________________
આવેલ હતું. આ કિલ્લે પિતાના નામ પ્રમાણે ખરેખર અછત હ. આ દુર્ગ જે મજબત, સગવડવાળા અને મનહર કિ દક્ષિણ દેશમાં બીજે નહે. કિલ્લાની ચારે તરફ બહુજ મજબૂત ભીંત બાંધી લીધેલી હોવાથી કિલ્લાની દ્રઢતામાં ઓર વધારે થયે હતે. કોટને ચાર દરવાજા હતા. દુર્જનસિંહને મોટે ભાઈ-એ અજયદુર્ગ ખરો હકદાર–મરણ પામ્યા પછી તે ચાર દરવાજામાંથી ત્રણ દર વાજા હમેશાં બંધ રહેતા. દૂર્ગની દિવાલ ઉપર ઠેકઠેકાણે આરસ-પહાણના નાના નાના રમણીય મિનારાઓ બાંધેલા હોવાથી કિલ્લે બહુજ શેભત અને રમણીય લાગતું હતું. કિલ્લાને મેટો દરવાજો ઓળંગી અંદર જતાં એક મોટું મેદાન આવતું. તે મેદાન એટલું તે વિશાળ હતું કે-એકી વખતે દશ હજાર સિપાઈઓ ત્યાં સહેલાઈથી કવાયત કરી શકતા. તે મુખ્ય દરવાજા ઉપર હમેશાં ખુલી તરવારે ધારણ કરનારા પહેરેગીર પહેરો ભરતા. તે મેદાનના એક ખુણામાં એક જબરદસ્ત ઘંટ બાંધેલ હતું અને તેની દેરી દરવાજાના બહારના ભાગમાં લઈ જવામાં આવી હતી. તે ઘંટ વાગતા જ દરવાજો ઉઘાડવામાં આવતો. મેદાનની ઉત્તર દિશાએ પહેલાં એક કસરતશાળા હતી. ત્યાં જુદી જુદી જાતના ભાવિદ્યાને લગતાં આયુધ મુકેલાં હતાં. તેની બાજુમાં નેત્રને ચક્તિ કરી નાંખનાર પદાર્થસંગ્રહાલય હતું. અહીંથી તે બળવાન કિલ્લામાંના મનુષ્યકૃત પ્રાચીન સૌંદર્યને પ્રારંભ થ. હતો. એક તરફ કળાશયુકત અનેક અદ્વિતીય વસ્તુઓ, લાકડાના અને હાથીદાંતના અમૂલ્ય કોતરકામ અને પત્થર તેમજ ધાતુનાં બનાવેલાં નવાં નવાં પૂતળાંઓ બહુજ સરસ રીતે ગઠવવામાં આવ્યાં હતાં. બીજી બાજુએ દેશમાં મળતી દુર્લભ્ય વસ્તુઓ, શિલાલેખ, તામ્રપત્ર અને તાડપત્ર પર લખેલાં ગ્રંથો ગોઠવવામાં આવેલા હતા. ત્યાંથી જરા આગળ વધતા યુદ્ધ કરવાનાં સાધનો-તરવાર, ખાંડ, ભાલા, ને, તેગ, બરછીઓ, બખ્તરે, મોટા મોટા શિરસ્ત્રાણટોપે, ધનુષ્ય અને બીજા પણ સાધને–ત્યાં હતાં. તે પદાર્થસંગ્રહલયના દરેક ખુણામાં યુદ્ધવિધાવિશારદ શુરવીર પુરૂષોની પાષાણની પ્રતિમાઓ મૂકવામાં આવી હતી. ત્યાંથી બીજી તરફ અશ્વશાળા હતી અને તેની જોડે જ ગજશાળા પણ હતી. અશ્વશાળામાં હમેશાં પાંચ મજબુત અને સુંદર ઘોડાઓ તૈયાર રહેતા. તેની નીચે વિશાળ ભેયર હતાં અને તેમાં અશ્વને માટે ખોરાક ભરી રાખવામાં આવતું. કિલાની દક્ષિણ દિશાએ કિલાને રખેવાળને રહેવા માટે વ્યવસ્થા કરેલી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com