________________
માન કરવા અને દેશપાર કરવામાં આવ્યું છે. પણ ફિકર નહીં ! મારે કહેવું જોઈએ કે મારી આશાઓ સફળ થવાને સમય હજુ આવ્યા જ નથી. રાણી ગર્ભવતી છે, એવા ગઈ કાલે જ મને પાકે પાયે ખબર મળી છે, અને જે તે વાત ખરી જ હોય તે બાળરાજાને જન્મ થતાંજ આ ઈમાનદારસ્વામિભક્ત-સજજનસિંહ તમામ શત્રુઓની છાતી ઉપર પગ મૂકીને તેને તેનું રાજ્યસિંહાસન અપાવવા માટે રાજધાનીમાં એક દિવસ ઠાઠમાઠથી અવશ્ય પ્રવેશ કરશે. ચંદ્ર! હવે આપણે......હા...પણ લલિત ક્યાં છે?”
“મુરબ્બીશ્રી ! હું અહીં જ છું.” લલિતે આગળ આવી ઉત્તર આપે.
“ અહીં આવ-અને મારી પાસે બેસ. તમારી બન્નેની સલાહની આ વિકટ વખતે મને ઘણી જ જરૂર છે. ચંદ્ર-લલિત ! મંત્રિમંડળ તરફથી આવેલ આજ્ઞાપત્ર તે તમે જોયું ને? જુઓ, મંત્રિ
એ આપણા વિચારોને કેવી રીતે તેડી પાડ્યા છે તે! ચિંતા નહીં. આટલેથીજ આપણે નિરાશ કે નાઉમેદ થવાની જરૂર નથી. આપણું કાર્યસિદ્ધ કરવા માટે આપણે અત્યારે શાન થવું જ જોઈએ. હવે આપણે તે આજ્ઞા મુજબ આપણું આવાસને ત્યાગ કરેજ જોઈએ. ભવિષ્યમાં આપણે જે કાંઈ કરવાનું છે તે થોડા વખતને માટે મુલતવી રાખવું પડશે.”
પણ પિતાજી! આપણે આપણે આ કિલ્લો છેડી ત્યાં જઈશું? સિવાય આપણા આ કિલ્લાની આ૫ણી પાછળ વ્યવસ્થા કણ-કરશેરાખશે?” ચંદ્ર પૂછયું.
વાર, પણ જે કદાચ આ કિલો મંત્રિમંડળ પિતાના કબજામાં લઈ લે તે આપણે રાજધાનીથી અલગ થઈશું એ ખરું છે છતાં આપણાં કાર્યો સિદ્ધ થાય, એવી ગ્ય જગ્યાં કયાં છે?” લલિતે પણ પૂછયું.
“ હા તમે બન્નેની વાત ખરી છે. આ મુખ્ય અને મુદ્દાની વાત મારા તે ધ્યાનમાં પણ આવી નહીં.” સજજનસિંહે કહ્યું.
“સરદાર! હું પણ કયારએ તે જ વિચાર કર્યા કરું છું. આપને જે કાંઈ અડચણ ન હોય તે મારા અજય દૂર્ગમાં ચાલો. આપના પગની પવિત્ર રજથી મારો દૂર્મ પુનીત થશે તે હું આપને આભાર માનીશ. તેમજ તે કિલો પણ રાજધાનીથી ઘણો દૂર છે.” દુર્જનસિંહે કહ્યું,
જે, આપની આવી જ ઈચ્છા હોય તો હું આપને અત્યંત આભાર માનું છું. અજયર્ગના સંબંધમાં મેં ઘણું સાંભળ્યું છે પણ તે કિ નજરે જેવાને હજુ સુધી ગજ આવ્યો નથી. આપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com