________________ ધી ગાઈડ ટુ ઈંગ્લીશ ટીચર. પિતાની મેળે ઘેર બેઠાં વગર માસ્તરે થોડા વખતમાં અને થોડી મહેનતમાં રીતસર અંગ્રેજી શીખવું હોય તે ધી ગાઈડ ટુ ઇંગ્લીશ ટીચર જરૂર ખરીદજો. અક્ષર જ્ઞાન, તાર, કાગળ, અરજીઓ વગેરે લખતાં, વાંચતાં શીખવા સારૂ આ પુસ્તક ઘણુંજ ઉમદા સાધન છે. આ પુસ્તકની અંદર દરેક વિષયની સમજ, એવી સાદી અને સરળ રીતે આપવામાં આવી છે કે, ગમે તેવા શિખાઉ માણસને પણ સમજતાં જરાએ મહેનત પડતી નથી. બીજાઓની માફક આ પુસ્તક્ના જુદા જુદા ભાગે કર્યા નથી પણ એક જ પુસ્તકની અંદર જરાએ જરા ઉપયોગી બાબતોને સમાવેશ ઘણી જ બાહોશીથી કરવામાં આવ્યા છે. વધુ તારીફ ન કરતાં એક વાર ચોપડી મંગાવી ખાત્રી કરવા અમે ભલામણ કરીએ છીએ. કીં. રૂ. 1 પિન્ટેજ માફ. સવા બસો પાનાનું દળદાર પુસ્તક, જાદૂકના પ્રકાશ. આ ચમતકારી પુસ્તકમાં મંત્ર સાધવાની રીત, વનસ્પતિ સાધન, આત્મરક્ષા, વીંછી, આદાશીશી, તાવ, નજર, પિશાચ, યક્ષ, ડાકીણી, શાકણી, ભૂતાદિક કાઢવાના મંત્ર, મુઠ વાળવાને મંત્ર, સાપનું ઝેર, વિગેરેના મંત્ર, વશીકરણ મંત્ર, વશીકરણ મંત્ર વિધિ નવદેવતા, વીર, આગીઓ, વૈતાળ, છાયા પુરૂષ યક્ષણી, ક્ષેત્રપાળ, અન્નપુર્ણદેવી, કર્ણપિશાચીની, કંગાળ, ભૈરવ, ઝાંપડી, અઘેર મંત્ર, પરિવશ કરવા, વનસ્પતિ, વશીકરણ વિદ્યા, વીર સાધવાને મંત્ર વગેરે સંખ્યાબંધ મંત્ર સમાવેલા છે. તેમજ પાંજરામાં પક્ષીઓ દેખાડવાં, ટોપીમાં કુલ ઉગાડવાં, વિગેરે ઘણી જાતના જાદુના ખેલે ઉપરાંત શીવલીંગ પુજવાના લાભ, જમીનમાં દાટેલું ધન જોવા તથા પાણી જોવાની રીત, મુઠમાંની વસ્તુ કહેવાની રીત, સાપને મેહરો બનાવવાની રીત: વીંછી ઉતારનાર જાદુઈ જડીબુટી બનાવવાની રીત વગેરે ઘણી બાબતે આપવામાં આવી છે. કિં. રૂ. 1 પિસ્ટેજ ૦–૩–વધુ. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, રીચીરોડ-અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com