________________
સંપૂર્ણ વિશ્વાસ હતો તથા સજજનસિંહ રાજા પ્રત્યે વફાદાર હોવાથી વિશ્વાસને પાત્ર પણ હતા. જ્યારે તેનામાં ક્રોધને સંચાર થતું ત્યારે તે યમરાજ જે ભયંકર લાગત. રાજા ચંદ્રકેતુના મરણ પછી તેણે પિતાના નામ પ્રમાણેજ સજ્જનતા અને સત્યને આશ્રય લીધે હતે.
ચંદ્રસિંહ અને પ્રભાવતી એ બે સંતાને તેને હતાં. જે સમયે અમારા આ કથાનકને પ્રારંભ થાય છે તે વખતે ચંદ્રસિંહની ઉમર એકવીસ વર્ષની હતી. રવીરતામાં તે પિતાના પિતાની જેવો જ હતે. પિતાના કુળનું અભિમાન તેના તમામ શરીરમાં ભરેલું હતું. બેલતી વખતે તે અભિમાની હોય તેમ લાગતું. પ્રભાવતીની ઉમ્મર સળ વર્ષની હતી. તેને જન્મ થયા પછી થોડા જ વખતમાં તેની માતા મરણ પામી તે સમયે સજનસિંહને સર્વ વાતે અનુકૂળ હોવા છતાં તેણે બીજીવાર લગ્ન કર્યું નહિ. તેને પિતાના બનને પુત્ર-પુત્રી ઉપર અત્યંત પ્રેમ હતો. હમણાં હમણુ રાજ ખટપટ શરૂ થવાથી તેનું ચિત્ત અશાન્ત રહેતું. પિતાને અતિમ હેતુ કેવી રીતે સિદ્ધ થશે, એ એકજ વિચારમાં તે સર્વદા ગુલતાન રહેતું. પોતાના પિતાએ હાથમાં લીધેલ કાર્ય કેટલું જોખમવાળું છે, આ વિચાર પ્રભાવતીના મનમાં આવતાં જ સ્ત્રીસ્વભાવ મુજબ તેને ભય લાગતું. હમણાં હમણાં તે સાધારણ વસ્ત્ર પહેરતી છતાં સ્વાભાવિક સ્વરૂપ અને અકૃત્રિમ સિંદર્યથી તે બહુજ સુસ્વરૂપ, સુંદર અને મનમેહક લાગતી. તેના શરીરને બાંધે પાતળે અને અવયવો બહુ જ કોમળ અને સુંદર હતાં. તેનું મુખકમળ નક્ષત્રોથી વિંટાએલા ચંદ્ર પ્રમાણે શોભતું અને તેની ઉપર સેંદર્ય, કોમલતા અને મોહકતા બહુજ હોવાથી તે તરફ જોનાર તતકાળ મેહમુગ્ધ થઇ જાય તેમ હતું. કટિપ્રદેશ સિંહકટી સાથે હરિફાઈ કરતું હાયની, તેમ લાગતું. તેણે કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં તરતનો જ પ્રવેશ કરેલ હોવાથી તેને અંગેજ તેનાં સર્વ અવયવ ખીલતાં હતાં– પ્રફુલ્લિત થતાં હતાં. કમનીય કંઠમાં નવરત્નને હાર પહેરેલો હેવાથીતેનાં કિરણે તેના વક્ષસ્થલ ઉપર પ્રસરેલા હોવાથી–મૂળથી જ તેને સોંદર્યકભા સુંદર હતી તે વધારે ને વધારે દેદીપ્યમાન દેખાતી. એકંદરે ધૂર્તતા અને ગંભીરતાને સંગમ તેનામાં થયો હતે.
સજજનસિંહના કુટુંબમાં એક એવી પણ વ્યક્તિ હતી કે જેની ઓળખાણ અમારે વાંચકોને કરાવવી જ જોઈએ. તે વ્યક્તિ લલિતસિંહ પિતે હતે. જો કે તે સજજનસિંહને ખરે પુત્ર નહેતે છતાં તેની ઉપર તે વૃદ્ધ સરદારને પોતાના પુત્ર કરતાં પણ વધારે પ્રેમ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com