ પાસે જઈ પહોંચે તે પહેલાં જ દી પોતાની પૂસ્થિતિમાં આવી ગયો. અને ભીંતપરનો પડછાયો પણ અદ્રશ્ય થઈ ગયો. પિતે શું જોયું, એ બાબતમાં ઘણે વખત સુધી અનેક વિચારો કરવા છતાં તેના ધ્યાનમાં કઈ પણ આવી શકયું નહિ. તે ઘણે વખત સુધી દીપક અને દિવાલ તરફ જોતો રહ્યો. આખરે પિતાને જણાએલ એક પ્રકારને ભાસ છેસાય નહીં-એમ મન વાળી લઈ તે પાછો પલંગ ઉપર આવીને બેઠે.
ઘણો વખત સુધી તે વૃદ્ધ સરદાર આંખ બંધ ધરી શય્યા ઉપર પડે રહ્યા હતા. કેમે કરી તેને નિદ્રા આવી શકી નહિ. લલિતસિંહે તેને તે વૃદ્ધ વનચરીની જે વાત કહી હતી તે જ તેના વિચારનો વિષય થઈ ગઈ હતી. “ભયંકર અવાજ સંભળાશે-ભયાનક દેખાવ દેખાશે.” એ વાય યાદ આવ્યું અને પોતે થેડા જ વખત ઉપર જે ભયાનક દેખાવ જોયો તે કેવળ ભાસજ નહિ પણ ખરો દેખાવ હતે એમ તેને લાગવા ભાડયું. તે વાત સત્ય તરીકે તે માની લે તેટલામાંજ ધાધા એવા ભયકર અવાજ થવા લાગ્યા. તે અવાજ સાંભળતાંજ તે એકદમ ઉડીને બેઠેલા થયો. તેણે શયન ગૃહમાં ચારે તરફ નીરખીને જોયું તે ત્યાં તેને ચમકતી વીજળીના જે પ્રકાશ જણાયો. તે એકદમ પલંગ ઉપરથી નીચે ઉતર્યો અને હાથમાં સમશેર લઈ શયનગૃહની વચ્ચેવચ આવીને ઉભો રહ્યો. સરદાર સર્જન ભૂત પ્રેત-પિશાચ-યક્ષ-રાક્ષસ અને કિન્નર વગેરેથી ડરી જાય તે હેત. છતાં તે ભયંકર અવાજ અને આશ્ચર્યજનક અજ. વાળ જોઈ છેડા વખત માટે પિતાની શી સ્થિીતિ થઈ, તે બાબતમાં તે પિતેજ કાંઈ પણ સમજી શકે નહી. પિતાના હૃદયે આવી રીતે બીકણપણું સ્વીકાર્યું તેને માટે તેણે તેનો ખુબ તિરસ્કાર કર્યો અને બહુજ અભિમાનથી બબડ્યો કે “મારા જેવા પુરૂષે આવી તુરછ અફવાઓને ખરી માનવી, એ ખરેખર શરમ ભરેલું છે-બીકણપણાનું લક્ષણ છે.”
તે પાછો ફર્યો, તરવાર પલંગની પાસેજ મૂકી દીધી અને કોઈ પણ પ્રકારને વિચાર મનમાં ન લાવતાં શાન્તપણે નિદ્રાધીન થઈ જવાને વિચાર કર્યો તે સૂઇ ગયા. છેડે વખત વ્યતીત થયો. સર્વત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com