________________
૧૭ર
*
પ્રકરણ ૩૮ મું.
અરે આ અહીં કયાંથી? ) તે ડોસી અને સિપાઈ નિરાનંદ ચાલતા ચાલતા એક ચોકમાં આવ્યા. ત્યાંથી આગળ ગયા પછી એક છુપે દરવાજે આવ્યો. હવે પિતે જુદે જ રસ્તે જાય છે, એમ ડોસીને લાગ્યું. બપોરે તે આ રસ્તે આવી નહતી. બપોરે જ્યારે તે પિતાની ઓરડીમાંથી બહાર નિકળી એક બે ચેક ઓળંગી જતાં જ તે છુપા મેયરના દરવાજે આવી હતી. આ વાત તેના ધ્યાનમાં હતી. એટલામાં નીચે ઉતરવાના એક દાદર પાસે તે બને આવ્યા. દાદર ઉતરી જઈ એક બે આડે અવળે રસ્તે ચાલતા તેઓ ગુપ્ત ભોંયરાના દરવાજાની પાસે પહોંચ્યા. નિરાના પિતાના હાથમાંની કુચીથી દરવાજો ઉઘાડ્યો. અંદર પ્રવેશ કરતાં જ તે ભોંયરાના એક ખૂણામાં લોઢાનું એક જબરદસ્ત પાંજરું તે ડોસીના જોવામાં આવ્યું,
તે પાંજરામાં એક અભાગીએ કેદી હતું, તેના હાથપગ મજબુત સાંકળથી બાંધી લીધેલા હતા. તે સમયે તે કેદી ઘાસની ૫થારી ઉપર પડ્યો પડયે રડતે હતે. પિતાના પાંજરા પાસે કઈક આવ્યું છે, એવું પગલાંનાં થતા અવાજ ઉપરથી તેના જાણવામાં આવ્યું. તે જેમ પડ્યું હતું તેમ પડી જ રહ્યો. આવેલો માણસ પિતાને માટે કાંઈક ખાવાનું લઈને આવ્યું, એ તે જાણતા હતા. નિરાદે કેદીની તરફ જરાએ ધ્યાન ન આપતાં પિતાના હાથમાંની પિટલી પાંજરાના સળીઆમાંથી અંદર ફેંકી દીધી અને બે-“આ તારે માટે સાંજનું ખાવાનું છે.”
પછી તેણે પાંજરામાં હાથ ઘાલી અંદરથી માટીને એક કુંજે બહાર કાઢ્યુંપછી દીવાને એક ખુણામાં મૂકી તે ચોકને બીજે છેડે ગયે. ત્યાં મજબૂત અને મોટા મોટા દેરડાઓ અને લોઢાની સાંકળે પડી હતી. તેમાંથી એક દેરડું લઈ ત્યાંજ પડેલું એક વાસણ તેની સાથે બાંધ્યું અને ઉપર અડકાવી મૂકેલ સાંકળ તેણે નીચે ખેંચી.
અંદરથી ખળખળ પાણી વહેવાનો અવાજ સાંભળી તે ડોસીએ નિરાનંદ પાસે આવીને પૂછયું- “નિરાનંદ! શું આની વિશે પાણીનું ટાંકું છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com