________________
૨૫
અહીંથી ચાર ગાઉ દૂર આવેલ સ્વાટિકસ્તભ પાસે લલિતે એક મૃગને સંહાર કર્યો અને મેં એક સસલાને શિકાર કર્યો.' ' - “તે તે આજે દુગરક્ષકને મેટી મિજમાની ભળી!”
ના. તેમ નથી. ચંદ્રસિંહ પોતાના શિકારને કિલ્લામાં લઈ આવ્યા અને મારો શિકાર હું ત્યાં જ નાંખી આવ્યો. જે તે વખતે જે અકસ્માત બન્ય-અચાનક ન ધારેલો બનાવ બન્યો ન બને હેત તે હું ભારે શિકાર લઈ આવત; પરંતુ તે વિચિત્ર બનાવ બનવાથી અફસોસ કે લાચારીથી ભારે મહામહેનતે મેળવેલ શિ. કાર ત્યાંજ નાંખી આવવું પડ્યું. ” લલિતે કહ્યું.
એટલે? લલિત ! ત્યાં એ તે શો વિચિત્ર બનાવ બન્યો? અહીં આપણા સાંભળવામાં જે કાંઈ આવ્યું તેવું જ કાંઈ તારા જોવામાં આવ્યું કે કેમ?” સજનસિંહે અજાયબીથી પૂછ્યું,
“હ. આપનું કહેવું બરાબર છે. તેજ બનાવ બન્યો હતો.”
“તે તે બનાવની શરૂઆતથી છેલ્લે સુધીની તમામ હકીકત તું મને કહી સાંભળાવ”
વારૂ, શિકાર કરી અમે બન્ને વિશ્રાંતિ લેવા માટે એક શિલા ઉપર બેઠા. સંધ્યા સમયનું મનહર સૃષ્ટિસૌંદર્ય અવલોકન કરતા–આ... નંદથી હાસ્યજનક વાર્તાલાપ કરતા હતા ત્યારે અમારી નજર પર્વ. તની ગાઢ ઝાડી તરફ ગઈ અને તતકાળ એક વૃદ્ધા-વનચરી અમારા જોવામાં આવી.”
“પિતાજી! તે ડોસી મનુષ્ય નહીં પણ કોઈ રાક્ષસી કે પિશા. ચિણી હોવી જોઈએ. તે એકદમ ઝાડીમાંથી નિકળી અમારી સામે આવીને ઉભી રહી અને તેને જોતાં જ મને બહુ ભય લાગ્યો.” ચંદ્રસિંહે કહ્યું.
હા, તેના આચરણ ઉપરથી અને સ્વરૂપ ઉપરથી તે કોઈને પણ ભય ઉપજાવે તેવી હતી. તેના શરીર ઉપર ફાટેલાં વસ્ત્ર હતાં અને જટા જેવા થઈ ગએલા વાળ તેની છાતી, પીઠ અને ખભા ઉપર ફેલાઈ ગએલા હતા. તેની આંખો લાલચોળ, ઉગ્ર, અને ભયંકર દેખાતી હતી. તે જેનારના હૃદયમાં તેથી તત્કાળ ભયને સંચાર થાય તેમ હતું. ઘણા વખત સુધી તેણે પિતાની તીવ્રદ્રષ્ટિથી અમારા તરફ જોયાજ કર્યું.
પણ તેવી જ નજરે તેની તરફ જેતે હતે. આમ કેટલીક વખત ચાલ્યા પછી તેણે પિતાને કાષ્ટ જેવો હાથ કિલ્લા તરફ લંબાવ્યો અને કર્કશ કઠોર તથા આખા જંગલને ગજાવી મૂકે તેવા અવાજે બેલી-“દેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com