________________
૨૯
શાન્તિ અને સ્તબ્ધતાનું સામ્રાજ્ય હતું તેટલામાં દરવાજો ખખડવાને અવાજ થયો. તે તરફ્ તે સરદારે ઘણા વખત સુધી ધ્યાનજ આપ્યું નહિ. છતાં તેના ચિત્તની વૃત્તિએ શાન્ત રહી શકી નહિ. કરી તેના હૃદયમાં ભય"કર ચળવિચળ થવા લાગી. તેની ઇચ્છા ન છતાં તેણે ફરી આંખે ઉધાડી તે સાથેજ દરવાજામાંથી એક પુરૂષ જેવા વેળા આકાર ધીમે ધીમે શયનગૃહ-તરફ-માં ચાલ્યેા આવે છે, એમ તેને દેખાયું! તે એઇ સરદાર ચમયે અને શય્યામાં ઉઠીને બેઠા થયે. તરતજ તેના શરીર ઉપર રામાંચ થયું. થોડા વખત સુધી તે, તે ધેાળી આકૃતિ તરફ જોતા રહેલ. તે આકૃતિ ધીમે ધીમે મંદ મંદ બળતા દીપક પાસે ગઇ અને ત્યાંજ ઉભી રહી. સરદારે પોતાના હાથમાં તરવાર લીધી કે તરતજ તે આકૃતિ અલેપ થઇ ગઇ. તે પલ’ગ ઉપરથી ઉડયા અને દીવા પાસે જઇ જમીન તપાસવા લાગ્યા, તે જગ્યાની તેણે બહુજ સમતાથી તપાસ કરી પણ જમીનની નીચે કાંક છે, એવી શંકા લાવવાનું તેને માં પણ જણાયું કે દેખાયું નહીં. આખરે તે કેવળ ભાસજ હતા અને જે તે પાગલની જેમ તે તરફ ધ્યાન આપે છે, એમ પોતાના મનનું ઉપર ઉપરથી સમાધાન કરી તેણે જળપાત્ર હાથમાં લીધું-તેમાંથી થોડુંક પાણી લઇ હાથ-પગ અને મુખ ધોઇ લીધાં.
વૃદ્ધ સરદાર ફરી પલંગ ઉપર જઇ સૂઇ ગયેા પણ કેમે કરી તેને નિદ્રા ન આવી તે નજ આવી. આ સમયે દાઢ પ્રહર રાત્રિ વીતી ગઇ હતી. સરદાર સજ્જનના મનમાં અનેક જુદી જુદી જાતના સાધક બાધક અને શુભાશુભ વિચારાતુ તુમલયુદ્ધ થવા લાગ્યું. તેનું શરીર બહુજ ધ્રુજવા લાગ્યું. થોડા વખત પહેલાં તેણે જે આશ્ચર્યજનક દેખાવ જોયા હતા તેમાં કાંઇ પણુ ગુપ્ત રહસ્ય તા રહેલું હાવુંજ ોઇએ, એમ તેને લાગવા માંડયું. એટલામાં તો પેાતાને કાઇ ખભામાંથી ઝાલીને હલાવે છે, એમ તેને લાગ્યું. તે ધ્યાનમાં આવતાંજ વૃદ્ધ સરદાર ખરેખર ચમકી ગયા-ગભરાઇ ગયા. હવે કૈાઇક ભયકર દેખાવ દેખાશે, તે જોવા માટે તેણે આંખા ઉઘાડી, થોડી વારમાંજ તેને જોયું કે-ધીમે ધીમે દરવાજો ઉધડે છે. દરવાજો પૂરેપૂરા ઉધડતાંજ ફરી ખીજીજ એક ધોળી આકૃતિ શયના ગૃહમાં આવી. તેની તરફ જોતાંજ સરદાર બહુજ ભયભીત થયા. તે આકૃ તિને સારી રીતે જોતાંજ તેને જણાઇ આવ્યુ કે-પહેલાં જે આકૃતિ આવી હતી તે આકૃતિ આ નથી. આ સમયે સરદારનું શરીર થરથર ધ્રુજતું હતું, શરીર પરસેવાથી ભીંજાઇ ગયું હતું અને ભભ્ય ભાલ પ્રદેશપર પરસેવાના બિદું બાઝી જઇ ટપોટપ ગાલ ઉપર થઇ વક્ષ:સ્થળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com