________________
તેમને માટે તમે જરાએ શંકા, રાખશે નહિ. મારા ચંદ્રસિંહ અને લલિત બને બહુજ બહાદુર અને હિમ્મતવાળા છે. સરદાર! તમને તેમના સામર્થની હજુ પૂરેપૂરી કલ્પના નહીં હોય?”
આ પ્રમાણે વાતચિત થાય છે તેટલામાંજ એક લાવણ્યવતી સેળ વરસની યુવતી ધીમે ધીમે ત્યાં દાખલ થઈ. તેને જોતાં જ સજજનસિંહે કહ્યું – * * “આવ, મારી હાલી પુત્રી ! અહીં મારી પાસે આવ. તને બધી વાત સમજાઈ કે? મને નવીન મંત્રિમંડળ તરફથી દેશપારની સજા થઈ છે. મારી સર્વે આશાઓ નિરાશામાં ફેરવાઈ ગઈ છેધારણાઓ ધૂળમાં મળી ગઈ છે.”
“હવે આપ શું કરવા ઈચ્છે છે પિતાજી?” તે યુવતીએ ભયભરેલા અવાજે પિતાના પિતાને પૂછયું,
“હવે એજ કે-આપણે ત્રણ દિવસની અંદર આ કિલ્લાને ત્યાગ કરેજ જોઈએ. આપણા મિત્ર સરદાર દુર્જનસિંહજીએ આપણા પ્રત્યે અનહદ કૃપા દર્શાવી છે અને તેઓ ચાહે છે કે-આપણી હદપારની શિક્ષા પૂરી થતાં સુધી આપણે તેમના અજયર્ગમાં જઈ રહેવું, પણ પ્રભા ! તને ત્યાં ગમશે તે ખરું ને?”
થોડીવાર પછી સજનસિંહ દુર્જન તરફ વળીને બે-“સરદાર સાહેબ! તમને લાગતું હશે કે તમારા કિલ્લાને માટેની તુચ્છ અને નવી અફવાઓથી આ મારા બાળકો ડરી જશે પણ........
ના-ના. તેવું કાંઈ નથી આપના બાળકની બાબતમાં હવે મને જરાએ શંકા રહી નથી.”
“અજ્યદુર્ગથી ડરી જવા જેવું શું છે? તે પિતાના પિતાના ગેળગેળ ભાષણ ઉપરથી સમજવામાં ન આવવાથી પ્રભા શક્તિમુદ્રાએ પિતાના ભાઈ અને લલિત તરફ જોવા લાગી.
કેમ ચંદ્રસિંહજી ! હવે શો વિચાર છે? તમને શિકારને તે શોખ છે જ. મારા અજયર્ગની આસપાસના પ્રદેશમાં શિકાર કરવાની તમને બહુજ મજા પડશે.”
તે સાંભળી સજ્જને કહ્યું—
“લલિત! તું હવે જા અને કિલ્લાની તમામ કુચીઓ વૃદ્ધ કિલેદારને સોંપવાની ગોઠવણ કર. ચં! તું આપણું પ્રયાણની તૈયારી કર પ્રભા ! તું હવે જા અને સુખેથી નિદ્રા લે!”
સરદારની આજ્ઞા સાંભળી ત્રણે જણ ત્યાંથી ચાલ્યા ગયા. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com