________________
२७
'
'પણ આમાં આટલું બધું પૂછવા જેવું છે શું ? ” ચદ્રસિંહે
અંદરકારપણે કહ્યું.
'
વિશેષ તે કાંઇજ નથી. વા, હવે એ વાતે પડતી મૂકે. રાત્રી બહુજ વ્યતીત થઇ ગઇ છે માટે તમને ઉંધ આવતી હશે. હવે તમે તમારા શયનગૃહમાં જઈને સુઇ જાઓ. આવતી કાલે આપણે આ આબતમાં કાંઇક વધારે વિચાર કરીશું. ”
ચંદ્ર અને લક્ષિત ત્યાંથી પોતપોતાના શયનગૃહ પ્રત્યે ચાલ્યા ગયા.
----
પ્રકરણ ૬ હું.
માયાભાસ.
ચંદ્ર અને લલિતના ચાલી ગયા પછી વૃદ્ધ સરદાર સજ્જનસિંહ પણ પોતાના શયનગૃહ તરફ ગયેા. વીસ વર્ષ પહેલાં તે કિલ્લામાંના શયનગૃùા ઉંચા સામાનથી અને સુગધિત પદાર્થોંથી સુશોભિત કરવામાં આવતા પરંતુ હમણાં હમણાં તેમાંનું કાંઇ પણ થતું નહિ. આજે ઘણાં વર્ષો થયાં કિલ્લાના માલેક દુનિસંહૈ રાજધાની મંદારનગરમાં પેાતાને માટે મહેલ જેવું મકાન બઁધાવવાથી કિલ્લા તરફ્ જેવું જોઇએ તેવું ધ્યાન અપાતું નહીં. સરદાર સજ્જનસિ’હુ અચાનક પોતાના માણસે સાથે ત્યાં આવવાને છે, એ વાત દૂગરક્ષકના જાણવામાં આવતાંજ બહુ ઉતાવળથી તેણે કિલ્લે સામુક કર્યાં હતા.
સજ્જનસિંહે શયનગૃહમાં આવતાંજ ખુણામાંના દીપક પ્રકાવ્ય. શયનગૃહને બે દરવાજા હતા. એક ખુડ્ડામાં ખારીની પાસે એક ચંદનમ′ચક ઉપર તેને સુવાને માટે શય્યા પાથરેલી હતી. આ શયન ગૃહની મજબૂતમાં મજબૂત ચાર ખારીઓને લાઢાના મજબૂત ગજ એવી રીતે બેસાડવામાં આવ્યા હતા કે જો બહારથી કાઇ દુશ્મન ખાણુ મારે તો તે પણ અંદર પ્રવેશ કરી શકે નહીં તો પછી કાષ્ઠ મનુષ્ય તા આવીજ શી રીતે શકે ? દીપકના પ્રકાશ મર્દ હૈાવાથી તે ભૂખ્ય શયનગૃહ તે સમયે ભયાનક લાગતું હતું. પહેલ વહેલાં તે આ વાત વૃદ્ધ સરદાર સજ્જનસિંહના જાણવામાં આવી નહીં. ધીમે ધીમે તે મચક્ર-પલંગ–ઉપર જઇ એસે તેટલામાં તેા દીપકના પ્રકાશ માટ થયા હાય, તેમ તેને લાગ્યું. તેણે પાછું વાળીને જોયું તે તેને એમ લાગ્યું કે તે દીવાના પ્રકાશ એટલા બધા મન્ત્ર થઇ ગયા છે કે જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com