________________
તે સ્થાને અને સરદાર જ રહ્યા. થોડી વાર પછી દુર્જન પણ ત્યાંથી જવા માટે ઉ. તે જે સજજને તેને કહ્યું–“દુર્જનસિંહજી આજે તમે મારા ઉપર બહુજ ઉપકાર કર્યો છે તે માટે હું તમારે ઉપકાર માનું છું.”
એમાં શું છે, મેં તે ફક્ત મારી ફરજ બજાવવા ઉથરાંત બીજું કોઈ વધારે કર્યું નથી. આવા સંકટના સમયમાં આપણે જ્યારે એકબીજાને મદદ ન કરીએ તે તે અનુચિત છે. પણ સજનસિંહજી ! થોડા દિવસ પહેલાં મેં તમને જે વાત કરી હતી તેનું તે તમને સ્મરણ હશે જ?”
હા. તે વાત મારા ધ્યાનમાં જ છે અને મારી પ્રભા પણ હવે લગ્નને યોગ્ય થઈ છે છતાં પણ અત્યારને સમય મને અનુકૂળ ન હોવા સબબ...”
શું તમે મારા કુલશીલની બાબતમાં શંકા છે? અને જે તેમજ હોય તો મારે કહેવું જોઇએ કે હું યાદવવંશમાને એક ક્ષત્રિયવીર છું.
“શું તમને યાદવવંશના છે? એ વાત હું જાણતો જ નહોતો. જે તમારી સાથે સંબંધ થશે તે હું મને ભાગ્યશાળી માનીશ અને તે બાબતમાં અભિમાન પણ થશે. વારુ, તે સરદાર સાહેબ! હવે તમે નિશ્ચિત રહે. આપણે આ બાબતમાં અજય દૂર્ગમાં જઈ શાતપણે પૂરપૂરે વિચાર કરીશું.”
પ્રકરણ ૪ થું.
પાત્રપરિચય. સરદાર સજનસિંહની ઉંમર લગભગ બાવન વર્ષની હતી. તેના વાળ ધોળા થઈ ગયા હતા. તેનું કપાળ વિશાળ અને ભવ્ય હતું, નાક લાંબુ અને જરા ઉંચું હતું. વૃદ્ધાવસ્થાને લીધે તેના ચહેરા ઉપર જરાજરા કરચલીઓ દેખાતી હતી છતાં તે યુવાવસ્થામાં સ્વરૂપવાન હવે જોઈએ, એમ અનુમાન થતું. હાથ ઠેઠ હીંચણુ સુધી લાંબા, સરળ અને રસ્થૂળ હેવાથી વનગજની શુંડ જેવા શુભતા હતા. તેનું ઉર સ્થળ વિશાળ હતું. શરીર તે બહુજ કદાવર હેવાથી ગંભીર પુરૂષ જેવો લાગતું. તેનાં શૈર્ય અને સામર્થ્યની બાબતમાં રાજા ચંદ્રકેતુને સંપૂર્ણ ખાત્રી થઈ ગઈ હતી અને તેથી તે રાજાને તેના ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com